Author: mohammed shaikh

Screenshot 20230630 152213 Chrome

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને  તાલુકામાં પોણા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં નવ ઈંચ, સુરતના મહુવામાં  નવ ઈંચ,  તાપીના વ્યારામાં પોણા આઠ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં પોણા આઠ ઈંચ ,  તાપીના ડોલવણમાં સાડા સાત ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં  પોણા સાત ઈંચ, રાજકોટના જામકંડોરણામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે જુદા જુદા બનાવમાં 8 લોકોના મોત થયા છે તેમજ 15 પશુઓના પણ મોત થયા છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે ત્યારે આખા રાજયમાં સલામતી ખાતર પંચાયત હસ્તકના 106…

Read More
Screenshot 20230630 145010 Chrome

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે અને આજેપણ અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ પડયાના અહેવાલ છે. રાજ્યમાં જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ અને આજે જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને 6 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્તા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જૂનાગઢ પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઓઝત નદીમાં ઘોડાપૂર આવતા મટિયાણા ગામમાં પાણી ઘૂસી ગયા છે. ઓઝત નદીમાં ઘોડાપૂરના કારણે બામણાસા ગામમાં એક મકાન પાણીમાં ધરાશાયી થયું હોવાના અહેવાલ છે. હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં અવિરત અનરાધાર મેઘમહેર થઈ રહી છે. જેને લઇને નીંચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા…

Read More
Screenshot 20230630 120811 Chrome

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ ને પગલે ગારીયાધારના ભમરીયા ગામની નદીમાં પુર આવતા પાણીના પ્રવાહમાં ફસાયેલા ચાર વ્યક્તિઓનું  રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે ઠેરઠેર જળ બંબાકાર જોવા મળ્યો હતો અને કેટલાય નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ભાવનગર જિલ્લાનાં ગારીયાધારના ભમરીયા ગામની નદીમાં ઘોડાપુર આવતા એકજ પરિવારના ચાર સભ્યો પ્રવાહમાં ફસાઈ જતા તેઓને જીસીબીની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે ભમરીયા અને માંડવી વચ્ચે આવેલ બેસેલા નદીના નાળા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા અને આ ધસમસતા પાણીના પ્રવાહમાં બાઈક લઈને જઈ રહેલા પરિવારના ચાર સભ્યો વચોવચ ફસાઈ જતા…

Read More
Screenshot 20230630 115856 Chrome

ચોમાસાની શરૂઆત થતાં સરદાર સરોવરમાં પાણીનો આવરો શરૂ થયો છે અને ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ સપાટી માં વધારો નોંધાઇ રહ્યો જેમધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા જેનું પાણી સીધું સરદાર સરોવર માં આવી રહ્યું છે મધ્યપ્રદેશમાં વરસાદને કારણે પાણીની સપાટીમાં વધારો થયો છે. હાલમાં ડેમમાં પાણીની આવક 47775 ક્યુસેક છે. તો નર્મદા ડેમની સપાટી 120.60 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની સપાટીમાં 12 કલાકમાં 17 સેમીનો વધારો થયો છે. હાલ ડેમમાં પાણીની જાવક માત્ર 11763 ક્યુસેક છે. સરદાર સરોવરમાં હાલ 1326.70 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે. આ વર્ષે પણ નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચે એવી શક્યતા જોવા મળી…

Read More

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં  224 તાલુકામાં 1થી 11 ઈંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં વરસાદને કારણે મોટા ભાગના ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ ભુખી પાસેનો ભાદર-2 સિંચાઈ યોજના નંબર-149 ભાદર-2 ડેમ ભારે વરસાદને કારણે ભયજનક સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. આથી ડેમના 6 દરવાજા વારે 07:45 વાગ્યે પાંચ ફૂટે ખોલવામાં આવ્યા છે, તથા 38674 કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે. આથી, ડેમના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવા વદર અને સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી,…

Read More
Screenshot 20230630 112527 Chrome

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં જ હાર્ટ એટેક આવતા નાની ઉંમરે ત્રણના મોત થવાની ઘટનાએ ભારે ચિંતા વધારી છે. આણંદ જિલ્લાના ઓડ ગામમાં 22 વર્ષના એક યુવાનનું હાર્ટ એટેક થી મોત થતા ભારે અરેરાટી ફેલાઈ છે. જીલ ભટ્ટ નામનો 22 વર્ષીય યુવાન બાથરૂમમાં સ્નાન કરવા માટે ગયો હતો અને બાથરૂમમાં હાર્ટ એટેક આવતા જ તે ઢળી પડ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત.તા 26 જૂને નવસારીની જાણીતી એ.બી. સ્કૂલમાં ધોરણ 12 માં ભણતી તનીષા ગાંધી નામની વિદ્યાર્થીનીને…

