વડોદરા નજીક આવેલા કરજણ ટોલનાકા ઉપર ટોલ ચૂકવવા મામલે બબાલ થતાં ભાજપના અગેવાને કર્મચારીને માર મારતા ભારે દોડધામ મચી હતી, ભાજપ યુવા મોરચાના પ્રમુખની આ દાદાગીરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા છે. વિગતો મુજબ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રવીણસિંહ અટાલિયાને કર્મચારી સાથે બબાલ થતાં ટોલનાકા ઉપર જ કર્મચારીને માર પણ મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. યુવા મોરચાના પ્રમુખ અને તેમના ભાઈએ કર્મચારીને માર માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. જેમાં ટોલનાકા પર કર્મચારી સાથે બબાલ થઈ હતી. ટોલનાકા પર લેવામાં આવતા કોઈ પણ પ્રકારના ચાર્જ વગર કાર પાસ કરાવવા બાબતે દાદાગીરી કરી હતી. તેઓની કાર સાથે…
કવિ: Halima shaikh
સાબરકાંઠા જિલ્લામાં આકાશ વાદળોથી ઘેરાયુ છે અને ઠંડા પવનો સાથે વરસાદની સંભાવના ઉભી થઇ છે હાલ શિયાળો અંતિમ તબક્કામાં છે ત્યારે વાતાવરણમાં બદલાવ જોવા મળતા મિશ્ર ઋતુનો લોકો અનુભવ કરી રહયા છે. રાજ્યમાં ફરી માવઠું થવાની શકયતા માત્રથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં આજે શનિવારે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને આકાશમાં વાદળો ચડી આવતા 12 દિવસ બાદ ફરી કમોસમી વરસાદ થવાની શકયતા ઉભી થતાં ખેડૂતોની ચિંતા પ્રસરી છે. હિંમતનગરમાં આજે વહેલી સવારથી જ આકાશમાં વાદળો ચડી આવ્યા છે અને ઠંડા પવન ફૂંકાવાના શરૂ થયા છે, જેને લઈને ઠંડી નું મોજું ફરી…
રાજ્યમાં દક્ષિણ ગુજરાતના સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો આવતા ભારે ગભરાટ ફેલાયો હતો. મોડી રાત્રે 1 કલાકે આવેલા ભૂકંપની તિવ્રતા 3.8ની નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર દરિયામાં નોંધાયું હતું. હાલ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં ભારે તારાજી થઈ છે ત્યારે લોકો ભૂકંપના નામ માત્રથી ફફડી રહયા છે તેવે સમયે સુરતમાં આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનોમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે સદનશીબે ભૂકંપને કારણે કોઈ નુકશાનના અહેવાલ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ એક દિવસ અગાઉ જ કચ્છના ભચાઉમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા જેની તિવ્રતા 3.0 નોંધાઈ હતી. ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ત્રણ ભૂકંપના આંચકા…
આખરે રાજ્યમાં ભારે વિરોધ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તા.15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આજે સવારે આ નિર્ણય કર્યો છે. વિગતો મુજબ રાજ્યમાં તા. 04 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે જે હવે આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતમાં નવા જંત્રીના દર રાતોરાત અમલી બનાવવાનો સરકારે 4 ફેબ્રુઆરીની મોડી સાંજે પરિપત્ર બહાર પાડી જંત્રીનો દર બમણો કરી દેવામાં આવ્યો હતો. તેમજ આ દર તારીખ 5 ફેબ્રુઆરીથી જ અમલી…
ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર પર હુમલાને યોગ્ય ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે, સોમનાથ મંદિરમાં મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી હતી આ મુજબના વિવાદાસ્પદ નિવેદન બાદ તેની વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મૌલના સાજીદ રશ્દી ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ છે અને મુસ્લિમ ધર્મગુરુ પણ છે. તેમણે સોમનાથ મંદિર વિષે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે અહીં ઐનિતિક કામો થતા હતા અને છોકરીઓને અહીં ગાયબ કરી દેવામાં આવતી હતી. મૌલાના આગળ દાવો કરતાં કહે છે કે મોહમ્મદ ગઝની દ્વારા સોમનાથ પર આક્રમણ થયું એ પહેલાં તેણે પોતાની રીતે ખાનગી તપાસ કરાવી હતી અને આ તપાસમાં મંદિરમાં…
