કવિ: Halima shaikh

ડભોઇ પાલિકા દ્વારા ફાયર સેફ્ટી સર્ટિ અને ફાયર NOC નહી લેનાર રાજકીય નેતાના પુત્રના કોમ્પલેક્ષ ખાતે આવેલી દુકાનો સીલ કરી દીધી હતી,અગાઉ ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા અને 2022માં ડભોઇ વિધાનસભામાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનાર બાલકૃષ્ણ પટેલના પુત્રના કોમ્પ્લેક્સની 36 જેટલી દુકાનોને પાલિકા અને ફાયર સેફટી વિભાગ વડોદરા દ્વારા સીલ કરવા કાર્યવાહી હાથ ધરાતા રાજકારણ ગરમાયુ હતું. ડભોઇ નગર પાલિકા દ્વારા ફાયર સેફટી વિભાગ અને પોલીસને સાથે રાખી ડેપો રોડ ઉપર કૌમૂદી સોસાયટી પાસે આવેલ અક્ષર ગોલ્ડ કોમ્પ્લેક્સ સામે ફાયર સેફટી સર્ટિફિકેટ ન લેતાં હાઇકોર્ટના આદેશ મુજબ આશરે 36 જેટલી દુકાનો સીલ કરવા કાર્યવાહી હાથ ધરાતાં સમગ્ર ડભોઈમાં ચકચાર ફેલાઈ હતી. હાઇકોર્ટના…

Read More

–મોડી રાત્રે અઢી કલાકે મન્સૂરી કબ્રસ્તાનમાં PCBએ ઓપરેશન પાર પાડ્યુ ; જુગારીઓમાં ફફડાટ વડોદરા પોલીસની પીસીબી શાખાની ટીમે મન્સૂરી કબ્રસ્તાન પાસે ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડતા જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. મધ્ય રાત્રીએ પોલીસે લાલ ટોપી ધારણ કરી ટપોરીઓ જેવો વેશપલટો કરી ગટરના ગંદા પાણીમાં સતત એક કલાક સુધી ઉભા રહી ઓપરેશન પાર પાડ્યું હતું. પીઆઇ એસ.ડી.રાતડાને મન્સૂરી કબ્રસ્તાન કાગડાની ચાલી પાછળ ગટરના ગંદા નાળા પાસે જુગાર ચાલતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ માટે તૈયારીઓ કરી હતી પણ આ જગ્યાએ પોલીસને જોઈ જુગારીઓ ગંદા નાળામાં કુદીને ભાગી જવાનો રસ્તો હોય દરોડો મુશ્કેલ જણાતો હતો. દરમિયાન પીએસઆઈ એસ.આર.પટેલ…

Read More

રાજ્યમાં ગેરકાયદે બાંધકામો કરનારા લોકો માટે ખુશ ખબર આવી રહી છે અને આવા અનઅધિકૃત બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે રાજ્ય સરકાર ફરી સુધારા વિધેયક લાવશે કારણકે તા.16 ફેબ્રુઆરીએ જ ઈમ્પેકટ ફી ભરવાનો સમય પૂર્ણ થઇ ગયો છે ત્યારે મુદ્દતમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ઇમ્પેક્ટ ફીની મુદત વધારવા રાજ્ય સરકારે કરેલા મહત્વના નિર્ણયમાં ઇમ્પેક્ટ ફી ભરવા વધુ ચાર મહિના મુદત લંબાવવાવામાં આવી છે. સરકાર દ્વારા આગામી વિધાનસભા ગૃહમાં વિધેયક બિલ રજૂ કરવામાં આવશે. અનઅધિકૃત બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે રાજ્ય સરકાર સુધારા વિધેયક લાવવાની વાતથી ગેરકાયદે બાંધકામો કરનારાઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. વિધાનસભા ગૃહમાં અનધિકૃત બાંધકામ નિયમિત કરવા અંગે સરકાર વિધેયક…

Read More

મુંબઈના ચેમ્બુરમાં લાઇવ મ્યુઝિક ઇવેન્ટ દરમિયાન ગાયક સોનુ નિગમ ઉપર શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકરના પુત્ર સ્વપ્નિલે હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ મથકે નોંધાઈ છે. ગાયક સોનુ નિગમે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, કોન્સર્ટ પછી હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો ત્યારે સ્વપ્નિલ પ્રકાશ ફટરપેકરે મને પકડ્યો પછી તેણે હરિ અને રબ્બાનીને ધક્કો માર્યો કે જે મને બચાવવા માટે આવ્યા હતા પછી હું સીડી પર પડી ગયો હતો આ લોકો બળજબરીથી સેલ્ફી લેવા અને ઝપાઝપી ઉપર ઉતર્યા હતા મેં આ મામલે ફરિયાદ નોંધાવી છે. સોનુ નિગમને ઇજાઓ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છેજ્યારે તેણે કહ્યું કે તે ઠીક છે. મોડી…

Read More

આજકાલ દેખાદેખીમાં લગ્નમાં લાખ્ખો રૂપિયાના ખોટા ખર્ચ થઈ રહયા છે ત્યારે આવા ખર્ચ બંધ કરવા સહિત સમાજને વ્યસન મુક્ત કરવા પાટીદાર સમાજે એક સુરે નિર્ણય કર્યો છે. મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યુવાનો વ્યસન મુક્તિ બને તેમજ લગ્નમાં બિનજરૂરી ખર્ચ તાત્કાલિક બંધ કરવા માટે નિર્ણય લેવાયો છે. આ માટે ગામેગામ છેવાડાના પરિવારોને સંકલીત કરીને કમિટીની રચના કરવામાં આવશે. આત્મચિંતન શિબિરમાં 36 સમાજના કુલ 125 અગ્રણીઓ હાજર રહયા હતાં. નડિયાદ પીપલગ ચોકડી સ્થિત પ્રમુખ સ્વામી સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે મળેલી શિબિરમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજમાં લગ્ન દરમિયાન કાઢવામાં આવતા વરઘોડામાં દેખાદેખી વધેલા વ્યસનના દુષણને ખતમ કરવા વરઘોડોજ નહિ કાઢવા…

Read More

ઉનાળાની શરૂઆત સાથેજ બીલીમોરા વધઇ નેરોગેજ ટ્રેનના એસી વિસ્ટાડોમ કોચના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ કોચને એસી ચેર કાર ટુરિસ્ટ કોચ જાહેર કરવામાં આવતા આ એસી ડબ્બાનું ભાડું ઘટીને 265 રૂપિયા થઈ ગયું છે. જેથી ઉનાળાની ગરમીમાં સ્થાનિક મુસાફરો, વેપારીઓ અને દૂર-દૂરથી ટ્રેનની સફર માટે આવતા પ્રવાસી મુસાફરો ઓછા ભાડામાં એસી સફરનો આનંદ માણી શકશે અગાઉ આ કોચનું ભાડું રૂ.610 હતું જે વધારે હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નેરોગેજ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચની શરૂઆત થઈ ત્યારે નક્કી કરાયેલા રૂ.610 ભાડાને લઈને ડાંગ ભાજપના ધારસભ્ય, જિલ્લા આગેવાનો વેપારીઓએ એસી ડબ્બાના ભાડામાં ધટાડો થાય એ માટેની માંગ કરી હતી જે બાદ…

Read More

નવસારી નજીક આવેલા બીલીમોરાના દેવસર માર્કેટ રોડ પર આવેલ હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં 15 દિવસ અગાઉ એમોનિયા ગેસ ગળતર થતાં તંત્રએ ફેક્ટરીને સીલ મારી દીધા બાદ સીલ કરેલી આ ફેક્ટરીમાં ફરી ગેસ ગળતર  થતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. વિગતો મુજબ 15 દિવસ અગાઉ દેવસરની હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ રિટર્ન વાલ્વમાંથી લીકેજ થતા આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ગળતરને હાલ સમારકામ કરી દેવામાં આવ્યા બાદ ફરી ગેસ ગળતર થતા મામલતદાર અને સરપંચ સહિત ફાયર ટીમ ઘટનાસ્થળે ધસી ગયા હતા. મોડી રાત્રે ફેક્ટરી બંધ હોવા છતાં તાપમાનની અસરના કારણે એમોનિયા ગેસનું ગળતર રિટર્ન વાલ્વમાંથી શરૂ થતા આસપાસનાવિસ્તારમાં રહેતા લોકોમાં…

Read More

વડોદરામાં રહેતો શાહ પરિવાર અમદાવાદ એરપોર્ટ ઉપર હરિદ્વાર જવા ફ્લાઈટની રાહ જોતો હતો અને સોસાયટીમાં રહેતા પડોશીનો ફોન આવ્યો કે તમારા ઘરમાં ચોરી થઇ છે અને હાંફળા ફાફળા પરત ફરતા જોયુતો તસ્કરો ઘર સાફ કરી ગયા હતા. વિગતો મુજબ પંકજકુમાર કાળીદાસ શાહ (રે.જલારામ સોસાયટી, ટયુબ કંપની સામે, જૂના પાદરા રોડ) પાદરા ખાતેની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમના પત્ની પણ પાદરા તાલુકાના સાંગ્મા ખાતે શિક્ષક તરીકે નોકરી કરે છે. પંકજ શાહ પરિવાર સાથે હરિદ્વાર જવા માટે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા કારણકે 20મી ફેબ્રુઆરીએ ફ્લાઈટ હતી જોકે,ફ્લાઈટમાં બેસે તે પહેલાં સવારે તેમના પડોશી મોહનભાઈ ચુનીલાલ પરમાર (…

Read More

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા ઓપી કોહલીનું 87 વર્ષની વયે નિધન થયું છે. દિલ્હીના નોઈડા સ્થિત હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને સોમવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આજે મંગળવારે બપોરે 12 કલાકે દિલ્હીના નિગમ બોઘ ઘાટ પર સદગતના અંતિમ સંસ્કાર કરવામા આવનાર છે આ માહિતી ઓપી કોહલીના પૌત્રી કર્નિકાએ સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરીને આપી છે. ઓમપ્રકાશ કોહલીના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા ટ્વિટર પર સ્વ.ઓમપ્રકાશ કોહલીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઓમ પ્રકાશ કોહલીનો જન્મ…

Read More

આજકાલ મોટી હોસ્પિટલમાં પણ ઝોલાછાપ ડોક્ટર ઘૂસી ગયા છે જેઓ માનવ જિંદગી સાથે ચેડાં કરી રહયા છે દિલ્હીની લોકનાયક જયપ્રકાશ (LNJP) હોસ્પિટલમાં આવાજ ઝોલા છાપ ડોકટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. આવા ડોકટર અને તેના સ્ટાફે નવજાત બાળકીને મૃત માની બોક્સમાં પેક કરી પરિવારને સોંપી દીધી અને અઢી કલાક બોક્સમાં રહયા બાદ જ્યારે પરિવારે બોક્સ ખોલ્યું તો બાળકી જીવતી હતી આ જોઈ બાળકીના પરિવારે ઝોલા છાપ ડોકટર અને તેની ટીમ સામે આક્રોશ ઠાલવી રોષ વ્યકત કર્યો હતો. દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં એક મહિલાની ડિલિવરી થઈ હતી. મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો, જેને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી, ત્યારબાદ તેને…

Read More