ઉત્તરાખંડમાં ગુજરાતના 21 યાત્રાળુઓ ભરેલી બસમાં હરિદ્ધારમાં અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બસ જ્યારે યમુનોત્રી તરફ જઈ રહી હતી તે વખતે કટાપથ્થર પુલ પાસે જ્યારે બસ પહોંચી ત્યારે અચાનક શોર્ટસર્કિટથી બસમાં આગ લાગી હતી. બસમાં ધુમાડો જોતાં યાત્રાળુઓએ બસ અટકાવી હતી અને ઝડપથી તમામ બસની બહાર નીકળી ગયા હતા જેથી મોટી દુર્ઘટના થતા ટળી છે. સદભાગ્યે તમામ યાત્રીઓ સલામત બહાર નીકળી ગયા પછી બસ આગની લપેટમાં આવી હતી. યાત્રાળુઓ અને સ્થાનિક લોકોની સૂચના પર ફાયર વિભાગ તથા ડાકપથ્થર પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમણે ઘટનાસ્થળ પર તુરંત આવી અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવી હતો. પરંતુ બસની આગ…
કવિ: Halima shaikh
ગુજરાત પોલીસ ખાતામાં મોડી રાતે 22 IPSની બદલી કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. જેમાં આણંદ એસપી સહિત 22 આઈપીએસ અધિકારીને બદલી કરવામાં આવી હોવાના અહેવાલ છે. હજુ આગામી સમયમાં મોટા અધિકારીઓને બદલી આવે તેવી પૂરી શક્યતા છે. ભાવનગરના એએસપી હસન સફીનને અમદાવાદ શહેરના ટ્રાફિકના ડીસીપી તરીકે બઢતી સાથે બદલી કરાઈ છે. જ્યારે રાજકોટના પ્રવીણકુમારને આણંદના એસપી બનાવાયા છે. હાલ આ બદલીઓના કારણે ટૂંક સમયમાં નવી જગ્યા પર અધિકારીઓ જલ્દીથી ચાર્જ લઈ લેશે. કારણ કે થોડા સમય બાદ ચૂંટણી જાહેર થાય તો આચાર સંહિતા પૂર્વે તેમને જગ્યા પર નિમણૂક કરવામાં આવી શકે. હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી…
ભાવનગર જિલ્લામાં ફરી પશુઓમાં લમ્પી વાઈરસે દેખા દેતા પશુપાલકોમાં ચિંતા પ્રસરી છે. જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 11 પશુઓના લમ્પી વાઈરસથી મોત થઇ ગયા છે અને 153 નવા કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 8259 કેસ નોંધાયા છે અને કુલ 538 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, અને તળાજા સહિતમાં દસ તાલુકામાં વાઇરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. ભાવનગરમાં 10 તાલુકામાં 573 ગામોમાં આ રોગથી પશુઓ પ્રભાવિત છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 29 હજાર 322 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હોવાનું પશુપાલન વિભાગ…
અમદાવાદમાં ગેરકાયદે હુકકાબારનો રાફડો ફાટ્યો છે ત્યારે સિંધુ ભવન રોડ પર ચાલતા હુક્કા બાર ઉપર રેડ થયા બાદ હવે ગુજરાત કોલેજ પાસેના TCS હુક્કાબાર પર વિજિલન્સની ટીમે રેડ કરી છે, જ્યાં બે મહિલા સહિત અન્ય લોકો હુક્કાની મજા માણતા ઝડપાયા છે,વિજિલન્સની તપાસમાં કેટલાક પોલીસવાળાના નામો ખુલે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ચર્ચા એવી પણ છે કે અહીં પોલીસકર્મીઓ પણ મહેફિલ માણવા આવતા હોવાની વાત વચ્ચે અહીં કોણ આવતું અને કોની કોની અવર જવર રહેતી હતી એ જાણવા માટે વિજિલન્સ વિભાગે TCSનાં CCTV અને DCR પણ કબજે કર્યા છે. ગુજરાત કોલેજની બાજુમાં TCS હુક્કાબાર ખૂબ જાણીતો છે.…
વડોદરામાં 9 દિવસ પહેલા રૂપિયા 24 લાખમાં ખરીદેલી કાર ખરાબ નીકળતા કાર ખરીદનારે ઢોલ-નગારા સાથે કાર પાછળ કાર કંપની વિરૂદ્ધ બેનર્સ લગાવી આ કાર ને ગધેડા પાસે ખેંચાવતા આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને લોકોમાં આ અનોખા વિરોધને લઈ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. વિગતો મુજબ વડોદરામાં રહેતા જગદીશભાઇ ગંગવાનીએ જુના પાદરા રોડ ઉપર આવેલી લક્ઝુરીયસ કારના શો-રૂમમાંથી 9-9-2022ના રોજ રૂપિયા 24 લાખની કાર ખરીદી હતી. આ કાર ઘરે લઈ ગયા બાદ કાર ખરાબ નીકળતા તેઓએ કાર કંપનીનો અને જુના પાદરા રોડ ઉપર આવેલા કારના શો-રૂમનો સંપર્ક કર્યો હતો. પરંતુ, કંપની અને શો-રૂમ દ્વારા યોગ્ય જવાબ અને સહકાર…
