શુક્રવારે અહીં રમાયેલી દક્ષિણ આફ્રિકા- શ્રીલંકા વચ્ચેની મેચમાં જ્યારે રમત શ્રીલંકાની અંતિમ ઓવરોમાં પહોંચી હતી ત્યારે મેદાન પર મધમાખીના ઝુંડનું આગમન થયું હતું અને તેના કારણે તેમનાથી બચવા માટે મેદાન પર હાજર તમામ ખેલાડીઓ અને અમ્પાયરોઍ મેદાનમાં ઉંધા સુઇ જવું પડ્યું હતું. મધમાખીનું ઝુંડ જ્યારે મેદાનમાં આવી પહોંચ્યું ત્યારે ખેલાડીઓ અને અમ્પાયરે ફટાફટ મેદાનમાં ઉંધા સુઇને પોતાનું માથુ નીચે કરી દીધું હતું તેમને અચાનક આમ કરતાં જાઇને સ્ટેડિયમમાં હાજર દર્શકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. મધમાખીઓના કારણે બેથી ત્રણ મિનીટ સુધી રમત અટકી હતી.
