વડોદરાના વરણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી હોટલ પર ગેરકાયદે ગન રાખી નોકરી કરતા સિક્યોરિટી ગાર્ડને SOGએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતો મુજબ વડોદરા નેશનલ હાઇવે પર આવેલી હોટલ હાઇવે ઇટ્સમાં ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના શિકોહા તાલુકાના નગલા જોરનો રહેવાસી પુરનસિંહ યાદવ ગેરકાયદે રીતે ગન રાખી નોકરી કરતો હોવાની મળેલી બાતમીના આધારે SOGની ટીમે સ્થળ ઉપર જઈ તપાસ કરતા તેની પાસેથી ડબલ બેરલ બાર બોરની ગન તથા 9 નંગ કારતૂસ મળી આવ્યા હતા. આરોપી પુરનસિંહ યાદવ પાસે આ હથિયારનું લાયન્સ માંગતા તેની પાસે ઉત્તરપ્રદેશ તથા રાજસ્થાનની હદમાં જ આ ગન વાપરવાનો પરવાનો હતો પણ…
કવિ: Halima shaikh
ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની ઉપાડ ખેંચવાનો સીલસીલો અવિરત ચાલુ રહ્યો છે. અહેવાલો અનુસાર, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs) એ ફેબ્રુઆરીમાં આ મહિને અત્યાર સુધીમાં રૂ. 9600 કરોડથી વધુ રકમ ઉપાડી લીધી છે. નિષ્ણાતો કહે છે કે અન્ય ઊભરતાં બજારોની સરખામણીમાં ભારતીય ઇક્વિટી માર્કેટના ઊંચા મૂલ્યાંકનને જોતાં વિદેશી રોકાણકારો રકમ પાછા ખેંચી રહ્યા છે. ડેટા અનુસાર, FPIએ જાન્યુઆરીમાં પણ રૂ. 28,852 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો જે છેલ્લા સાત મહિનામાં આ સૌથી વધુ ઉપાડ હતો. તે જ સમયે, 1 થી 10 ફેબ્રુઆરી વચ્ચે, ભારતીય શેરબજારમાંથી 9,672 કરોડ રૂપિયાનો ઉપાડ કરવામાં આવ્યો છે. વિદેશી રોકાણકારોએ ડિસેમ્બર 2022માં રૂ. 11,119 કરોડ અને નવેમ્બરમાં રૂ.…
તુર્કીમાં આવેલા ભૂકંપે વિશ્વભરમાં ભારે ચર્ચા જગાવી છે અને તારાજી જોઈને લોકો ફફડી ઉઠ્યા છે ત્યારે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં પણ તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના ભેદી આંચકા આવી રહયા છે. કચ્છમાં આંચકા આવ્યા બાદ સુરતમાં 3.8ની તીવ્રતા નો ભૂકંપ આવવાની ઘટના બાદ મોડી રાત્રે 2.45 વાગ્યે ફરી તલાલામાં ભૂકંપના આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે. ગીર સોમનાથમાં તલાલામાં આવેલ આ ભૂકંપના આંચકો 2.3 ની તીવ્રતાનો હોવાનું અને તેનું ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાના ગામ્ય વિસ્તારથી દુર હોવાનું નોંધાયું છે. સુરત અને ત્યાર બાદ દુધઈમાં ભૂકંપના આંચકા આવ્યા બાદ ફરી આજે ગીર સોમનાથ, તલાલામાં ભૂકંપનો આંચકો…
રાજકોટમાં સ્વામિનારાયણ ચોકમાં ગઈકાલે પાંચ કાર રસ્તા વચ્ચે ઊભી રાખી રોડ બ્લોક કરી દઈ જાહેરમાં શીન સપાટા કરી બર્થડે સેલિબ્રેશન કરવાના પ્રકરણમાં પોલીસે આ રીતે બર્થડે નહિ મનાવવા જણાવતા વિશાલ ભીખા જોશી અને તેના ભાઈ ઇશાને પોલીસ સાથે ઘર્ષણ કરતા બાદમાં વધુ પોલીસ ટુકડી આવી જતાં મચેલી ભાગદોડ બાદ આ બનાવમાં 9 પૈકી 4ની ધરપકડ કરાઈ છે જ્યારે 5 શખસની શોધખોળ ચાલુ છે. વિગતો મુજબ રાજકોટના વિશાલ ભીખા જોશીનો ગઈકાલે બર્થડે હતો. આથી પરિવારજનો અને મિત્રો બર્થડે સેલિબ્રેટ કરવા 5 કાર લઈને સ્વામિનારાયણ ચોકમાં આવ્યા હતા. બાદમાં પાંચેય કાર રસ્તા વચ્ચે રાખી બોનેટ પર 6 જેટલી કેક રાખી હતી. બાદમાં…
સુરતમાં શાકભાજીના કેરેટમાં સંતાડીને થઈ રહેલી દારૂની હેરાફેરી સુરત ક્રાઈમની ટીમે બાતમીના આધારે પકડી પાડી છે. શાકભાજી ના ટેમ્પોમાં તપાસ નહિ થતી હોવાથી જાહેરમાં પણ આસાનીથી દારૂ લઈ જવાતો હોય બુટલેગરો એ આ કીમિયો અજમાવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે જહાંગીરપુરા રાંદેર રોડ પાસે આવેલા રાજગ્રીન હાઈટ પાસેથી એક ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા શાકભાજીના કેરેટની આડમાં સંતાડેલો 2.7 લાખની કિમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની હેરાફેરી કરનાર ટેમ્પો ચાલક આસિફ નાદર શા (ફકીર) (ઉ.22) અને ક્લીનર કિશોર ઉર્ફે કે.સી. મોહનભાઈ પરમાર (ઉ.23)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે 2.74 લાખની કિમતનો દારૂનો જથ્થો 5,500ની કિમંતના…
