કવિ: Halima shaikh

વડોદરા GST ચોરીનું એપી સેન્ટર બની ગયું છે, ધ્રુવ શાહ અને મોબાઈલ વર્લ્ડના ચોપડા ચેક થાય તો મોટા ખુલાસા થવાની શક્યતા છે. ધ્રુવ શાહ અને મોબાઈલ વર્લ્ડમાં ખુલ્લેઆમ જીએસટીની ચોરી કરી ધંધો કરવામાં આવતો હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની રહી છે. આખો ધંધો હવાલાથી ચાલતો હોવાની વાત વચ્ચે કોઈ તપાસ નહિ થતાં મોટાપાયે સરકારની તિજરીને નુકશાન થયાની વાતો ચાલી રહી છે,સાથેજ ધ્રુવ શાહ ના એપલ વર્લ્ડ અને મોબાઇલ વર્લ્ડ બિલ વગર માલ વેચી રહ્યા છે આઈફોન મોબાઈલ,જીએસટી અને બેઝિક કસ્ટમ ડ્યુટીની ચોરી કરી રહ્યા હોવાની વાત તપાસનો વિષય બની છે. GST અને કસ્ટમ વગરના ફોન ક્યાંથી આવે છે અને કોણ…

Read More

સુરતના એમ્યુઝમેન્ટ પાર્ક ‘છબ છબ’ ને રૂ.157 કરોડ રૂપિયાની રિકવરી માટેની નોટિસ ફટકારવામાં આવી છે. સુરતના હજીરા નજીક દામકામાં ગૌચરની જમીન સરકારે એમ્યુઝમેન્ટ પાર્ક માટે ભાડા પટે આપી હતી જેના ઉપર છબ છબા છબ પાર્ક ઉભો કરી સંચાલકોએ ધંધો જમાવી કમાણી કરવાનું શરૂ કર્યું હતું પણ સામે કન્વર્ઝન ટેક્સ સહિત ભાડાની ચૂકવણી નહીં કરવામાં આવતા રૂ.48 કરોડ રૂપિયાના વ્યાજ સહિત રૂ.157 કરોડ સરકારી લેણા બાકી નીકળતા હોવાનું મહેસુલ વિભાગના ઓડિટમાં બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. સરકારી નીતિ-નિયમોને નેવે મૂકીને આ જય ફન પાર્ક પ્રાઈવેટ લિમિટેડના સંચાલકો દ્વારા કન્વર્ઝન ટેક્સ સહિતનું સરકારી ચુકવણું કરવામાં આવ્યું નથી. મહેસુલ વિભાગ…

Read More

વડોદરાની પારુલ યુનિવર્સિટી હંમેશા અનેક વિવાદોમાં સદા ઘેરાયેલી રહે છે. વિદ્યાર્થીઓનો વિવાદ હોય કે પછી પારુલ યુનિવર્સિટીના માલિકનો મામલો હોય પણ પારુલ યુનિવર્સિટીમાં કંઈક ને કૈક કાંડ થતાંજ રહ્યા છે. આ બધા વચ્ચે પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાછળથી ત્યજી દેવાયેલું ભ્રુણ મળી આવવાની ઘટનાએ ભારે ભારે ચકચાર જગાવી છે,સાથે જ અનેક સવાલો પણ ઊભા કર્યા છે. અહીં ગર્લ્સ હોસ્ટેલ હોય કોણે ભ્રૂણ ત્યજી દીધું હશે તે મામલે રહસ્ય સર્જાયું છે. જે રીતે વાત સામે આવી છે તેમાં યુનિવર્સિટીની હોસ્ટેલ પાછળથી મળેલું ભ્રુણ એક પ્લાસ્ટીકની કોથળીમાં હતુ જે લગભગ 5થી 6 મહિનાનું હોવાનું જાણવા મળી રહ્યું છે. મતલબ કે અધુરા મહિને…

