Gujarat: ગાયત્રી મંત્રથી ખેતીમાં ફાયદો લેતાં હોય એવા એક ખેડૂત છે. શિવનગરી પ્રભાસ પાટણથી થોડે દૂર તેમનું ગીરના જંગલની નજીક ખેતર છે. તેઓ એક એક આંબા પાસે જઈને ગાયત્રી મંત્ર બોલે છે. દરેક વૃક્ષ પાસે એક મંત્ર બોલે છે. તે પણ વર્ષમાં બે વખત તેઓ આવું કરે છે. વર્ષમાં બે વખત આદ્રા નક્ષત્રમાં અને મકર સંક્રાતિના દિવસે દરેક વૃક્ષ પાસે જઈને મંત્રનો વૈદિક ઉચ્ચાર કરે છે. તેના ખેતર અંદર 1400 આંબા છે. દરેક પાસે જઈને તેઓ આ મંત્રોચ્ચાર કરે છે. આખા ખેતરમાં મંત્ર ઉચ્ચરમાં આખો દિવસ પસાર થઈ જાય છે. મંત્ર તેઓ પોતે બોલે છે. જેમાં બીજા કોઈની મદદ લેતા…
કવિ: દિલીપ પટેલ
Gujarat: હવે કોંગ્રેસ નવા પક્ષ સાથે ગઠબંધનમાં આવી શકે છે 80 વર્ષના આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ ભારત આદિવાસી સેના નામનાં સંગઠનની સ્થાપના કરી છે. સંગઠનનાં હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરવામાં આવશે. ભારત આદિવાસી સેના સંગઠનની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી. ભારત આદિવાસી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવાને બનાવવામાં આવ્યા છે. આખા દેશમાં આ સંગઠનના હોદ્દેદારોની આગામી સમયમાં નિમણૂક કરવાના છે. બચુભાઈ માસ્ટર,અશ્વિન પટેલ,રોહિત નરેન્દ્ર, અંબાલાલ જાદવ હાજર હતા. ગુજરાતથી આદિવાસી વિસ્તારોને સ્વતંત્ર કરવા માટે ભિલિસ્તાન ટાઈગર સેનાની સ્થાપના વસાવાના પુત્રએ કરી હતી. જે સામાજિક સંગઠન હતું. ભિલિસ્તાનના પ્રમુખ મહેશ વસાવા હતા. મહેશની ભૂલોના કારણે રાજસ્થાનમાં ભારત આદિવાસી…
Politics: ચૂંટણીના મેદાનમાં ઉતરનારા પ્રત્યેક ઉમેદવારને એક વાતનું સૌથી શ્રેષ્ઠ ભાન રહેતું હોય છે કે મતદાતાઓને રીઝવવા તેઓને ગમે એવું બોલવાનું છે, તેઓને પોરસ ચઢે એવું બોલવાનું છે, તેઓને ના ગમે એવો એકપણ શબ્દ બોલવાનો નથી લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે અને 19 એપ્રિલથી 1 જૂન સુધીના સાત તબક્કામાં દેશના તમામ રાજ્યોમાં મતદાન યોજાશે અને 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આજથી 80 દિવસ માટે આચારસંહિતા પણ લાગુ પડી ગઇ છે. ચૂંટણીપંચે ચૂંટણીની જાહેરાત કરી તે સાથે જ દેશમાં લોકતંત્રના એક મહોત્સવનું વાતાવરણ ઉભું થઇ ગયું છે, હવે આ ચૂંટણીના મેદાનમાં ઝૂકાવનારા મૂરતિયાઓએ 40…