ભાવનગર શહેર ભાજપ દ્રારા વડાપ્રધાન મોદીજીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સેવા પખવાડિયુ ઉજવાશે જે અંતર્ગત આજે તા.17/9ને શનિવારના રોજ સવારે 11 કલાકે અટલ બિહારી બાજપાઈ હૉલ મોતીબાગ ટાઉનહૉલ ખાતે નરેન્દ્રભાઈના જીવન પ્રસંગોનું પ્રદર્શન તેમજ તખ્તેશ્વર વોર્ડના યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત ભાવનગર યુવા ભાજપ મોરચા દ્વારા શહેરના પ્રત્યેક વોર્ડમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે. 21/9ને બુધવારના રોજ શહેર ભાજપ મહિલા મોરચો અને ડોક્ટર સેલ દ્વારા મહાનગરના પ્રત્યેક વોર્ડમાં હિમોગ્લોબિન ચેકઅપ અને દવા વિતરણ સેવાકાર્ય કરવામાં આવશે. તા.25ને રવિવારના રોજ સવારે 6 કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા “રન…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા Ph.Dની પ્રવેશ પરીક્ષા જાહેર કરવામાં આવી છે અને આગામી તા. 8 અને 9 ઓક્ટોબર એમ બે દિવસ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા જુદા કુલ 25 વિષયમાં Ph.Dની 124 જગ્યા માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવનાર છે. આ માટે કુલ 1100થી વધુ ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ કોમર્સમાં 20 જગ્યા સામે 225, અંગ્રેજીમાં 7 સામે 95, કેમેસ્ટ્રીમાં 7 સામે 83, ગુજરાતીમાં 6 સામે 61, માઈક્રોબાયોલોજીમાં 9 સામે 56, સોશિયલ વર્કમાં 2 સામે 51 સહિત 25 વિષયમાં બમણા ફોર્મ ભરાયા છે. સાથે જ ફિઝિકલ એજ્યુકેશનની 4, પોલિટિકલ સાયન્સની 3 અને કાયદાની 2…
રાજ્યમાં NSUI દ્વારા બેરોજગાર દિવસ મનાવવા સાથે વિરોધ થઈ થયાના અહેવાલો વચ્ચે રાજકોટમાં કિશાનપરા ચોક ખાતે NSUI દ્વારા બેરોજગારી મુદ્દે ‘હાય રે ભાજપ હાય હાય’ના સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. NSUIના કાર્યકરોના જણાવ્યા મુજબ એન્જિનિયર, Ph.D સુધી અભ્યાસ કરેલા શિક્ષિત યુવાનોને જોબ નહિ મળતા આવા શિક્ષિત યુવાનોએ પટ્ટાવાળાની નોકરી માટે પણ ફોર્મ ભર્યા છે. વર્ગ 4 અને વર્ગ 3ની નોકરી કરવા તૈયાર છે. દિશા વિહીન સરકારની નીતિએ બેકારીની સ્થિતિ ઉભી કરી છે. કેન્દ્ર સરકારમાં 10 લાખ પદ ખાલી પડ્યા છે. જે કુલ મંજૂર પદોના 24 ટકા છે. જે અતિ ગંભીર સમસ્યા છે. 20થી…
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આજે ડુમસના દરિયા કિનારે સફાઈ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ અને પૂરના કારણે ડુમસના દરિયા કિનારા ઉપર કચરો અને ગંદકીના થર જામતા આજે પાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં કચરો દૂર કરવામાં આવ્યો હતો. દરમિયાન આ સ્વચ્છતા અભિયાનમાં નાગરિકો,બાળકો યુવાનો જોડાયા હતા. તેઓએ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના આગ્રહી હોવાથી તમામ સ્થળે સ્વચ્છતા જળવાઈ રહે તે પ્રકારે લોકોને કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી.
આખરે ભારતમાં લુપ્ત થઈ ગયેલી ચિત્તાની પ્રજાતી 70 વર્ષ બાદ ભારતની ધરતી ઉપર જોવા મળી અને PM મોદીએ પોતાના જન્મદિવસે 8 ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. નામિબિયાથી ખાસ પ્લેન મારફતે આઠ ચિત્તાઓ ભારતની ધરતી ઉપર આવી પહોંચ્યા બાદ ચિનુક હેલિકોપ્ટર મારફતે કુનો નેશનલ પાર્કમાં લવાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હસ્તે યાંત્રિક બોક્સ ખોલીને ત્રણ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન વાડામાં છોડ્યા હતા. અહીં વડા પ્રધાન માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની નીચે પિંજરામાં ચિત્તાઓ હતા. પીએમએ લિવર દ્વારા બોક્સ ખોલ્યું હતુ અને ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા ત્યારબાદ તેઓએ તસવીરો લીધી હતી. ચિત્તા પિંજરામાંથી બહાર આવતાં…