રેન્ડી ઓર્ટનની વાપસી અને ઉસોસનો દગો? આ અઠવાડિયાના WWE Raw માં જોવા મળી શકે આ 5 મોટા ટ્વિસ્ટ

6 Min Read

WWE Raw પ્રીવ્યૂ: આ અઠવાડિયે રેડ બ્રાન્ડમાં ધમાકો, રોમન રેઇન્સને લાગશે મોટો ઝટકો? જાણી લો 5 મોટી આશ્ચર્યજનક બાબતો

બધાની નજર અત્યારે WWE Raw ના આ અઠવાડિયાના એપિસોડ પર ટકેલી છે. સેગમેન્ટ્સ અને મેચોની જે રીતે જાહેરાત કરવામાં આવી છે તે જોતાં આ શો એક હાઇ-ઓક્ટેન એક્શન પેક્ડ ડ્રામા બનવા માટે પૂરેપૂરો તૈયાર છે. સેટરડે નાઇટના મુખ્ય ઇવેન્ટ (Saturday Night’s Main Event) પહેલાનો આ Raw નો અંતિમ એપિસોડ હોવાથી કંપની તેને બ્લોકબસ્ટર બનાવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દેશે. આ શોમાં ડ્રામા, એકશન અને ક્યારેય ન વિચારેલા ટ્વિસ્ટ જોવા મળી શકે છે.

સૌથી મોટી વાત એ છે કે ‘અસલી ટ્રાઇબલ ચીફ’ રોમન રેઇન્સ પણ આ શોનો હિસ્સો બનવાના છે. જેકબ ફાટુ સાથેની તેમની દુશ્મની અત્યારે ચરમસીમા પર છે. આ સિવાય મહિલા વિભાગ અને મિડ-કાર્ડ સ્ટોરીલાઇન્સ પણ આ અઠવાડિયે કેન્દ્ર સ્થાને રહેશે. ચાલો વિગતવાર સમજીએ કે આ સોમવારની રાત્રે WWE કયા 5 મોટા સરપ્રાઈઝ પ્લાન કરી શકે છે, જે રેસલિંગ જગતને હચમચાવી મુકશે.

- Advertisement -

ro.jpg

૧. જેકબ ફાટુનો રોમન રેઇન્સ પર વધુ એક ક્રૂર હુમલો?

જેકબ ફાટુએ જ્યારથી WWE માં એન્ટ્રી કરી છે, ત્યારથી તેણે તબાહી મચાવી દીધી છે. તે રોમન રેઇન્સના દબદબા કે તેના નામથી સહેજ પણ ડરતો નથી. ગયા અઠવાડિયે આપણે જોયું કે ફાટુએ માત્ર ધ યુસોસને જ ધૂળ નથી ચટાવી, પરંતુ રોમન રેઇન્સ પર પણ જીવલેણ હુમલો કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.

- Advertisement -

આ અઠવાડિયે પણ વાતાવરણ ગરમાયેલું છે. રોમન રેઇન્સ જ્યારે રિંગમાં આવીને ફેન્સને સંબોધિત કરવા જશે, ત્યારે જેકબ ફાટુ પાછળથી આવીને ફરી એકવાર તેમના પર ઘાતક હુમલો કરી શકે છે. જો ફાટુ રોમનને રિંગની વચ્ચે લાચાર કરી દેશે, તો તે સેટરડે નાઇટના મેઇન ઇવેન્ટ પહેલા રોમન રેઇન્સના આત્મવિશ્વાસને મોટો ઝટકો આપશે. આ આક્રમણ એટલું ક્રૂર હોઈ શકે છે કે ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ જશે.

૨. રો વિમેન્સ ટેગ ટીમ ચેમ્પિયનશિપ: નવા ચેમ્પિયનનો ઉદય!

રેસલમેનિયા 42 (WrestleMania 42) માં પેઇજ અને બ્રી બેલાએ શાનદાર પ્રદર્શન કરીને વિમેન્સ ટેગ ટીમ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. જોકે, તેમનો આ ટાઇટલ રન લાંબો ચાલે તેવું દેખાતું નથી. આ અઠવાડિયે રો (Raw) ના એપિસોડમાં તેઓ પોતાની ચેમ્પિયનશિપ રોક્સેન પેરેઝ અને રાકેલ રોડ્રિગ્ઝની ખતરનાક જોડી સામે ડિફેન્ડ કરવા મેદાનમાં ઉતરશે.

રોક્સેન પેરેઝની ટેકનિકલ કુશળતા અને રાકેલ રોડ્રિગ્ઝની અદભૂત શારીરિક તાકાત સામે પેઇજ અને બ્રી બેલા માટે ટાઇટલ બચાવવું લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થશે. એવી પ્રબળ સંભાવના છે કે આ મેચમાં રોક્સેન અને રાકેલ નલબાજી અથવા તો પોતાની તાકાતના જોરે પેઇજ અને બેલાના ટાઇટલ રનનો અંત લાવી દેશે. રો ના ફેન્સને આ અઠવાડિયે નવા ચેમ્પિયન્સ જોવા મળી શકે છે.

