કવિ: Halima shaikh

વડોદરાના શેરખીમાં રૂા.250 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે એક આરોપીની ધરપકડ બાદ આ પ્રકરણમાં પોલીસની તપાસ પર કોર્ટ દ્વારા સ્ટે અપાયો છે. શેરખીમાં રૂા.250 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડવા મામલે કલેકટર કચેરીના હુકમ થી નોંધાયેલી ફરિયાદમાં મુંબઈના સંજય કનુભાઈ પટેલે નવીન રતિલાલ પટેલ (રહે જનતાનગર ) અને નિવૃત ડીવાયએસપી સીડી જાડેજાના ભાઈ તખુભા દાજીરાવ જાડેજા, મંજુલાબા રાજેન્દ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, વર્ષાબા આર જાડેજા, નિશાબા આર જાડેજા (રહે. મહાદેવનગર નિઝામપુરા) સામે ફરિયાદ નોંધાવી હતી. શેરખી ગામ માં આવેલી ૨૫૦ કરોડ ઉપરાંતની કિંમત ધરાવતી જમીનના રેવન્યુ રેકૉર્ડ ઉપર મયંક સધુરામ પટેલ સહિત ચાર ભાઈઓ ના સહ માલિક તરીકે નામ નોંધાયેલા છે.…

Read More

રાજ્યના સૌથી લાંબા રૂ. 230 કરોડના ખર્ચે તૈયાર થયેલા વડોદરાના અટલ બ્રિજ ઉપર માત્ર દોઢ જ મહિનામાં જ રોડ પરના પોપડા ઉખાડવા સાથે ખાડા પડવા લાગતા રોડના સમારકામ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અધિકારીઓ સામે પગલાં ભરવા વિપક્ષી નેતા અમી રાવતે માંગ કરી છે. અમી રાવતે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે વડોદરાના તમામ બ્રિજ અને રોડના નિષ્ણાતોની કમિટી બનાવી તેની ચકાસણી કરવામાં આવે. સાથેજ ફતેગંજ બ્રિજના વળાંક પર અવારનવાર થતાં અકસ્માત નિવારવા માટે કાર્યવાહી કરવામાં આવે અને ફતેગંજ બ્રિજની ગુણવત્તામાં જવાબદાર અધિકારીઓ, પીએમસી અને કોન્ટ્રાકટર પર તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલા લેવામાં આવે. ઘટનાની તપાસ કરવામાં ન આવે ત્યાં…

Read More

–અદાણી જૂથમાં એલઆઇસી અને એસબીઆઇના વ્યવહારોનો જોખમી ઉપયોગ સામે વડોદરામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 10 કોંગી કાર્યકરોની અટકાયત કોંગી નેતાઓનું કહેવું છે કે દેશના નાગરિકો ભાજપ સરકારની કામ કરવાની નિતીરીતિ થી ચિંતિત થઈ ઉઠ્યા છે,નાગરિકોની મહેનતની બચતના રૂપિયાના ખર્ચે ભાજપ સરકાર મોટા માથાઓને ફાયદો કરાવવાની હિલચાલ સામે વિરોધ કર્યો છે. હાલમાં અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના વ્યવહારોનો જોખમી રીતે ઉપયોગ કરવાની હિલચાલ સામે વિરોધ કર્યો છે. રોકાણો માટે કેટલાક દિવસોમાં કરોડો ભારતીયોની મહેનતની બચતને જોખમમાં મૂકતા રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અદાણી ગ્રૂપ પર સ્ટોક મેનિપ્યુલેશન, મની લોન્ડરિંગ અને એકાઉન્ટિંગ ફ્રોડમાં સામેલ હોવાનો આરોપ છે.…

Read More

વડોદરામાં હિન્દૂ યુવતીની છેડતી કરનાર મુસ્લિમ યુવાનની ફિલ્ડીંગ ભરી જાહેરમાં ધોલાઈ કરી પોલીસને સોંપી દેવાયો હતો. સલાટવાડા વિસ્તારમાં રહેતી યુવતીનો અવારનવાર પીછો કરી હેરાન કરતા બાઈક સવાર વિઘર્મી યુવાને હદ વળોટી હતી અને યુવતીને ક્યાં જવું છે? હું છોડી દઉ છું, તેમ કહી છેડતી કરવાનું ભારે પડ્યું હતું. વિગતો મુજબ વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતી યુવતીનો છેલ્લા ત્રણ દિવસથી બાઈક સવાર અજાણ્યો યુવાન પીછો કરી હેરાન કરતો હોય યુવતી હેરાન પરેશાન થઈ ગઈ હતી અને તેને ઘરેથી નીકળવામાં પણ ડર લાગવા માંડ્યો હતો છેવટે કંટાળી ગયેલી આ યુવતીએ આ રોમિયો અંગે પોતાના ભાઈને જાણ કરતા યુવતીના ભાઈએ પોતાના મિત્રો તથા બજરંગદળના…

Read More

પાકિસ્તાનમાં હાલ ભૂખમરો ફાટી નીકળ્યો છે ત્યારે હવે પાકિસ્તાનના કટ્ટરપંથીઓ એ દુનિયામાં તબાહી મચાવીને ભંડોળ એકત્ર કરવા સલાહ આપી રહયા છે. અગાઉના ઈસ્લામ ધર્મના પ્રસાર માટે મુસ્લિમ શાસકોએ સદીઓ અગાઉ એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવારનો આશરો લીધો હતો અને ભારે તબાહી મચાવી હતી તે વાતની યાદ તાજી કરતાં પાકિસ્તાનના કટ્ટરવાદી રાજકીય પક્ષ તહેરીક-એ-લબ્બેક પાકિસ્તાને આર્થિક કટોકટીમાં સપડાયેલા પાકિસ્તાનને બચાવવા માટે ફરી એક વખત જંગ કરવા નીકળી પડવા વડાપ્રધાન શાહબાઝ શરીફને સલાહ આપતા ભારે વિવાદ થયો છે. કટ્ટરવાદી રાજકીય પક્ષ તહરીક-એ-લબ્બેકમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા સાદ હુસૈન રિઝવીએ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફને સલાહ આપી છે કે તેઓએ આર્થિક મદદ…

Read More

સુરત : ઉમરપાડાના અંતરિયાળ વિસ્તારમાં ખેતી કરતાં આદિવાસી ખેડૂતોને જૈવિક ખેતી, ટપક સિંચાઇ પધ્ધતિ, જીવાત નિયંત્રણ જેવા ખેતી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક જાગૃતિ શિબિર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામ ખાતે યોજાઇ હતી. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આયોજિત આ ખેડૂત જાગૃતિ કાર્યક્રમમાં નવસારી યુનિવર્સિટી અંતર્ગત ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના કૃષિ વૈજ્ઞાનિક, જીજીઆરસી અને અન્ય નિષણાંત વકતાઓએ ખેતી વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ખેડૂતોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. ખેડૂત જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં ઉમરપાડાના ચોખવાડા ગામના ખેડૂતોએ હાજર રહીને માર્ગદરશન મેળવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી યુનિવર્સિટી અંતર્ગત ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકભાઈ રાઠોડ, સુનિલ ત્રિવેદી,…

Read More

બાબા રામદેવે ઇસ્લામ ધર્મ અને મુસલમાન સમુદાય માટે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બરેલીની દરગાહ આલા હઝરત સાથે જોડાયેલી સંસ્થા ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. મૌલાનાએ કહ્યું કે બાબા રામદેવે પહેલા ઈસ્લામનો અભ્યાસ કરવો જોઈએ, જેમણે ઈસ્લામનો અભ્યાસ કર્યો નથી તેમને ઈસ્લામ વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. મૌલાના શહાબુદ્દીન રઝવીએ વધુમાં કહ્યું કે થોડા દિવસોથી બાબા રામદેવ ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ જે રીતે બોલી રહ્યા છે તે યોગ્ય નથી, બાબનું કામ યોગ શીખવવાનું અને દવાઓ વેચવાનું છે, બીજું કંઈ નથી માટે તે કર્યા કરો. મૌલાના શહાબુદ્દીન રઝવીએ બાબના નિવેદનની સખત નિંદા…

Read More

પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઉભું થયું છે અને સામાન્ય લોકોને બે ટકની રોટલી મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે અહીં હવે અંદરો અંદર જાતિવાદ ભડકી ઉઠ્યો છે અને આતંકીઓ મુસલમાનોને નેજ ટાર્ગેટ કરી રહયા છે અને હવેતો પાકિસ્તાનમાં કેટલાક સુન્ની લોકો મસ્જિદો પણ તોડી રહયા છે. સુન્ની મુસ્લિમો કરાચીમાં લઘુમતી અહમદિયા મુસ્લિમોની મસ્જિદ તોડી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમો કરાચીમાં લઘુમતી અહમદિયા મુસ્લિમોની મસ્જિદ તોડી રહ્યા છે. મહત્વનું છે કે 1947માં અહમદિયા મુસલમાનો ભારત છોડીને પાકિસ્તાનનો હિસ્સો બન્યા હતા પરંતુ હવે બહુમતી સુન્નીઓ દ્વારા તેઓને મુસલમાન ગણવામાં આવતા નથી અને હુમલા થઈ રહયા છે. -કોણ છે…

Read More

રાજ્યમાં હવામાનને લઈને રાહતનાં સમાચાર સામે આવી રહયા છે, ગુજરાતમાં હવે કાતિલ ઠંડીથી રાહત મળવાની છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થશે. પવનની ગતિ ધીમી પડતા તાપમાન વધશે અને વેધર ડ્રાય રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વીતેલા દિવસો દરમ્યાન ઠંડા સુસવાટા મારતા પવનો ફૂંકાતા ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું હતું અને વાતાવરણમાં પલટો આવવા સાથે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પણ પડ્યો હતો પરિણામે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યુ હતું જોકે,ત્યારબાદ બેવડી ઋતુનો અહેસાસ રહયા બાદ ફરી ઠંડી ઘટવાની આગાહી કરવામાં આવી…

Read More

વડોદરા જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે વડોદરા આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું કલેક્ટર અને ધારાસભ્યો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 2023-24 ના વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા આયોજન મંડળની વિવિધ જોગવાઈઓ હેઠળ વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં કુલ રૂા.1100 લાખના વિવિધ ૫૩૬ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર વિકાસલક્ષી અનુદાનોની મદદથી જિલ્લાના તમામ તાલુકાઓમાં પાયાની સુવિધાઓ જેવી કે,ગંદા વસવાટની નાબૂદી, ગ્રામ રસ્તા, પાણી પુરવઠા, પ્રાથમિક શિક્ષણ,ભૂમિ સંરક્ષણ, પોષણ,વીજળીકરણ,સ્થાનિક વિકાસ અને પ્રાથમિક આરોગ્યના ક્ષેત્રોમાં ૧૫ ટકા વિવેકાધિન ( સામાન્ય અને ખાસ અંગભુત) હેઠળ…

Read More