આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલનો વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

1 Min Read

વલસાડ: મંત્રી નરેશભાઈ પટેલ વારલી સમાજની મેગા ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપશે

રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તા. ૨૬/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૯ કલાકે ઉમરગામ નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહી બપોરે ૧૨ કલાકે કલગામમાં આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ અનુકૂળતાએ ઉમરગામ તાલુકાના માણેકપુર ગામમાં વૃંદાવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ઉમરગામ તાલુકા વારલી સમાજની મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૬માં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયેથી ચીખલી, જિ.નવસારી જવા રવાના થશે.

IMG 20260123 223806.jpg

- Advertisement -
Share This Article