વોશિંગ્ટનઃ ભારતના વડા પ્રધાન મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાની કરેલી જાહેરાતને સમર્થન આપતાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જણાવ્યું છે કે આવાં પગલાંથી દેશમાં ભ્રષ્ટાચાર અને કરચોરી પર અંકુશ આવશે. આઈએમએફના પ્રવકતા ગેરી રાઈસે જણાવ્યું હતું કે અમે ભારતમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદે નાણાંના પ્રવાહ સામે લડવા જાહેર કરવામાં આવેલા ઉપાયોને સમર્થન આપીએ છીએ. ભારતની અર્થવ્યવસ્થામાં દરરોજની લેવડદેવડમાં રોકડની જરૂરિયાતને ધ્યાનમાં લઈને નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી પડશે. જેનાથી ઓછી મુસીબત અનુભવવી પડે. તેથી આ બાબતે હવે ચોકકસાઈ રાખવી પડશે. દરમિયાન ગત મંગળવારે વડા પ્રધાન મોદીએ આવી નોટ બંધ કરવાની જાહેરાત કર્યા બાદ બુધવારે બેન્ક બંધ રહી હતી અને એટીએમ પણ બે દિવસ…
કવિ: SATYA DESK
નવી દિલ્હી: નોટબંધી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી રેલી દ્વારા ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં એ સ્પષ્ટ કરી દીધું છે કે હવે જે લોકો બેઇમાન છે તેમનું આવી બનશે. 500 1000ની નોટને કાગળ બરાબર કર્યા બાદ હાજીપુરમાં પ્રધાનમંત્રી મોદી ઉત્સાહમાં જોવા મળ્યા હતાં. આ રેલીમાં તેમણે ગરીબોનું મનોબળ વધારવાની સાથે ભ્રષ્ટાચારીઓના મનોબળને પોતાના શબ્દો દ્વારા તોડ્યું. ઇશારામાં માયાવતીને સમજાવ્યું અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા. તેમણે રેલીમાં કહ્યું હતું કે મને ખબર છે તમને તકલીફ પડી રહી છે. તમે જણાવો મને કે તમે જ્યારે પોતું કરાવો છો તો દસ દિવસ સુધી ગંધ રહે છે ને. કોિ પણ સારું કામ કરાવો તો તકલીફ રહે…
અમદાવાદ: દેશભરમાં લોકોને પડી રહેલી હાડમારીને દૂર કરવા કેન્દ્ર સરકારે હવે તમામ પેટ્રોલ પંપ, રેલવે, બસ મથકો એરપોર્ટ, સરકારી હોસ્પિટલોમાં રૂ.પ૦૦ અને રૂ.૧,૦૦૦ની ચલણમાંથી રદ કરાયેલી જૂની નોટોને આગામી તા.ર૪ નવેમ્બર સુધી ચલાવવાની પરવાનગી આપી છે. જોકે કેન્દ્રની આ પરવાનગીનો લાભ નાગરિકોને મ્યુનિ. સિવિક સેન્ટરોમાં આપવા અંગે કોર્પોરેશન અવઢવમાં છે. ગત તા.૮ નવેમ્બરે કેન્દ્ર સરકારે રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની નોટ ચલણમાંથી રદ કરવાની સાથે સાથે આ નોટોનો ઉપયોગ પેટ્રોલ પંપ, રેલવે સહિત પસંદગીનાં ૧૦ સ્થળોએ ૧૦ નવેમ્બરની મધરાત સુુધી ચલાવવાની પરવાનગી આપી હતી. આ સમય મર્યાદામાં વધારો કરીને કેન્દ્ર સરકારે તા.૧૪ નવેમ્બરની મધરાત સુધીની છૂટ આપી છે. મ્યુનિ. રેવન્યુ કમિટીના ચેરમેન વલ્લભ…
કોલકાતા: દેશમાં હાલ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ થઈ ગઈ છે અને દેશભરમાં હાલ આ મુદે વિવિધ ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે ત્યારે પશ્વિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આ મુદે સીપીઆઈ(એમ)ના મહાસચિવ સાતારામ યેચુરી સાથે વાત કરી નોટો પરના પ્રતિબંધ અંગે રાષ્ટ્રપતિને મળવા જવાનું આયોજન કરવા જણાવ્યું હતું. મમતા બેનરજીએ વધુમાં જણાવ્યું હતું કે અમે આ અંગે અનેક રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે વાત કરી નોટોના મુદે રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરીને તે અંગે તેમને રજૂઆત કરવા જવાની વાત કરી છે.તેમણે જણાવ્યું કે આમ આદમી અને ગરીબોની સુવિધા માટે અમે સાથે મળીને લડીશું. અને રાજનૈતીક અવ્યવસ્થા સર્જાતી અટકાવીશું. તેમણે જણાવ્યું હતું…
નવી દિલ્હી: દેશમાં ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાની જાહેરાત બાદ હવે તેની અસર જોવા મળી રહી છે. ત્યારે વડા પ્રધાન મોદીએ ગઈ કાલે ગોવામાં ફરી જાહેરાત કરી હતી કે ૩૦ ડિસેમ્બર બાદ આનાથી પણ વધુ આકરા નિર્ણય લેવાઈ શકે છે. તે મુજબ તેઓ કોઈ મોટો ધડાકો કરે તેવી શક્યતા છે. તેવી જાહેરાતથી હાલ આ અંગે દેશમાં અનેકવિધ અટકળોનો દોર ચાલી રહ્યો છે. અને તે વખતે મોદીએ પણ ખાતરી આપી હતી કે દેશવાસીઓને તેમની કલ્પના મુજબનું ભારત મળશે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ૩૦ ડિસેમ્બર બાદ કાળું નાણંુ રોકવા માટે હજુ આનાથી પણ વધુ આકરાં પગલાં લેવામાં આવશે. અને તેને કારણે…