Gujarat:સાબરમતી નદીનું પ્રદુષણ દૂર કરવા રૂ. 400 કરોડનો નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન બનાવ્યો હતો. રૂ. 500 કરોડ ખર્ચ થઈ ગયું છતાં નદીનું પ્રદુષણ ઓછુ થયું નથી. હતુ તેનાથી વધી ગયુ છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતા ત્યારે 2011માં આ ખર્ચ ચૂક્યુ હતું. મોદીની સાબરમતી મેલી જ રહી છે. મોદી જે રીતે વારાણસીની ગંગા નદી શુધ્ધ કરવામાં નિષ્ફળ રહ્યા છે તેમ સાબરમતીને શુધ્ધ કરવામાં તેઓ ગંગા પ્લાન પહેલા નિષ્ફળ હતાં. 500 કરોડો રૂપિયા એળે ગયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના પાણી શુદ્ધિકરણ એસટીપી પ્લાન્ટ છે. પણ ગટર અને ઉદ્યોગો દ્વારા ટ્રીટ કરીને છોડવામાં આવતા પાણીમાં પ્રદુષણની માત્રા વધારે છે. રૂ. 444.44 કરોડના…
Gujarat: ગુજરાતમાં સૌથી વધારે સ્ટ્રોબેરી ડાંગ જિલ્લામાં પાકે છે. ડાંગ જિલ્લામાં 17 ગામમાં 9.78 હેક્ટરમાં ખેતરમાં ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યાં છે. હેક્ટર દીઠ 8થી 10 ટન થાય છે. ડાંગમાં 100 ટનથી વધારે ઉત્પાદન નથી. 2028માં 50 ખેડૂતોએ 23 હેક્ટરમાં સ્ટ્રોબેરીની ખેતી કરી હતી. 2022માં આહવા તાલુના નાની દભાસ અને મોટી દભાસ, બરમ્યાવડ , ગલકુંડ, બરડ પાણી, ભૂરા પાણી સહિત 100 ગામોમાં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી હતી. હવે ખેડૂતો વધ્યા છે. અહીં 25 વર્ષ પહેલાં એક ખેડૂતથી ખેતી શરૂ થઈ હતી. હવે પ્રાકૃતિક ખેતીથી પાકતી સ્વાદીષ્ટ સ્ટ્રોબેરી પાકે છે. જેની માંગ સતત વધી રહી છે. જાન્યુઆરી મહિનામાં શિયાળાના ફળોની રાણી…
PM Modi: તમિલનાડુનો દરેક વ્યક્તિ જાણે છે કે હિંદુ ધર્મમાં શક્તિ કોને કહેવાય છે. હવે તમિલનાડુએ નક્કી કર્યું છે કે 19 એપ્રિલે દરેક વોટ ભાજપ અને NDAને જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (માર્ચ 19) તમિલનાડુના સાલેમમાં એક જાહેર સભામાં રાહુલ ગાંધીની ‘શક્તિ’ ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિરોધ પક્ષના ‘ભારત ગઠબંધન’ વારંવાર , જાણીજોઈને હિંદુ ધર્મનું અપમાન કરે છે. તેના સહયોગી કોંગ્રેસ અને ડીએમકે હિંદુ ધર્મનું અપમાન કરવાનું વલણ ધરાવે છે. હિંદુ ધર્મ વિરુદ્ધ તે જે નિવેદન કરે છે તે ખૂબ જ સારી રીતે વિચાર્યું છે. વડાપ્રધાન મોદીએ ઈન્ડિયા એલાયન્સના સાથી પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે તમે જુઓ,…
BJP ભાજપને 2019ની ચૂંટણી પહેલાં બોન્ડના 3962.71 કરોડ રૂપિયા મળ્યા છે. બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો કે ભારતની ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી હતી. જે અમેરિકાની 2016ની ચૂંટણી કરતાં મોંઘી હતી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા હતા. હવે 2024ની ચૂંટણી પણ સૌથી વધારે ખર્ચાળ હશે. તેની પાછળનું કારણ ચૂંટણી બોંડ છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને કહ્યું હતું કે, ચૂંટણી બોન્ડના દાતાઓના નામ અને વિગતો રાખવા જરૂરી ન હોવાથી, પક્ષે આ વિગતો જાળવી રાખી નથી.’ પરિણામે, દાતાઓના નામ સૂચિબદ્ધ નથી, પરંતુ રિડીમ કરાયેલા બોન્ડ્સ છે. ભાજપને મળેલી કુલ રકમ કરોડ રૂપિયા 2017-18 – 210 2018-19 – 1451 2019-20 – 2555 2020-21 – 22…