Read More

ભરૂચ પોલીસે ચાઈનીઝ દોરી પકડ અભિયાન મજબૂત બનાવી દીધું છે અને વધુ ચાર સ્થળે રેડ કરી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસને વડદલા ગામની પંચાયત ઓફીસ પાસે બે ઈસમો ચાઇનીઝ દોરીનો જથ્થો લઇ આવવાના હોવાની બાતમી મળતા બાતમી વાળા ઈસમો બાઈક લઇ આવતા પોલીસે તેઓને રોકી સ્થળ પરથી ચાઇનીઝ દોરીની 30 નંગ બોબીન અને બે ફોન તેમજ બાઈક મળી કુલ 58 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કીશનાદ ગામના માતા ફળિયામાં રહેતો જેનીલકુમાર પાટણવાડિયા અને આશિષ જયંતી પાટણવાડિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તો આવીજ રીતે ભરૂચ મકતમપુર ગામના નવયુગ સ્ટ્રીટ મહાકાલી મંદિર પાસે રહેતો અવિનાશ…

Read More

રાજકોટ ગ્રામ્ય પોલીસે રેડ કરતા દારૂની ખેપ મારવામાં ખુદ પોલીસકર્મી ઝડપાઇ ગયો હતો જેમાં તે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતો વિશાલ સોલંકી હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મી વિશાલ સહિત અન્ય પાંચ જેટલા આરોપીઓની આટકોટ પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. આટકોટ પોલીસે 280 પેટી થી વધુ દારૂનો જથ્થા સાથે કુલ રૂ. 21.50 લાખનો મુદ્દા માલ પણ કબજે કર્યો છે. આજે સોમવારના રોજવહેલી સવારે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેરાવળ ગામની સીમમાં જ્યારે દારૂ ઉતરી રહ્યો હતો. ત્યારે પોલીસ ત્યાં ત્રાટકી હતી અને ઘટના સ્થળ પરથી વિદેશી દારૂ ભરેલી પેટીઓ સાથે દારૂની ખેપ મારનારા પોલીસ કર્મી વિશાલ સોલંકી…

Read More

ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે પતંગ ચગાવી લોકો આનંદ માણશે તો બીજી તરફ અનેક પક્ષીઓના પતંગના કાતિલ દોરીથી મૃત્યુ થશે અને ઘાયલ પણ થશે આવા ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ કામે લાગી છે અને તેઓએ જાહેર જનતાને અપીલ કરી છે કે જો તમારી આસપાસ કોઈપણ જગ્યાએ પતંગના દોરામાં ફસાયેલું અથવા ઘાયલ થયેલું પક્ષી નજરે પડે તો અમને જાણ કરો અમારી ટીમ પહોંચી જશે આમ સૌરાષ્ટ્રમાં આવા ઘાયલ પક્ષીઓ માટે કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ આગળ આવી છે અને તાત્કાલિક પહોંચી બચાવ કામગીરીમાં લાગી જશે. દર વર્ષે ડ્રોન કેમેરાની મદદથી પણ કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ દ્વારા પક્ષીઓને શોધવામાં આવે છે. રાજકોટ શહેર-જિલ્લાના કંટ્રોલરૂમના…

Read More

રાજ્યભરમાં ચાઈનીઝ દોરી વેચતા તત્વો સામે પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે ત્યારે સૌરાષ્ટ્રના મોરબી રોડ, જય જવાન જય કિસાન મેઇન રોડ પર માટેલ ઇલેક્ટ્રિક નામની દુકાન બહાર એક શખ્સ મંડપ નાખી પતંગ-દોરીની સાથે ચાઇનીઝ દોરીની ફીરકી પણ વેચતો હોવાની એસઓજીને બાતમી મળતા પોલીસે રેડ કરતા મૂળ ગુંદા ગામના હાર્દિક રમેશ રૈયાણી નામનો ઇસમ રૂ.6600ના કિંમતની અલગ અલગ કુલ 24 ચાઇનીઝ ફીરકી સાથે ઝડપાઇ ગયો હતો. એસઓજીએ બીજી જગ્યા ભગવતીપરા, નંદનવન-2માં પણ રેડ કરી મુનાવરશા જાવેદશા મોગલને તેના ઘરમાંથી રૂ.71,700ના કિંમતની 239 ચાઇનીઝ દોરીની ફીરકી સાથે ઝડપી પાડ્યો હતો.

