ભારતમાં પ્રથમવાર લિથિયમ ખનિજનો ભંડાર મળી આવતા ઇલેક્ટ્રીક વ્હિકલ અને મોબાઇલ ફોનની બેટરી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે દેશમાં પહેલીવાર લિથિયમનો ભંડાર જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાંથી મળ્યો છે, અહીંથી 59 લાખ ટન લિથિયમ મેટલનો ભંડાર મળી આવતા હવે ઈલેક્ટ્રિક વ્હીકલ અને મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને મોટો ફાયદો થશે. નવા જમાનામાં હવે ઇલેક્ટ્રિક વ્હિકલના મેન્યુફેક્ચરિંગ મામલે અન્ય દેશો હરણફાળ ભરી રહયા છે ત્યારે હવે ભારતમાં પણ માસ્ટર પ્લાન તૈયાર થઈ શકશે. મહત્વનું છે કે લિથિયમ ખનિજનો ઉપયોગ ઇલેક્ટ્રિક વ્હીકલ અને મોબાઇલ ફોન જેવા ઉપકરણો માટેની બેટરી બનાવવા માટે થાય છે અને ભારતમાં બેટરી બનાવવા માટે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના જેવા દેશોમાંથી…
કવિ: Halima shaikh
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મદદ કરવાનો અને સત્તામાં આવ્યા પછી વાસ્તવિક મુદ્દાઓ વિશે વાત ન કરીને લોકશાહીનો નાશ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં એક રેલીને સંબોધતા ખડગેએ કહ્યું, ‘2019માં અદાણીની સંપત્તિ 1 લાખ કરોડ રૂપિયા હતી. અઢી વર્ષમાં તેમની સંપત્તિ વધીને 13 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. આ એ જ (ગૌતમ) અદાણી હતા જેની ફ્લાઈટમાં મોદી શપથ લેવા આવ્યા હતા. એવી કઈ જાદુઈ છડી છે જેણે તેની સંપત્તિમાં અનેકગણો વધારો કર્યો? આવું એટલા માટે થયું કારણ કે મોદીએ પોતાના મિત્રને જનતાના પૈસાથી ફંડ આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે,…
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે સેવન એક્સ BDMA હોલમાં બજેટ ઉપર ચર્ચાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બજેટ પે ચર્ચા કાર્યકમમાં વક્તા તરીકે આર્થિક સેલ પ્રદેશ સંયોજક પ્રેરક શાહે વિસ્તુત સમજ આપી હતી. કોરોના અને મહામારી બાદના વર્ષોમાં હાલ એશિયા, યુરોપના દેશો અમેરિકા, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સ્પેન, બ્રિટનમાં અર્થતંત્ર કથળ્યુ છે ત્યારે એક માત્ર ભારત જ એવો દેશ છે જ્યાં સ્થિતિ સામાન્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત વિશ્વને રાહ ચીંધી રહ્યું છે. કોરોના અને ત્યારબાદના કેન્દ્રના તમામ બજેટ તમામ વર્ગ અને વિભાગોને આવરી લઈ સમતોલ રૂપે દેશના વિકાસમાં પોષક બને તેમ રજૂ કરાયા છે. હાલમાં પણ રજૂ થયેલા…
ગોંડલમાં શ્રી ખોડિયાર માતાજી અને શ્રી મેલડી માતાજીના આંગણે સોમવારે ભવ્ય પાટોત્સવ ઉજવાશે જેમાં દર્શન અને પ્રસાદનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગોંડલમાં શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી મેલડી માતાજી મંદિરના આંગણે પ્રથમ વાર્ષિક પાટોત્સવનું આયોજન આવતીકાલે સોમવાર તા. 13/02/2023ના રોજ હોય સૌ ભાવિકોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાંજે 7 કલાકે મહાપ્રસાદ લેવા સર્વે ભક્તોને જેતપુર રોડ, સાંઢીયા પુલ પાસે વૃંદાવન-3માં આવેલ આઇ માં ચેરીટેબલ ટ્રસ્ટ – ગોંડલ ખોડીયાર મંદિરે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ તકે યજ્ઞના આચાર્યપદે શાસ્ત્રી મિલન અદા પંડ્યા બિરાજી સંપૂર્ણ ધાર્મિક વિધી દ્વારા યજ્ઞ મહોત્સવ સંપન્ન કરાવશે. દાંડિયા રાસ તા.…
રાજ્યમાં નવા સત્રથી ભાર વિનાનું ભણતર અમલમાં લાવવા વાલીઓ દ્વારા રજૂઆત થઈ છે,રાજ્યમાં હવે 2022-23ના શરૂ થનારા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન KGથી ધોરણ 8 સુધીના બાળકોને સ્કૂલ બેગનું વજન કાયદા મુજબ લઈ જવા ગાઈડલાઈન જાહેર કરવા વાલીમંડળે માગ કરી છે. વાલીમંડળનું કહેવું છે કે, નાના બાળકો ઉંચકી શકે તેના કરતાં બેગનું વજન વધારે હોય છે તેથી ભાર વિનાનું ભણતર જરૂરી છે. ઓલ ગુજરાત વાલીમંડળે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં 2023ના વર્ષનો GR શિક્ષણ વિભાગ દ્વારા જાહર કરવામાં આવે. જેમાં KGથી ધોરણ 8 સુધીના તમામ બોર્ડના વિદ્યાર્થીની સ્કૂલ બેગનું વજન સરકારના કાયદા મુજબ હોવું જોઈએ. જેથી…