Gujarat: ચૂંટણી બોન્ડ દ્વારા પૈસા ઓકાવવાનું ભેજુ ગુજરાત રાજ્યસભાના પૂર્વ સાંસદ અરૂણ જેટલી, હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ હોવાનું બહાર આવ્યું છે. કારણ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ડિસેમ્બર 2022માં બોન્ડના વેચાણ માટે દસ દિવસની ખાસ વિન્ડો ખોલવામાં આવી હતી. ટોરેન્ટ સહિતની અનેક કંપનીઓ ગુજરાતની છે જેમણે ચૂંટણી બોંડમાં ભરપુર પૈસા આપ્યા છે. દરોડો પડ્યા પછી ગુજરાતની 3 કંપનીઓએ કરોડો રૂપિયા બોન્ડમાં આપ્યા હતા. દેશના ત્રણ ડાબેરી પક્ષો – કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશન – એ ચૂંટણી પંચને જણાવ્યું કે તેમને ચૂંટણી બોન્ડ દ્વારા કોઈ પૈસા મળ્યા નથી.…
Gujarat: ગુજરાતમાં જળવાયુ પરિવર્તન ઝડપથી થઈ રહ્યું છે. ચોમાસામાં અને બીજી ઋતુઓ હવે પહેલા જેવી રહી નથી. ઋતુ પરિવર્તન ઝડપથી થઈ રહ્યું છે, એક સમયે જ્યાં કાયમ દુષ્કાળ રહેતો હતો એવા રાજકોટમાં બરફ પડી રહ્યો છે. ત્યારે, ખેતરના વાતાવણની શુધ્ધિ માટે અગ્નિહોત્ર હોમ ફાયદો કરતો હોવાનું કેટલાંક ખેડૂતો માને છે. ‘અગ્નિહોત્ર ખેતી’ ગુજરાતમાં થઈ રહી છે. અમૂક ખેડૂતો જ આ રીતે ખેતી કરીને પોતાનું અને દેશનું આરોગ્ય સુધારી રહ્યાં છે. જે ખેડૂતો સાત્વિક ખેતી કરે છે તેમાંથી કેટલાંક ખેડૂતો અગ્નિહોત્ર દ્વારા ખેતર શુદ્ધીથી ખેતી કરે છે. તેનાથી ખેડૂતો સમૃદ્ધી મેળવશે એવું ખેડૂતો માને છે. યજ્ઞ અને હવન દ્વારા ખેતી થાય…
Gujarat: દેશના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ 12 માર્ચે મીઠા સત્યાગ્રહની દાંડી યાત્રાના દિવસે સાબરમતી આશ્રમમાં જઈને ગાંધીજીની ઘણી વાતો કરી હતી. પણ તેમના જ રાજમાં ગાંધી ચિન્ધ્યા માર્ગે તેમના નેતાઓ ચાલવા માંગતા નથી. ભરૂચની લોકસભાની ચૂંટણીને અસર કરે એવી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 10 હજાર મતદારોને સીધી અસર કરે અને બીજા 2 લાખ મતદારોને જોડતી વાત છે. જે કામ અંગ્રેજોએ કર્યું હતું તે કામ ભગવા અંગ્રેજ ગણાતાં ગુજરાત ભાજપના નેતાો કરી રહ્યા છે. ભરૂચના હાંસોટ પાસે કતપોર ગામની 4572 એકર જમીન એશિયન સોલ્ટ પ્રા લી કંપનીને મીઠાઉધોગ માટે આપી દેવા માટે દબાણ થઈ રહ્યું છે. ધાર્મિક રીતે મહત્વ…