કેન્દ્ર સરકારે બુધવારથી રૂ. ૫૦૦ અને ૧,૦૦૦ની ચલણી નોટો રદ કર્યા બાદ વિવિધ વેપારી બજારોમાં કે જ્યાં મોટા પ્રમાણમાં રોકડનો વ્યવહાર થતો હતો તે બજારોમાં મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો થયા છે. સોનાના કારોબારમાં કરોડો રૂપિયાની લેતીદેતી થયા બાદ ફોરેક્સ બજારમાં પણ આ વ્યવાહારો થયા હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિક ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે ચલણી નોટો રદ કર્યા બાદ વિદેશી મુદ્રાનું ખરીદ-વેચાણ કરતા ડીલર્સ દ્વારા મોટા પ્રમાણમાં કારોબાર થયો હોવાનું બહાર આવ્યું છે. ગેરકાનૂની રીતે આ કારોબાર કરતા ડીલર્સ ઉપર સકંજો કસાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા આ તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી…
અજય દેવગન અને રોહિત શેટ્ટીએ જયારથી ગોલમાલ અગેઇનની જાહેરાત કરી છે. ત્યારથી એની લીડિંગ લેડી કોણ રેહશે એને લઇને સતત અટકળો વહી રહી છે. કેટલીક એકસ્ટ્રેસીસનાં નામ પણ ચર્ચાઇ રહ્યાં હતા. જો કે, આખરે કન્ફર્મ થયું કે પરિણીતી ચોપડા જ નવી ગોલમાલ ગર્લ રેહેશ. જાન્યુઆરીમાં આ એશશન કોમેડીનું શુટીંગ શરૂ થશે અને એ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. એક દશક હેલા ગોલમાલ ફન અનલિમિટેડની રિલીઝની સાથે ગોલમાલ સીરિઝની શરૂઆત થઇ હતી. એ પછી ગોલમાલ રિટર્ન્સ (ર૦૦૮) અને ગોલમાલ-૩ (ર૦૧૦) આવી હતી.
હું તમારી પોલી ખોલી દઈશઃ PM 500 રૂપિયામાં એક પૈસો ઓછો કરવાની કોઈનામાં તાકાત નથીઃ PMગરીબ માતાઓ આશીર્વાદ આપી રહી છેઃ PM તમે જેવું ભારત ઈચ્છો છો તેવું ભારત આપવા વાયદો કરુ છુઃ PMમેં દેશ પાસે ફક્ત 50 દિવસનો સમય માગ્યો છેઃ PM મદદ માટે આગળ આવ્યા નિવૃત્ત બેન્ક કર્મચારીઃ PMગરીબોએ 45 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યાઃ PM2 વર્ષમાં સવાલાખ કરોડ રૂપિયા જમા થયાઃ PM મેં ઘર, પરિવારને દેશ માટે છોડ્યુઃ PMવિદેશ જનાર કાળાનાણાની તરત જાણ થઈ જશેઃ PM મેં દરેક કામ ઈમાનદારીથી કર્યું છેઃ PMકેટલાક લોકો પોતાના જ વિચારોમાં રહે છેઃ PM પર્રિકર મારી ટીમનો ચમકતો તારો છેઃ PM…
નાસિક સ્થિત કરન્સી નોટ પ્રેસે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને 500ની 50 લાખ નોટોનો પહેલો જથ્થો સોંપી દીધો છે. એક અધિકારીએ શનિવારના રોજ કહ્યું કે કરન્સી નોટ પ્રેસે પહેલાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને 50 લાખ 500 રૂપિયાની નોટ પહેલાં જ મોકલી દીધી છે. આ સિવાય બુધવાર સુધીમાં 50 લાખની નોટોનો બીજો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે. અધિકારીએ કહ્યું કે આ નાસિક સ્થિત પ્રેસ આરબીઆઈના એ 9 યુનિટસમાંથી એક છે જે કરન્સી નોટ છાપવાનું કામ કરે છે. આ પ્રેસમાં 20,50, અને 100 રૂપિયાની નોટ પણ મોટી સંખ્યામાં છપાય છે.500 રૂપિયાની હજુ પણ કમી છે. પ્રિન્ટિંગ પ્રેસની તરફથી નોટ રજૂ કર્યા બાદ…
વડોદરા શહેર ના ચોકસીબજાર માં દુકાનો બંધ રહેતા આ વિસ્તાર માં કર્ફ્યું જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેર માં છેલા બે દિવસ માં લોકો એ સોના-ચાંદી ખરીદવાનું મોટાપાયે શરુ કરતા આઈટી વિભાગ ની નજર ખરીદનાર વર્ગ ઉપર રહેતા અને આ અંગે ના સમાચાર મીડિયા માં આવતા ફફડી ઉઠેલા વેપારીઓ એ પોતાની દુકાનો બંધ રાખી હતી,બીજી તરફ સીસીટીવી કેમેરા ના ફૂટેજ મેળવવાની તજવીજ શરુ થવાની વાત ને લઇ ખરીદનાર વર્ગ માં પણ ફફડાટ નો માહોલ સર્જાયો હતો,જેને લઇ દુકાનદાર અને ખરીદનાર ગાયબ થઇ જતા આખેઆખું બજાર બંધ રહ્યું હતું ,બીજી તરફ રોકડ ના અભાવે લોકો મુશ્કેલી માં મુકાયા હતા અને દિવસભર…