Read More

ભરૂચ શહેર જિલ્લામાં પણ પોલીસે કડક અભિયાન હાથ ધરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. માનવજીવન સામે ખતરો બનેલી ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારાઓ સામે ભરૂચ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી તપાસ શરૂ કરતાં ભરૂચના કલામંદિર જ્વેલર્સ પાસે ફુટપાથ પર ચાઇનીઝ દોરી વેચતાં ફુરકાન હાજી મહેબુબ શેખ (રહેે. લીમડીચોક)ને ઝડપી પાડી તેની પાસેથી ચાઇનીઝ દોરીની 3 બોબીન જપ્ત કરી હતી. ઉપરાંત શહેરના દાંડિયાબજાર સુથિયાપુરા ખાતે રહેતો સ્નેહદિપ ઉર્ફે ભોલો પટે તેના રહેણાંક મકાનમાં ચાઇનીઝ દોરી રાખી વેચાણ કરતો હોઇ તેને પણ 4200ની મત્તાના 7 ચરખા ઝડપી પાડ્યો હતો. જ્યારે કસક ગુરૂદ્વારા પાસે ઝૂપડપટ્ટી પાસે રહેતા પપ્પુ…

Read More

વલસાડમાં વીજ કંપનીના પાપે સાત અબોલ જીવના મોત થઈ ગયા છે વીજ કંપનીની બેદરકારી માનવ જીવ માટે પણ ખતરો બની રહી છે ભવિષ્યમાં મોટી દુર્ઘટના થવાની શક્યતા વ્યકત થઈ રહી છે. ભાગડાવડા ગામે આવેલા પાલીહીલ -3 નજીક ખુલ્લી જગ્યામાં 7 જેટલી ભેંસ ચરતી હતી તે દરમિયાન વીજ તાર લટકેલી હાલતમાં હોવાથી ભેંસને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 7 જેટલી ભેંસોને કરંટ લાગવાના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતા. જેને લઇને ભારે ચકચાર ફેલાઈ છે. વલસાડ રૂરલ G.E.B સામે અગાઉ થીજ અનેક ફરિયાદ ઉઠવા પામી છે.તેમ છતાં રૂરલ G.E.B ના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે નફ્ફટ બનેલું…

Read More

રાજ્યમાં ચાઈનીઝ દોરીને કારણે લોકોના મોત થવાની ઘટનાઓની ગંભીર નોંધ લઈ હાઇકોર્ટે ગુજરાત સરકારને કડક પગલાં ભરવા નિર્દેશ આપતા સરકારે અભિયાન તેજ બનાવવા આદેશ કરતા અને લોકોને જો કોઈ ચાઈનીઝ દોરી વેંચતા જણાય કે ઉપયોગ કરતા જણાય તો 100 નંબર ઉપર પોલીસને જાણ કરવાની અપીલ કરતા ચાઈનીઝ દોરી વાપરતા તત્વો ફફડી ઉઠ્યા છે અને પોલીસે ઠેરઠેર અભિયાન શરૂ કર્યું છે ત્યારે વલસાડની વાત કરવામાં આવેતો વલસાડજિલ્લા પોલીસે અભિયાન ચલાવી કુલ 16 વેપારીઓને 270થી વધુ ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. ઉપરાંત જિલ્લામાં નાનાપોંઢા પોલીસે 2 યુવકોને ચાઈનીઝ દોરી વડે પતંગ ચગાવતા ઝડપી પાડયા હતા. વાપી પોલીસે પણ પ્રતિબંધિત ચાઈનીઝ…

Read More