કવિ: Halima shaikh

આજકાલ ઓન લાઇન વર્ચ્યુઅલ ફ્રોડ કેસ વધી રહયા છે અને અદ્રશ્ય લૂંટારાઓ લૂંટ ચલાવી રહયા છે,હેકર્સ અને સ્કેમર્સ નકલી વેબસાઇટ્સ બનાવી લોકોને લૂંટી રહયા છે, ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી કેટલીક ફેક પાસપોર્ટ બનાવનારી વેબસાઇટ મળી જશે આ નકલી વેબસાઇટ્સ અને એપ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા, અપોઈંટમેંટ શેડ્યૂલ કરવી અને અન્ય સેવાઓ સહિત સેવાઓનો દાવો કરે છે પરંતુ આ સત્ય નથી કારણકે આવી વેબ સાઇટ અને એપ સંપૂર્ણ રીતે નકલી છે. ભારત સરકારે પાસપોર્ટ સર્વિસ આપવાનો દાવો કરનારી નકલી વેબસાઇટ્સ અને એપના વિરુદ્ધ યુઝર્સને ચેતવ્યા છે અને કહ્યુ કે આવી નકલી વેબસાઈટ થી સાવધાન થઈ જાઓ નહીતો તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ…

Read More

–ઓથોરિટીના અધિકારીઓ ગામના ખેડુતોને માનસિક ત્રાસ આપે છે, દાદાગીરી કરે છે, ગેરકાયદેસર રીતે ખેતરમાં પ્રવેશી ખેતીના પાકનુ નુકશાન કરી પોલીસ ની ધમકી આપતા હોવાનો ખેડૂત આગેવાન બાલુભાઈ પ્રજાપતિનો આક્ષેપ વાગરા તાલુકાના અટાલી ગામના ખેડુતો દ્વારા દહેજ વિસ્તારની PCPSIR માં આવતી નગર રચના યોજના ના અધિકારીઓ વિરુદ્ધ ભરૂચ જીલ્લા સમાહર્તા ને આવેદનપત્ર પાઠવી પોતાને અપાતા ત્રાસ અંગે રજૂઆતો કરી હતી. આઆવેદન પત્રમાં ખેડુતોએ જણાવ્યું હતું કે અમારા અટાલી ગામના ખેડુતોએ રૂપિયા ૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરી સરકારમાં રજુઆત કરેલ હતી કે “ ખેડુતોને પાયમાલ કરનાર આવી યોજનામાં અમો ખેડુતો અમારી જમીન જાન ના ભોગે પણ આપીશું નહીં “. અમો…

Read More

–શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આઠમી મે ના રોજ યોજાનાર સાતમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં ૩૫ થી ૪૦ હજાર લોકો ઉપસ્થિત રહેશે આ અંગે સંસ્થાના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પત્રકાર પરિષદ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અંગે વિગતવાર માહિતીઓ આપવામાં આવી હતી સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ યુગલોને ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરુ તેમજ સાત ફેરા સમૂહ લગ્નના યોજનાનો લાભ આપવામાં આવે છે તેમજ દિવ્યાંગ યુગલોને ગુજરાત સરકાર દ્વારા વિશેષ લાભો આપવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ નાણામંત્રી…

Read More

આજકાલ ભારત કરતા વિદેશમાં ખુબજ પૈસા કમાવાના મળે છે તેવી હવા ઉભી કરી કેટલીક ફ્રોડ કંપનીઓ વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી યુવકોને ફસાવી પૈસા પડાવી રહી હોવાના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહયા છે ત્યારે જૂનાગઢના યુવક કે જે પૈસા કમાવાની લાલચ આપી મ્યાનમાર બોલાવી 24 દિવસ સુધી ત્રાસ આપી પૈસા પડાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મ્યાનમારની કંપનીએ યુવકને ગ્રાહકો શોધવા માટે ટાર્ગેટ આપ્યો હતો જો પુરો ન થાય તો ઝાડ પર લટકાવી 5-5 દિવસ ભૂખ્યો રાખી માર મારવામાં આવતો હતો અને પરત ભારત જવા કંપનીએ 7 હજાર ડોલરની માગ કરી હતી. જેથી પરિવારજનોએ જેમ-તેમ કરીને પૈસા ભેગા કરીને યુવકને…

Read More

રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર એક પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાના કેસ પ્રકરણમાં વળાંક આવ્યો છે અને દુષ્કર્મનો ભોગ બનનારી મહિલાએ ઈસ્માઈલ મલેક અને ઉચ્ચ પોલીસ અધિકારીની ઓળખ આપનારે જ પોતાના ઉપર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્યું કે ચાંદખેડાના બંગ્લોઝમાં જ તેની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મહિલાની ફરિયાદને પગલે ભારે ચકચાર જગાવી છે, પોલીસે આઈપીસી કમલ 376, 365, 366 અને 34 હેઠળ ગુનો નોંધી આ પ્રકરણમાં તપાસ શરૂ કરી છે.

