વલસાડના અબ્રામાની સ્કૂલમાં યોગ બોર્ડ દ્વારા શિક્ષકોને યોગ શીખવાડાયા

1 Min Read

શિક્ષકો હવે બાળકોને આનંદદાયક અને અસરકારક રીતે યોગ શીખવશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, અબ્રામા, વલસાડના સહયોગથી “Body & Mind Fit & Fine” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષક ભાઈ-બહેનોને યોગની અમૃતમય અનુભૂતિ થઈ હતી.

IMG 20260112 WA0002.jpg

- Advertisement -

યોગ કોચ મનીષા ઠાકોરના માર્ગદર્શનમાં બાળકોને ગીત, ગમ્મત અને ગતિ સાથે યોગ કરાવવાની રીત શીખવી હતી. યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી અને નયનાબેન મોદી એ સુંદર રીતે યોગ આસનો કરાવી મન અને શરીર બંને ફ્રેશ કર્યા હતા. ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે એ યોગનું મહત્વ, ફાયદા અને બાળકો માટે તેની ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમથી શિક્ષકોને બાળકોને યોગ શીખવવાની નવી, આનંદદાયક અને અસરકારક રીત મળી હતી. શાળા દ્વારા યોગ કોચ મનીષા ઠાકોર અને સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

Share This Article