Pride of India: કચ્છના માંડવી બીચ પાસે કાઠલા ગામની ગાયોને ચરવા માટેની ગૌચર જમીન કલેક્ટર અમિત અરોરાએ કાયદાઓ, નિયમો, નીતિ, અદાલતોને બાજુ પર મૂકીને આપી દીધી છે. જેની સામે લોકો લડી રહ્યાં છે. હવાઈ મથક મોટું કરવા માટે જમીલ ખોટી રીતે આપી દીધી છે. જે હવાઈ પટ્ટી માટે જમીન આપી છે તે હવાઈ પટ્ટી પર દેશ ભક્તિની સફળ ફિલ્મ પ્રાઈડ ઓફ ઈન્ડિયા બની હતી. હવે આ હવાઈ પટ્ટી જ શેઈમ ઓફ ઈન્ડિયા બની ગઈ છે. 5 વર્ષ પહેલાં અજય દેવગને ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ જ્યાં કર્યું હતું, તે માંડવી પાસેના કાઠડા ગામની જમીન પરની હવાઈપટ્ટી સામે ગામના…
કવિ: દિલીપ પટેલ
6 કલાકાના બદલે 3 કલાકમાં પહોંચી શકાશે 6 હજાર લોકોનું અનાજ પાકતુ બંધ થશે દિલીપ પટેલ અમદાવાદ, 3 ઓગસ્ટ 2024 Ahmedabad: આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 214 કિલોમીટર લાંબો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર રૂ. 10,534 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) મોડમાં વિકસાવવામાં આવશે. Ahmedabad એક કિલોમીટરે 6 હેક્ટર જમીનની જરૂર પડતી હોય છે. તે હિસાબે 1300 હેક્ટર ખેતીની જમીન આ માર્ગમાં સંપાદન કરીને ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવશે. 150 પુલ અને આરઓબી બનાવવા પડશે. મહેસાણા જિલ્લામાં 44 કિલોમીટરના માર્ગ માટે 40 ગામના 1900 ખેડૂતોની જમીન જશે. 214 કિલોમીટર હાઈવેમાં 160 ગામના 8થી 10 હજાર ખેડૂતો અને પડતની 1300 હેક્ટર જમીન…
અમદાવાદ, 3 ઓગસ્ટ 2024 Lung cancer: તમાકુનો ધુમાડો ફેફસાના કેન્સર માટે માનવામાં આવતો હતો પણ હવે 50 ટકા કારણ પ્રદૂષણ છે. 85 ટકા દર્દીઓમાં ધૂમ્રપાન કારણભૂત છે. ગુજરાતમાં 5 વર્ષમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલ જીસીઆરઆઈમાં 4660 દર્દીઓ ફેફસાના કેન્સરના નોંધાયા છે. ભારતમાં વર્ષે 8 હજાર અને ગુજરાતમાં વર્ષે 2 હજાર કેન્સરના દર્દી બને છે. જેમાં પુરુષો 82% અને મહિલાઓ 18% હોય છે. ફેફસાનું કેન્સર થયા પછી 10 ટકા લોકોના મોતથી બચે છે. Lung cancer જીસીઆરઆઈના દર્દીઓમાંથી ગુજરાતના 3290 તથા મધ્યપ્રદેશના 689 અને ઉત્તરપ્રદેશના 68 તેમજ બાકીના અન્ય રાજ્યોના છે. ગુજરાત કેન્સર સોસાયટીના અધ્યક્ષ પંકજ પટેલના મત પ્રમાણે ગુજરાત કેન્સર સોસાયટીએ 2023માં…
જૂનાગઢના યુવાનનું અપહરણ, હુમલાના કેસમાં બનાવના બે માસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી : પુરાવાના નાશની કલમનો ઉમેરો જૂનાગઢ, Gujarat: જૂનાગઢના યુવાનનું અપહરણ અને ખૂની હુમલાના કેસમાં ગોંડલના ગણેશ જાડેજા ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ સહિતના 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી તપાસ કરી હતી. જેમાં પુરાવાના નાશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. બે માસમાં તપાસ પૂર્ણ કર્યા બાદ પોલીસે 4500 પાનાનું આરોપનામું અદાલતમાં રજૂ કર્યું હતું. Gujarat જૂનાગઢ પોલીસે બે માસમાં આ કેસની તપાસ પૂર્ણ કરી છે. હથિયાર મળ્યું નથી. ફરિયાદમાં હથિયાર બતાવી નગ્ન કરી ધમકી આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આથી પુરાવાના નાશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. 29 મે 2024ના જૂનાગઢના દાતાર…
અમદાવાદમાં ફેક્ટરીને સીલ લગાવીને ખોલી નાંખવાનો કાળો કારોબાર અમદાવાદ, 2 ઓગસ્ટ 2024 Gujarat: પ્રદૂષણની સમસ્યા ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. 3 વર્ષમાં ગુજરાતના 189 ઉદ્યોગોને પ્રદૂષણ ફેલાવવા બદલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નોટિસ મળી છે. સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પ્રદુષિત પાણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ખાસ ટાસ્ક ફોર્સની રચના કરી છે. Gujarat છેલ્લા 3 વર્ષની સ્થિતિ જોવામાં આવે તો પ્રદૂષણ ફેલાવતા ઉધ્યોગો અંગેની ફરિયાદ 3 વર્ષમાં બમણી થઈ ગઈ છે. ગુજરાતમાં 2021-22માં કુલ 35 ફરિયાદ હતી અને તે હવે વધીને 68 થઈ છે. દેશમાં 2021-22માં 417, 2022-23માં 746 અને 2023-24માં 688 ફરિયાદ મળી છે. પ્રદુષિત પાણી છોડતા…
દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2024 India: સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન સમગ્ર દેશમાં 21મી પશુ વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર કરશે. તે ડેટાના આધારે 5 વર્ષનું આયોજન થશે. 2019માં 3 લાખ 40 હજાર ગૌવંશનો ઘટાડો થયો હતો. આ વખતે ગૌ વંશ ઘટે છે કે કેમ તે સવાલ છે. India વિચરતા પશુઓનો પ્રથમવાર વસ્તી ગણતરીમાં સમાવેશ કરાયો છે. 1919થી દર 5 વર્ષે પશુ વસ્તી ગણતરી થાય છે. 100 વર્ષથી સતત પશુની ગણતરી કરતો ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે. જેમાં તમામ પાળેલા પ્રાણીઓને આવરી લેવામાં આવે છે. આ વખતે વિચરતા પશુપાલકોના પશુઓ, રખડતા પશુઓ, કુતરા તથા પાંજરાપોળ, ગૌશાળા, સરકારી ફાર્મ અને ડેરી ફાર્મના…
રાજકોટ, અમદાવાદ, પાટણ, સુરત મળીને 10 નકલી હોસ્પિટલ હમણાં પકડાય છે ડિગ્રી વગરના ડોક્ટર દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2024 Gujarat: ગુજરાત મેડિકલ એસોશિયેશનમાં નોંધાયેલા સાચા તબીબ 33 હજાર છે. આયુર્વેદ તબીબ, હોમિયોપેથી અને યુનાની પદ્ધતિમાં નોંધાયેલા એટલા જ તબીબ છે. બીજી માન્ય ડીગ્રી મળીને ગુજરાતમાં 1 લાખ જેવા ડોક્ટર હોઈ શકે છે. તેની સામે તમામ પ્રકારની સારવાર પધ્ધતિના બનીબેઠેલા નકલી તબીબો 5 હજારથી ઓછા નથી. હવે સાચા અને ખોટા એમ બન્ને પ્રકારના તબીબો પ્રજાની લૂંટ ચલાવી રહ્યાં છે. Gujaratમાં હવે રૂ. 20 લાખ લાંચ આપીને પણ તબીબ બની શકવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે સરકાર અને મેડિકલ એશોસિએશનની જવાબદારી…
BJP ઘૂડખર અભયારણ્યના સર્રવે સેટલમેન્ટ અહેવાલમાં માત્ર 497 અગરીયાઓના હક્કોને માન્ય રાખ્યા છે. તેથી 7 હજાર અગરીયાયાઓ બેકાર બની જશે. આ અહેવાલ પર પુનર્વિચારણા કરવા અગરીયાયાઓ માંગ કરી રહ્યા છે. BJP ઉદ્યોગ વાભાગના સૂત્રો માની રહ્યા છે કે 5 લાખ હેક્ટર જમીન સોલાર અને પવન ઉર્જા માટે શ્રેષ્ઠ છે. તે જમીન પર કરોડો રૂપિયાના ઉદ્યોગો લાવી શકાય તેમ છે. ગુજરાત દેશના કુલ મીઠા ઉત્પાદનમાંથી 76% મીઠું પકવે છે. આ 76% ટકામાંથી 31% મીઠું કચ્છના નાના રણમાં પાકે છે. ચોમાસા બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને કચ્છ જિલ્લાના 6 તાલુકાનાં 107 ઉપરાંત ગામોના પરંપરાગત અગરીયાઓ કચ્છના નાના રણમાં જઈને વડાગરું…
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 Gujarat: 1 કરોડ વિદ્યાર્થીઓ ગુજરાતમાં છે. જેમાંથી ઓછામાં ઓછા 50 ટકા ટ્યુશન રાખતાં હોય તો પણ 50 લાખ વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસમાં જાય છે. એક ટ્યુશન ક્લાસમાં સરેરાશ 250 વિદ્યાર્થીઓ હોય છે. તે હિસાબે આખા ગુજરાતમાં 20 હજાર ટ્યુશન ક્લાસ છે. દિલ્હી ખાતે થયેલા કોચિંગ ક્લાસમાં ભોંયરામાં વિદ્યાર્થીઓ પાણી ભરાવાથી મોતને ભેટ્યા ત્યાંથી ક્લાસ અંગે Gujarat માં ચિંતા ઊભી થઈ છે. વિદ્યાર્થીઓની સંખ્યા 2024 માટે ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073 વિદ્યાર્થી હતા. ગુજરાત બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ સહિત…
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 Gujarat: રાજકોટ ગેમિંગ ઝોનમાં આગની ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ, ગુજરાત સરકારે કડક આગ સલામતી અને નિયમનકારી પગલાં લાધા નથી. હવે તમામ ઔદ્યોગિક વિસ્તારમાં ભાજપ સરકાર ખાનગી ફાયર બ્રિગેડ ઊભા કરવા ફરજ પાડી રહી છે. સાણંદ જીઆઇડીસીમાં આવું ખાનગી ફાયર બ્રિગેડ બનાવવા ફરજ પાડી છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા તાજેતરના આંકડાકીય અહેવાલ દર્શાવે છે કે ફાયર સર્વિસમાં મોટી ખામી છે. Gujarat માં 183 ફાયર સ્ટેશનો પર 1,447 અગ્નિશામકો તૈનાત છે, જ્યારે મંજૂર થયેલી વાસ્તવિક જરૂરિયાત 34,240 છે. આનો અર્થ એ થયો કે, મંજૂર થયેલી જગ્યા માટે રાજ્યમાં 32,793 અગ્નિશામકોની અછત છે. પણ વસતીની દ્રષ્ટિએ 250…