Read More
Screenshot 20230630 100008 Chrome

ગુજરાતમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયા બાદ હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો કાંટાળો તાજ શક્તિસિંહ ગોહિલના શીરે મુકવામાં આવ્યો છે ત્યારે શક્તિ સિંહે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા પ્રયાસો શરૂ કરી દીધા છે. આ બધા વચ્ચે શક્તિ સિંહ ગોહિલે ગુજરાતમાં એક મીડિયા હાઉસ સાથેની મુલાકાતમાં રાહુલ ગાંધીને પપ્પુ કહીને ખોટી રીતેબદનામ કરવામાં આવ્યા હોવાની વાત કરી હતી. રાહુલ ગાંધી અંગે શક્તિસિંહે કહયુ કે, રાહુલ ગાંધી એક સારા સજજન વ્યક્તિ છે પરંતુ તેઓને પપ્પુ કહીને તેમના વિશે ખૂબજ અપપ્રચાર કરવામાં આવ્યો છે અને મજાક ઉડાવવામાં આવી છે. રાહુલ ગાંધી બહુ જ ઈન્ટેલિજન્ટ વ્યક્તિ છે. જે બોલે છે તે કરી બતાવે છે. પગમાં ઇજા થઈ…

Read More
20230630 091941

સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતાં સર્વત્ર જળ બંબાકાર જોવા મળી રહ્યો છે. બારડોલી પંથકમાં ભારે વરસાદની સ્થિતિ બાદ હવે મહુવા અને પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ થતાં નવ જેટલા ગામોના રસ્તાઓ બંધ થઈ ગયા છે. દરમિયાન ભારે વરસાદ પડતાં પલસાણાના બલેશ્વર ગામે ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. ગામ બેટમાં ફેરવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સિવાય પલસાણા તાલુકાના બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ, અંત્રોલી એપ્રોચ રોડ, મલેકપુર સિસોદ્રા રોડ, સહિતના નવ જેટલા ગામોમાં આવેલા નાના-મોટા પુલ તેમજ કોઝવે હાલ પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તા બંધ કરવા પડયા છે. છેલ્લા એક સપ્તાહથી સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતાં ઠેરઠેર પાણી જ…

Read More
Screenshot 20230630 084341 Chrome

વડોદરા નજીક નંદેસરી પાસે નદીમાં કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડનારા તત્વો બેફામ બન્યા છે અને આવા તત્વો વિરુદ્ધ ફરિયાદો ઉઠતા આખરે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ વડોદરા એકમ દ્વારા તપાસ શરૂ થઈ હતી અને આ કેમિકલ છોડવા મામલે 8 કંપનીઓને નોટીસ પાઠવી છે. તપાસ દરમિયાન આ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત દુષિત પાણી વરસાદી કાંસમાં છોડવામાં આવતું હોવાનું સામે આવતા આઠ કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે વડોદરા નજીક આવેલા અનગઢ, શેરખી, જશાપુરા, રામગઢ, તાડિયાપુરા અને ભગવાનપુરા સહિતના 10થી 15 ગામોમાં કેમિકલયુક્ત લાલ પાણીની સમસ્યા વર્ષોથી છે. છેલ્લાં 20 વર્ષથી પાણીની આ સમસ્યા અંગે ફરિયાદો હોવા છતાં તેનો કોઈ કાયમી ઉકેલ…

Read More
Screenshot 20230630 082944 Chrome

રાજ્યમાં છેડતીના ગુનાઓમાં વધારો થયો છે અને હવેતો લુખ્ખાઓ જાહેરમાં બે શરમ થઈ પરિવારને ધમકાવી છેડતી કરી રહયા છે ત્યારે આવા તત્વોને કાયદાનો કોઈ ડર હોય તેવું જણાતું નથી. તાજેતરમાં લવ જેહાદ મુદ્દે ગૃહરાજ્ય મંત્રી દ્વારા કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે અને પોલીસ તેમજ સરકાર ફરિયાદી બનશે તેમ જણાવ્યું છે ત્યારે ગરીબ ઘરની દિકરીઓની છેડતી કરનારા લોકો સામે પણ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે કારણકે આવા તત્વો હિન્દૂ હોવા છતાં હિન્દૂ બેન દીકરીઓ ની છેડતી કરે છે તેવા લોકો સામે પણ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વડોદરાના વાડીમાં માતા અને પુત્રી બંને સાથે…

Read More