દેવલા ગ્રામ પંચાયતમાં મૃત સપ્લાયરની સહીથી લાખોની ગેરરીતિ, સરપંચ સસ્પેન્ડ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

બીલ બુકના ખોટા ઉપયોગનો ખુલાસો થતાં દેવલા ગામમાં રાજકીય તણાવ

જંબુસર તાલુકાના દેવલા ગામમાં ગામ પંચાયતના દસ્તાવેજોમાં મૃત સપ્લાયરની સહી દેખાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. માલ સપ્લાય કરનાર વ્યક્તિનું વર્ષ 2021માં અવસાન થઈ ચૂક્યું હોવા છતાં બાદના વર્ષોમાં તેમના નામે બીલો રજૂ થયા હતા. આ અંગે જાગૃત નાગરિકે ગંભીર આક્ષેપ કરતા રૂ. 30 લાખથી વધુના કૌભાંડની ચર્ચા ઉઠી છે. આ દાવામાં સત્યના કદમો જણાતા જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક પગલાં લઈને સરપંચને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

devla village sarpanch suspend 2.png

બીલ બુકનો ખોટો ઉપયોગ કરી લાખોની ગોબાચારી કરવાનો શંકાસ્પદ દાવો

મૃત સપ્લાયર યાકુબભાઈ નવાબનું 2021માં અવસાન થયુ હોવા છતાં 2022માં તેમની બીલ બુકમાંથી સીમેન્ટ, રેતી અને અન્ય સામગ્રીના બીલો રજૂ કરાયા હતા. આરોપ મુજબ આ તમામ બીલો પર નકલી સહી કરી ચૂકવણી મેળવવાનો પ્રયાસ કરાયો હતો. જાગૃત નાગરિકે આ સમગ્ર બાબતને પ્રકાશમાં લાવતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે. આ પ્રકરણ ગામ પંચાયતની કામગીરી અને દસ્તાવેજ વ્યવસ્થામાં ગંભીર ખામી દર્શાવે છે.

- Advertisement -

devla village sarpanch suspend 1.png

જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં પ્રાથમિક ગેરરીતિઓ સામે આવી

ફરિયાદ મળ્યા બાદ જિલ્લાકક્ષાએ તપાસ હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં ગેરરિતીઓનો સંકેત મળતાં દેવલા ગામ પંચાયતની સરપંચ રેહાનાબાનુ અબ્દુલસમદ પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી કારણે રાજકીય માહોલ ગરમાયો છે અને ગેરક્રમચારી તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરી વધુ વિગતો બહાર આવશે તેવી શક્યતા છે.

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.