- Advertisement -

૩. સ્ટેફની વોકરનું ધમાકેદાર પુનરાગમન અને લિવ મોર્ગન પર એટેક

WWE ના વિમેન્સ ડિવિઝનની અગ્રણી સુપરસ્ટાર સ્ટેફની વોકર છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઈજાના કારણે રિંગ અને ટેલિવિઝનથી દૂર છે. પરંતુ પડદા પાછળથી આવી રહેલા અહેવાલો મુજબ, તે હવે સંપૂર્ણપણે ફિટ થઈ ગઈ છે અને વાપસી માટે તૈયાર છે. આ અઠવાડિયે Raw માં તેનો શો-સ્ટોપિંગ ટર્ન જોવા મળી શકે છે.

અત્યારે લિવ મોર્ગન રેડ બ્રાન્ડમાં પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠી છે. જ્યારે લિવ રિંગમાં પોતાની જીતની ઉજવણી કરી રહી હશે અથવા પ્રોમો કટ કરી રહી હશે, ત્યારે અચાનક સ્ટેફની વોકરનું મ્યુઝિક વાગી શકે છે. સ્ટેફની રિંગમાં આવીને સીધો લિવ મોર્ગન પર હુમલો કરી શકે છે. આ બંને વચ્ચેની અધૂરી હરીફાઈ ફરી શરૂ કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. આ સરપ્રાઈઝ રિટર્ન આખા વિમેન્સ ડિવિઝનને હલબલાવી મૂકશે.

૪. ‘ધ વાઇપર’ રેન્ડી ઓર્ટનની વાપસી અને ઓબા ફેમીનો ઓપન ચેલેન્જ

રેસલમેનિયા 42 માં મળેલી હૃદયસ્પર્શી હાર બાદ ‘ધ વાઇપર’ રેન્ડી ઓર્ટન ટીવી સ્ક્રીન પરથી ગાયબ છે. ફેન્સ તેમના ફેવરિટ સ્ટારને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ અઠવાડિયે Raw માં ફેન્સની આ પ્રતીક્ષાનો અંત આવી શકે છે.

the.jpg

બીજી તરફ, ઓબા ફેમી પોતાની તાકાત ના જોરે રો માં ધમાકો મચાવી રહ્યો છે અને આ અઠવાડિયે તે રિંગમાં આવીને કોઈ પણ રેસલર સામે ઓપન ચેલેન્જ (ખુલ્લો પડકાર) આપી શકે છે. જ્યારે આખો લોકર રૂમ ઓબા ફેમીની સામે આવતા ડરતો હશે, ત્યારે રેન્ડી ઓર્ટનનું થીમ સોંગ વાગી શકે છે. ૧૪ વખતના વર્લ્ડ ચેમ્પિયન રેન્ડી ઓર્ટન રિંગમાં આવીને આ ચેલેન્જ સ્વીકારે અને ઓબા ફેમીને આરકેઓ (RKO) મારે, તો તે આ વર્ષની સૌથી મોટી પળોમાંની એક બની જશે. આ બંને પાવરહાઉસ વચ્ચેનો મુકાબલો જોવો એ ફેન્સ માટે એક વિઝ્યુઅલ ટ્રીટ હશે.

૫. સૌથી મોટો ટ્વિસ્ટ: ધ ઉસોસનો રોમન રેઇન્સને દગો!

આ અઠવાડિયાની સૌથી સનસનાટીભરી અને ઈતિહાસ બદલી નાખનારી ક્ષણ ધ ઉસોસ (જીમી ઉસો અને જે ઉસો) તરફથી આવી શકે છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે જીમી અને જે ઉસો તેમના ભાઈ રોમન રેઇન્સની સાથે બ્લડલાઇનની લડાઈમાં ઉભા છે. પરંતુ WWE હંમેશા આપણને એવું બતાવે છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા.

ગયા અઠવાડિયે જેકબ ફાટુ સામે મળેલી હાર બાદ ઉસોસ કદાચ સમજી ગયા હશે કે રોમનની સાથે રહેવામાં માત્ર નુકસાન જ છે. આ અઠવાડિયે મેઇન ઇવેન્ટ દરમિયાન, જ્યારે રોમન રેઇન્સ જેકબ ફાટુ સામે લડી રહ્યા હશે, ત્યારે જીમી અને જે ઉસો રોમનની મદદ કરવાના બહાને રિંગમાં આવી શકે છે. પરંતુ, મદદ કરવાને બદલે તેઓ અચાનક રોમન રેઇન્સ પર જ સુપરકિકનો વરસાદ કરી શકે છે!

TAGGED:
Share This Article