વડાપ્રધાન આજે રાજસ્થાનના દૌસામાં 18,100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારા રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગ આજે જનતાને સમર્પિત કરવામાં આવશે. વડા પ્રધાન આજે તા.12 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યે દૌસા પહોંચશે અને 18,100 કરોડ રૂપિયાથી વધુના રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. નવા ભારતમાં વિકાસ, પ્રગતિ અને કનેક્ટિવિટીમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન ભાર મૂકી રહયા છે. તેઓએ કહ્યું કે દેશમાં ઉત્તમ રોડ માળખાકીય સુવિધાઓ ઊભી કરવી જોઈએ. આ વિઝનને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા માટે, દેશભરમાં અનેક વર્લ્ડ ક્લાસ એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આવો જ એક મહત્વનો પ્રોજેક્ટ દિલ્હી-મુંબઈ…
રાજ્યમાં સીબીએસઇ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીને બુધવારથી શરૂ થશે જે માટે બોર્ડે માર્ગદર્શિકા જાહેર કરતા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી તરફ ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષા તા.14 માર્ચથી શરૂ થશે મતલબ કે ગુજરાત બોર્ડથી સીબીએસઇ પરીક્ષા એક માસ અગાઉ શરૂ થશે. ચાલુ વર્ષે એડમિટ કાર્ડમાં 8 કેટેગરી છે જેમાં ઉમેદવારને સવારે 10 વાગ્યા પછી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી અપાશે નહીં. ઉમેદવારે સીબીએસઇએ જાહેર કરેલા એડમિટ કાર્ડ અને માત્ર પરવાનગીપાત્ર સ્ટેશનરી, શાળાના ગણવેશમાં અને ઓળખપત્ર સાથે રાખવું આવશ્યક છે. પરીક્ષા કેન્દ્ર તરીકે નિયુક્ત કરેલ શાળા પણ તેમના કેન્દ્ર પરથી પરીક્ષા આપનાર ઉમેદવારોના સંબંધમાં…
બોલિવૂડ જગતના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પોતાની જૂની વાતો સોશ્યલ મીડિયામાં કરતા રહે છે તેઓએ એક રમુજી કિસ્સો શેર કરતા જણાવ્યું કે એક જમાનો હતો કે જ્યારે બોલ બોટમ પેન્ટ પહેરવાનો જમાનો હતો ઉપરથી સાંકડું અને નીચેના ભાગે પહોળા આ પેન્ટમાં પોતે ઘણી ફિલ્મો કરી છે અને એક સમયતો પેન્ટમાં ઉંદર ઘુસી જતા ભારે અફરા તફરી સર્જાઈ હોવાની વાત તેઓએ કરી છે. હાલમાં જ અમિતાભે 43 વર્ષ જૂની પોતાની ફિલ્મ ‘દો ઔર દો પાંચ’ અંગેની રમૂજી વાત શૅર કરી હતી. તેમણે બેલ બોટમ પેન્ટ પહેરવાથી કેવો ગેરફાયદો થાય તે કહ્યું હતું. અમિતાભે સો.મીડિયામાં વર્ષો જૂની એક તસવીર શૅર કરી હતી. બ્લેક…
અમેરિકાએ ચીની બલૂનનો ઉપયોગ ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરી અમેરિકાએ પોતાના વિદેશ મંત્રીની ચીન યાત્રા પણ રદ્દ કરી દીધા બાદ ચીનની છ કંપનીને પણ બ્લેક લિસ્ટ કરી દીધી છે. ચીનના જાસૂસી બલૂન તોડ્યા બાદ અમેરિકાએ આ પગલું ભર્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે આ જાણકારી આપી છે. અમેરિકા દ્વારા જે કંપનીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે તેમના સંબંધ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે હોવાનું કહેવાય છે. અમેરિકાનું કહેવું છે કે ચીની સેના હાઈ એલ્ટિટ્યુડ બલૂન્સનો ઉપયોગ કરીને ગુપ્તચર પ્રવૃત્તિઓ કરી રહી છે. બ્લેકલિસ્ટેડ કંપનીઓમાં બેઇજિંગ નાનજિયાંગ એરોસ્પેસ ટેક્નોલોજી કંપની, ચાઇના ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી ગ્રુપ કોર્પોરેશન…
ગુજરાતમાં દારૂની રેલમછેલ છે અને બધેજ છૂટથી ધંધો ચાલી રહ્યો છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે જેમાં વડોદરામાં દારૂ ભરેલા કન્ટેનર સાથે ઝડપાયેલા બે આરોપીયો સામે પોલીસે ચાર્જશીટ જ રજુ નહિ કરતા અદાલતે બે આરોપીયોને જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે, જેને લઇ પોલીસની કામગીરી કામગીરી અંગે અનેક સવાલો ઉભા થઈ રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફર્નિચરની આડમાં અન્ય રાજ્યમાંથી કન્ટેનરમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ગ્રામ્ય પોલીસે 10 ડિસેમ્બરના રોજ ઝડપી પાડ્યો હતો, વડોદરા ગ્રામ્યમાં આવતા વરણામા પોલીસ મથકે રૂ. 13 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયેલા કન્ટેનરના મામલામાં 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો…