વૈશ્વિક યુદ્ધો વચ્ચે ભારતનો વિસ્ફોટક ગ્રોથ! GDP ના 7.8% આંકડા જોઈ વિશ્વના મોટા દેશો ચોંક્યા!

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

અમેરિકા અને ચીનને પછાડી ભારત બન્યું આગળ! જાણો કઈ રીતે ગ્લોબલ મંદી વચ્ચે પણ દેશમાં આવી તેજી?

દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ના આંકડા હાલમાં સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નાણાકીય વર્ષ 2026-27 ની પ્રથમ ત્રિમાસિક (Q1 FY27) માં ભારતની જીડીપીએ 7.8 ટકાનો જોરદાર ગ્રોથ (વૃદ્ધિ દર) હાસિલ કર્યો છે. આ ગ્રોથ રેટ એટલા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ પરિણામો અત્યંત પ્રતિકૂળ વૈશ્વિક વાતાવરણ અને ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે આવ્યા છે.

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર, ટેરિફ સંબંધિત વૈશ્વિક પડકારો અને પશ્ચિમ એશિયાની અસ્થિરતા છતાં ભારતીય અર્થતંત્રે પૂરવાર કરી દીધું છે કે તેની આંતરિક માંગ અને ઘરઆંગણાના આર્થિક પાયા એકદમ મજબૂત છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે ભારતીય ઈકોનોમી હવે ગ્લોબલ ઝાટકાઓ સામે ‘વોર પ્રોફ’ (વિનાશક વૈશ્વિક અસરોથી મુક્ત) બની રહી છે.

- Advertisement -

Economy.jpg

ઓગસ્ટ મહિનાના મેક્રો ઈન્ડિકેટર્સ: આર્થિક મજબૂતીનો ભરોસો

હાલમાં જ જાહેર થયેલા આંકડા જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પણ આ જ તેજી જળવાઈ રહેવાનો સ્પષ્ટ સંકેત આપે છે:

- Advertisement -
  • જીએસટી કલેક્શન (GST Collection): ઓગસ્ટ મહિનામાં ભારતનું કુલ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 14.8% વધીને ₹2 લાખ કરોડના આંકડાને સ્પર્શી ગયું છે.

  • ઓટો સેક્ટરની છલાંગ: કારોનું જથ્થાબંધ વેચાણ 36% વધીને 4,48,000 યુનિટ નોંધાયું છે, જેનાથી ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 50 લાખ (5 મિલિયન) કાર વેચાવાનો નવો રેકોર્ડ સર્જાવાની શક્યતા છે.

  • ડિજિટલ પેમેન્ટ્સ (UPI): ઓગસ્ટમાં યુપીઆઈ પ્લેટફોર્મ પરથી રેકોર્ડ 24.51 અબજ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા, જેની કુલ કિંમત ₹29.82 લાખ કરોડ હતી. ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 22% અને કુલ મૂલ્યમાં 20% નો વાર્ષિક ઉછાળો ગ્રાહકોની મજબૂત ખરીદશક્તિ દર્શાવે છે.

  • વીજળી અને બળતણની વપરાશ: વીજળીનો વપરાશ 12.9% વધીને 169 અબજ યુનિટ રહ્યો છે. તેમજ ઓગસ્ટમાં પેટ્રોલના વેચાણમાં 7.9% અને ડીઝલના વેચાણમાં 6.5% નો વધારો થયો છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) માં 1.4% નો વધારો નોંધાયો છે.

આર્થિક વૃદ્ધિના મુખ્ય આધારસ્તંભો

ભારતની આ ઝડપી પ્રગતિ પાછળ કેટલાક મુખ્ય પરિબળોએ મહત્વની ભૂમિકા ભજવી છે:

  1. ઘરેલું માંગ (Domestic Demand): હાઇ-ફ્રિકવન્સી ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે દેશમાં સર્વિસ એક્ટિવિટી અને સ્થાનિક વપરાશ અત્યંત મજબૂત છે.

  2. ઔદ્યોગિક ઉત્પાદન (Industrial Output): ઈલેક્ટ્રોનિક્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

  3. નિકાસ અને રોકાણ (Exports & Investment): નવી ટ્રેડ ડીલ્સના કારણે નિકાસને બળ મળ્યું છે, જ્યારે બેંકોના ક્રેડિટ ગ્રોથમાં વધારો થવાથી નવું રોકાણ વધી રહ્યું છે.

  4. આયાત અને સ્થાનિક ટેક્સ: આયાત પરથી મળતું GST કલેક્શન 29% વધીને ₹62,604 કરોડ થયું છે, જ્યારે ઘરેલું માંગના કારણે સ્થાનિક આવક 9.3% વધીને ₹1.37 લાખ કરોડથી વધુ રહી છે.

જોકે, રિફંડની પ્રક્રિયા ઝડપી બનતા (રિફંડ 68% વધીને ₹31,795 કરોડ) નેટ GST કલેક્શન 8.3% વધીને ₹1.68 લાખ કરોડ રહ્યું છે, જે તંત્રની પારદર્શિતા દર્શાવે છે.

GDP ગ્રોથના અનુમાનમાં વધારો: રેટિંગ એજન્સીઓનો ભરોસો

પ્રથમ ત્રિમાસિકમાં 7.8% ના અપેક્ષા કરતાં સારા ગ્રોથ બાદ દેશ-વિદેશની અગ્રણી બેંકો અને રેટિંગ એજન્સીઓએ સમગ્ર FY27 માટે ભારતના વિકાસ દરના અંદાજોમાં વધારો કર્યો છે. પહેલાં જ્યાં સરેરાશ 6.7% નો અંદાજ હતો, તે હવે વધીને 7.3% થઈ ગયો છે.

- Advertisement -

વિવિધ સંસ્થાઓના સુધારેલા GDP અંદાજ (FY27):

  • IDFC First Bank: 6.8% થી વધીને 7.5% (+0.7)

  • SBI: 6.6% થી વધીને 7.3% (+0.7)

  • Morgan Stanley: 6.7% થી વધીને 7.3% (+0.6)

  • Kotak Mahindra Bank: 6.6% થી વધીને 7.2% (+0.6)

  • HDFC Bank & ICRA: વધીને 7.1%

  • CareEdge & DBS Bank: વધીને 7.3%

  • Crisil: 6.6% થી વધીને 7.0%

gdp 1.jpg

ચીન અને અમેરિકા જેવા દિગ્ગજો સામે ભારતનું વર્ચસ્વ

વૈશ્વિક અર્થતંત્રમાં મંદીનો માહોલ હોવા છતાં વિશ્વના મોટા દેશોની સરખામણીએ ભારતનો વિકાસ દર સૌથી ઝડપી છે. IMF અને વર્લ્ડ બેંકના 2026 ના તાજેતરના અંદાજો મુજબ:

  • ભારત (FY27): IMF મુજબ 6.4% અને વર્લ્ડ બેંક મુજબ 6.6% ના દરે આગળ વધશે.

  • ચીન: IMF મુજબ માત્ર 4.6% અને વર્લ્ડ બેંક મુજબ 4.2% ના દરે વૃદ્ધિ કરશે.

  • અમેરિકા: બંને સંસ્થાઓના અંદાજ મુજબ 2.2% થી 2.3% ની આસપાસ રહેશે.

  • જાપાન: માત્ર 0.6% થી 0.7% ના ધીમા દરે આગળ વધશે.

  • વૈશ્વિક સરેરાશ: સમગ્ર વિશ્વનો વિકાસ દર IMF મુજબ 3.0% અને વર્લ્ડ બેંક મુજબ 2.5% રહેવાની શક્યતા છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.