ગુજરાતમાં અબજો રૂપિયાનો દારૂ વેચાય છે અને પીવાય છે અને બીજી તરફ સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ જુદા જુદા પોલીસ મથકોમાં પકડાય પણ છે જે કરોડો રૂપિયાના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દઈ પકડાયેલા વિદેશી કિંમતી દારૂનો નાશ કરવાની પદ્ધતિ હાલ અમલમાં છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજુઆત કરી હતી કે, જપ્ત થયેલા દારૂનો નાશ નહીં અન્ય રાજ્યમાં વેચાણ કરો, આવકને પોલીસ વેલ્ફેરમાં જમા કરવી જોઈએ. પૂર્વ ધારાસભ્ય વસોયાએ લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે.કાયદાના પાલન માટે ગુજરાતમાં દરેક પાર્ટીની સરકારે કાયદાનું કડક પાલન થાય…
ગુજરાતમાં દારૂબંધી માત્ર દેખાવ પૂરતી છે અને તેને કારણે કરોડો રૂપિયાની દાણચોરી થઈ રહી છે અને પોલીસના હપ્તાનું સેટિંગ એ નવી વાત રહી નથી પણ એથીય મોટી ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં ભરૂચ LCBના 2 કોન્સ્ટેબલોના બુટલેગરો પાસેથી રૂપિયા લઈને પોલીસની જ જાસૂસી કરતા હોવાની વાત સામે આવી છે મતલબ સાફ છે કે પગાર સરકારી ખાવાનો અને બે બુટલેગરો માટે પણ કામ કરી પૈસા કમાવાનો ધંધો ખૂલ્લો પડ્યો છે. જોકે,બુટલેગરો માટે દલાલી કરનારા બન્ને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ 4ની સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખુદ પીઆઈ એ ફરિયાદ નોંધાવવી પડી છે. જે રીતે ચોંકાવનારી વિગતો સામે આવી છે…
ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચૂડાસમા 2010 ના મારામારીના કેસમાં દોષિત જાહેર કરાયા છે અને કોર્ટ દ્વારા છ માસની સજાનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2010 માં મીત રોહન વૈદ્ય નામના વ્યક્તિ પર હોલિડે કેમ્પ પાસે હુમલાની ઘટના બની હતી જેના 12 વર્ષ બાદ આ કેસમાં માળિયા હાટીના કોર્ટે વિમલ ચુડાસમા સહિત ચાર લોકોને દોષિત જાહેર કર્યાં છે. ત્યારે આ કેસમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમાને 6 માસની સજા સંભળાવાઈ છે. કોર્ટના નિર્ણય બાદ વિમલ ચુડાસમાએ ઉપલી કોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી લીધી છે. તેઓએ ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ભાજપમાં જોડાવા માટે પોતાને દબાણ કરતું હતું પણ તેઓ જોડાયા ન હતા. આમ,…
વડોદરામાં દીપક નાઇટ્રેટ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ નંદેસરી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. વિગતો મુજબ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ કેમિકલ બનાવવા કાચો માલ કોસ્ટિક લાઈવ તેમજ એમોનિયા કેમિકલનો સંગ્રહ રાખવામાં આવે છે. અગાઉ મકાનોને તિરાડો પડી હતી આગ ચોક્કસ કયા કારણોસર લાગી હતી, તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પ્રચંડ ધડાકા સાથે આગનો બનાવ બની ચુક્યો છે જેના કારણે આસપાસમાં આવેલા દામાપુરા, રઢીયાપુરા સહિત અન્ય ગામોમાં મકાનોની દિવાલોમાં તિરાડો અને બારી દરવાજાઓને નુકસાન પહોંચ્યું હતું ત્યારે ફરી એક વખત આગની…
ગુજરાતનું વડોદરા કે જે હવે આંતર રાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ-દારૂ માટે જાણીતું બની ગયું છે અહીં કરોડો રૂપિયાના ડ્રગ્સ તૈયાર કરતી ફેક્ટરીઓ ઝડપાઇ છે અને દેશી વિદેશી દારૂનું માર્કેટ ધમધમી રહ્યું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ અને ફિલ્મ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનાના મામલે ફેમસ બનેલા લોરેન્સ બીશ્નોઈ ગેંગનું સામ્રાજ્ય હવે વડોદરા સુધી ફેલાયું છે. ખાસ કરીને બીશ્નોઈ ગેંગે દારૂના ધંધામાં ઝંપલાવ્યું છે અને તે પૈકી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં એક વર્ષ દરમ્યાન રૂ. 20 કરોડ મોકલવામાં આવેલો દારૂ તેમજ મુખ્ય સપ્લાયર સહિત 18ને પોલીસે ઝડપી લીધા હોવાની વાત સામે આવી…