લોકોમાં સામાજીક સમરસતા વધે અને અસ્પૃશ્યતા દૂર થાય તે માટે કાયદા વિષે પણ લોકોને માહિતગાર કરાયા
રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક વલસાડ જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા વલસાડ તાલુકા કક્ષાની સામાજિક સમરસતા શિબિર વલસાડ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી આશિષભાઈ ગોહિલના પ્રમુખપણા હેઠળ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોજાઈ હતી, જેમાં વલસાડ જિલ્લા અનુસૂચિત જાતિ મોર્ચાના મહામંત્રી ઇશ્વરભાઇ એમ સોલંકી, વાલ્મીકી સમાજના પ્રમુખ હરજીભાઇ ગરાણીયા, મેન્યુયલ સ્કેવેંજર્સ સભ્યશ્રી જયેશભાઈ સોલંકી, સમાજ કલ્યાણ અધિકારીશ્રી સુજીતભાઈ ઠાકોર તેમજ સમાજના આગેવાન ધીરજભાઈ હલધર, અનુસૂચિત જાતિ પેટા યોજનાના સભ્યશ્રી કૈલાશભાઈ રાઠોડ તથા જિલ્લા તકેદારી સમિતિના સભ્યશ્રી મુકેશભાઈ મહેવાળ તેમજ ખુબ જ બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.
સામાજીક સમરસતા શિબિર વિષે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રી હરેન્દ્રભાઈ ચૌધરી તથા સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી વિમલભાઈ પટેલ તરફથી યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ સૌને યોજનાકીય પત્રિકાઓ વહેંચવામાં આવી હતી અને યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી. લોકોમાં સામાજીક સમરસતા વધે અને અસ્પૃશ્યતા દૂર થાય તે માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અને કાયદા વિષે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