દેશના મોટાભાગના એરપોર્ટ ખોટનો સામનો કરી રહયા છે જેમાં કચ્છના ભુજ અને કંડલા એરપોર્ટ પણ સામેલ છે. ભુજ એરપોર્ટ ઘણા સમયથી કરોડોની ખોટ કરી રહ્યું છે,હવે કંડલા એરપોર્ટ પણ ખોટમાં ચાલી રહ્યું છે. રાજ્ય સભામાં સરકારે દેશભરના રજૂ કરેલા એરપોર્ટના આંકડામાં ભુજ એરપોર્ટ પાંચ વર્ષમાં સતત દર વર્ષે નુકસાનીનો સામનો કરી કુલ રૂા. 30.58 કરોડની ખોટ કરી હતી. તો કંડલા એરપોર્ટે વર્ષ 2020-21માં નફો કર્યા બાદ બાકીના 4 વર્ષ નુકસાની સાથે કુલ17.96 કરોડની ખોટ કરી હતી. એક સમયે મુંબઇની દૈનિક ત્રણ ફ્લાઇટથી ભુજ એરપોર્ટ ધમધમતુ હતું. પરંતુ હાલ મુંબઇની દૈનિક એક ફ્લાઇટ છે. તો અઠવાડિયામાં પાંચ દિવસ વાયા અમદાવાદ થઇ…
ભાવનગરના પીરછલ્લા વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગતા જોત જોતામાંમાં આસપાસની દુકાનોમાં આગ પ્રસરતા આઠથી દશ દુકાનોમાં આગની ઝપેટમાં આવી જતા દુકાનોમાં રહેલો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આજરોજ વહેલી સવારે ભાવનગર શહેરના પીરછલ્લા શેરીમાં ખાતેની સંઘવી ચેમ્બરમાં આવેલી 10 દુકાનોમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી. આ ઘટના અંગે ફાયરવિભાગ ને જાણ થતાં સ્થળ ઉપર દોડી આવેલી 4 ગાડી સાથેના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ પર માંડ માંડ કાબુ મેળવ્યો હતો. જે દુકાનોમાં આગ લાગી હતી તે પૈકી ની આલ્ફા હોઝિયરી અને તમન્ના ફેશન વેર બંને દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું હતું જ્યારે વિરાજ જેવલર્સ, વેરી નાઈસ સહિતની…
સુરત શહેરના વેસુ ખાતે ખેલ ઘર સ્પોર્ટસ અરેનાનો મંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ થયો હતો. અહીં ક્રિકેટ અને બેડમિન્ટન તેમજ અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળશે. ખેલાડીઓ માટે અહીં એક મલ્ટી સ્પોર્ટ્સ ફેસીલીટી છે આર્ટિફિશિયલ ગ્રાસ ટર્ફ છે તથા ફૂટબોલ ક્રિકેટ અને અન્ય ગ્રાઉન્ડની રમત રમી શકાય છે. આંતરરાષ્ટ્રીય લેવલના 6 બેટમિન્ટન કોર્ટ બનાવવામાં આવ્યા છે. આજરોજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્થળે સ્પોર્ટ્સ રમતના તમામ સાધનો મૂકવામાં આવ્યા છે. જેના થકી અંતરાષ્ટ્રીય રમતમાં સુરતના ખેલાડીઓ તૈયાર થઈ શકશે. સુરતમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય લેવલ સુધી સુરતના ખેલાડીઓ જઈ…
સુરતમાં હવે ટ્રાફિક પોલીસ દ્વારા વન નેશન વન ચલણનો અમલ શરુ થઈ ગયો છે અને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી મેમો આપવાનું કામ શરૂ થઈ ગયું છે. વાહન ચાલક અને પોલીસ વચ્ચે ટ્રાફિકના નિયમના ઉલ્લંધન વખતે જ્યારે મેમો ફટકારવામાં આવે છે ત્યારે ઘર્ષણ કે બોલાચાલી થાય છે અને લોકો એકઠા થાય છે તેમજ તમાશો ઉભો થતો હોય છે પરંતુ હવે સુરતમાં વાહન ચાલકોને સીધા ઈ-મેમો ચલણ અપાશે,જેમાં વન નેશન વન ચલણનો અમલ સુરત શહેરમાં શરુ થઇ ગયો છે અને ટ્રાફિકના નિયમનો ભંગ કરાશે તો ઈ મેમાની જાણ સીધા એસ.એમ.એસ.દ્વારા થઈ જશે. આ અંગે માહિતી આપતા સુરત શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ મીડિયાને…
મૌલાના મદનીએ કહ્યું હતું કે હિન્દુ અને મુસલમાનના પૂર્વજો એક સમાન જ છે. મદનીએ કહ્યું- તમારા પૂર્વજો હિન્દુ ન હતા, તેઓ મનુ હતા, એટલે કે આદમ. તેમના નિવેદનના વિરોધમાં અધિવેશનમાં પધારેલા વિવિધ ધર્મગુરુઓ સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા. દિલ્હીના રામલીલા મેદાનમાં જમીયત ઉલેમા-એ-હિન્દના 34માં અધિવેશનના અંતિમ દિવસે મૌલાના મદનીએ કહ્યું- મેં પૂછ્યું કે જ્યારે કોઈ નહોતું. ત્યારે ત્યાં ન તો શ્રી રામ હતા, ન બ્રહ્મા હતા, ન તો શિવ હતા, જ્યારે કોઈ નહોતું ત્યારે મનુ કોની પૂજા કરતા હતા? કેટલાક કહે છે કે તેઓ શિવની પૂજા કરતા હતા. બહુ ઓછા લોકો કહે છે કે મનુ ઓમની પૂજા કરતા હતા. ઓમ…