છત્તીસગઢમાં એક જિલ્લો છે રાયગઢ, રાયગઢના ખરસિયા વિસ્તારની એક ખૂબ જ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. 50 વર્ષની ફુલો બાઈ બોતલ્દા કુધરીપારા ગામમાં પોતાના બે દિકરાઓ અને વહુની સાથે રહેતી હતી. ફૂલો બાઈનો મોટો દિકરો સીતારામ ઉરાંવ માનસિક રોગી છે. તેના લગ્ન નથી થયા.
27 ઓગસ્ટની સાંજે સીતારામ ઘરે આવ્યો અને પોતાની માતા પાસે દારૂ પીવાના પૈસા માંગવા લાગ્યો. ફૂલો બાઈએ પૈસા આપવાનો ઈનકારી કર્યો તો સીતારામે કુલ્હાડી દ્વારા પોતાની માતા પર હુમલો કરી દીધો. ફૂલો બાઈનું માથુ ફીટી ગયુ અને મગજ બહાર આવી ગયું. હેવાનિયતની હદ તો ત્યારે પાર થઈ ગઈ જ્યારે સીતારામે પોતાની માતાનું મગજ કાઠીને કઠાઈમાં મુકી દીધી. તેણે મગજના ટુકડા કર્યા અને તેના રાંધવાની તૈયારી કરવા લાગ્યો. ત્યાં સુધી તેના ભાઈની પત્ની આવી ગઈ. જેને જોઈને સીતારામ ઘરેથી ભાગી ગયો. ફૂલો બાઈની વહુએ પોતાના પતિને સંપૂર્ણ વાત કહી અને પોલીસને સુચના આપી.
પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો જોઈને ચોંકી ઉઠી. ગાંમના જ એક ઘરમાંથી સીતારામની ઘરપકડ કરી લીધી. પુછતાછમાં તેમણે જણાવ્યું કે તે પોતાની માતાના મગજને રાંધીને ખાવા ઈચ્છતો હતો. ખરસિયા પોલીસ સ્ટેશનની એસડીઓપી ગરિમા દવિવેદીએ જણાવ્યું,ફૂલો બાઈની હત્યા તેના દિકરાએ જ કરી છે. તેમનો દિકરો માનસિક રોગી છે. તેણે દારૂ માટે પૈસા માગ્યા હતા અને ન મળવા પર પોતાની માતાને મારી નાખી. તેણે માતાના મસ્તિષ્કના ટુકડે ટુકડા કરી દીધા હતા. પોલીસે તેની ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે.