ધરમપુરની બામટી આદર્શ નિવાસી શાળામાં વીર બાલ દિવસની ઉજવણી

1 Min Read

ધરમપુરની બામટી આદર્શ નિવાસી શાળામાં ‘વીર બાલ દિવસ’ની શાનદાર ઉજવણી

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર પ્રેરીત વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આયોજિત “વીર બાલ દિવસ” ૨૦૨૫-૨૬ અંતર્ગત વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભકિત આધારિત વ્યાખ્યાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની રજુઆત ધરમપુરની આદર્શ નિવાસી શાળા (કુમાર) બામટીના સહયોગથી કરવામાં આવી હતી.

 

- Advertisement -

IMG 20251226 WA0014.jpg

જેમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી એમ.જોષી, આદર્શ નિવાસી શાળા(કુમાર) બામટીના આચાર્ય મિતુલ કાપડીયા, મહિલા અને બાળ અધિકારીની કચેરીના પ્રતિનિધિશ્રી તથા મુખ્ય વકતાશ્રી રેણુકાબેન તલરેજા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વકતાશ્રી દ્વારા વીર બાલ દિવસ અંગેનું વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વીર બાલ દિવસ અંગે ફિલ્મ તથા પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. જેને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમજ જાહેર જનતાએ નિહાળ્યું હતુ.

- Advertisement -
Share This Article