Read More

સૂરતથી લઈ અંકલેશ્વર સુધીના વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરી કરી પોલીસને પડકાર ફેકનાર આરોપીને આખરે સુરતક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. મુળ યુપીનો અને હાલ ડીંડોલીના ભેસ્તાન આવાસ ખાતે રહેતો રામસુરત રતીપાલ યાદવે અંકલેશ્વરમાં 4 અને સુરતમાં 38 વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ભેસ્તાન આવાસ ઓવરબ્રીજ નજીકથી આરોપી રામસુરત રતીપાલ યાદવને ઝડપી પાડી તપાસ કરતા તેણે અંકલેશ્વર શહેર અને તાલુકા પોલીસ મથકની હદમાં તેના સાગરીત નરપતસિંહ ચારણ સાથે મળી વીજ ટ્રાન્સફોર્મરની રેકી કરી રાત્રીના સમયે વીજ ટ્રાન્સફોર્મર ને તોડી તેમાંથી કોપર કાઢી લઈ અન્ય ભંગારવાળા ને ઉંચા ભાવે વેચી મારતા હોવાનું ખુલવા…

Read More

રાજ્યમાં ફેબ્રુઆરીમાં જ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરાવમાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના ગરમ પવનો ફૂંકાતા ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી આસપાસ છે ત્યારે હવે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરાઈ છે. અમદાવાદ – ડીસાનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી અને ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડીગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Read More

સુરતમાં રહેતા પરપ્રાંતીય યુવકને વતનમાં જવા માટે રેલવેમાં ટીકીટ નહી મળતા તેણે કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનો કરૂણ બનાવ નોંધાયો છે. વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાનો વતની અને સુરતમાં પુણાગામ સરદાર પોલીસ ચોકી પાસે રાજીવનગરમાં રહેતો અને લુમસના કારખાનામાં કામ કરતો 35 વર્ષીય નિલેશકુમાર રામઆશરે પ્રજાપતિ નામનો યુવાન જ્યારે બિમાર થાય એટલે તેના વતન જતો રહેતો હતો. હાલમાં પણ નિલેશ બિમાર હોવાથી તેને વતન જવું હતું પણ વેઈટીંગ વધુ હોવાથી તેને કન્ફર્મ ટિકિટ મળતી ન હતી. મૃતકના ભાઈ રમેશકુમારે જણાવ્યું હતું કે, તાપ્તીગંગા એક્સપ્રેસ અને દાનાપુર એક્સપ્રેસની ટિકિટ કાઢી હતી. પરંતુ બંનેમાં 100થી વધુનું વેઇટિંગ હતું,પરંતુ ટિકિટ કન્ફર્મ ન…

Read More

રાજ્યમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે ત્યારે કાળઝાળ ગરમીમાં અનેક પક્ષીઓ પાણી પીધા વગર મોતને ભેટતા હોય છે આવા સમયે નવસારીમાં જૈન અગ્રણીઓ અને જીવદયાપ્રેમીઓના સંયુક્ત સહકારથી પક્ષીઓ માટે ચબૂતરો બનાવવા જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે જ્યાં પાણી અને દાણાના ચણ માટે વ્યવસ્થા ઉભી કરવમાં આવશે સાથેજ હાલ પાણી પીવા માટે પણ પાઉચ કે બોટલ લેવી હોયતો પણ પૈસા ચૂકવવા પડતા હોય અનેક લાભાર્થી મફત પાણી પી શકે તે માટે પરબ બનાવવાનું કામ પણ ચાલુ કરવામાં આવ્યું છે. ચબુતરામાં અબોલ પક્ષીઓને ચણ અને પાણીની સગવડ પણ કરવામાં આવી છે. નવસારી શહેરમાં જૈન સમાજના શ્રેષ્ઠીઓએ શ્રીઆશાપુરી માતાજીના મંદિર પાસે,…

Read More

દક્ષિણ ગુજરાતમાં તેના નિર્ધારિત સમય કરતાં વહેલી ગરમી ચાલુ થઈ જતા કેરી ખરવાની શરૂઆત થઈ જતા કેરીના પાકના ઉતારા ઉપર અસર થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. નવસારી જિલ્લામાં લગભગ 35 હજાર હેકટર જમીનમાં કેરીનો પાક લેવામાં આવે છે આ પાક ઉપર શિયાળાની ઠંડી બાદ ગરમીની પણ અસર થાય છે. આ બન્નેની કેરીના પાકના સમય ઉપરાંત જથ્થા ઉપર પણ અસર થાય છે. કેરીના પ્રથમ ફાલમાં જે કેરીમાં ગોટલી આવી નથી ત્યાંજ તાપમાન વધતા કેરીનું ખરણ શરૂ થયું છે અને વધુ થઈ શકે છે. બે સમયના તાપમાનનો ગેપ 23 ડિગ્રી હાલ મળસ્કેના લઘુત્તમ તાપમાન અને બપોરના મહત્તમ તાપમાન વચ્ચેનો ગેપ પણ…

Read More