Author: mohammed shaikh

Screenshot 20230701 110839 Chrome

રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ પડવાનું શરૂ થયું છે અને જ્યાં પડે ત્યાં એક સાથે વરસાદ પડી રહ્યો છે. મળી રહેલા અહેવાલો મુજબ જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું છે અને 16 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન વીતેલા 48 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં 1થી 16 ઈંચ સુધીનો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં આજે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભેસાણમાં આજે સવારે 2 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધરમપુરમાં 5 ઈંચ અને ધારીમાં સાડા ચાર ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે. અમદાવાદ અને વડોદરામાં પણ આકાશ કાળા ડિબાંગ…

Read More
Screenshot 20230701 105028 Chrome

સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ મેઘમહેર ચાલુ રહે એવી શક્યતા છે દરમિયાન રોડ ઉપર પાણી ભરાઈ જતા મોટા ખાડાઓ નહિ દેખાતા વાહન અકસ્માતના બનાવો પણ બની રહયા છે ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાઇ જતા હાઇવે ઉપર પડેલ ખાડાઓ નહી દેખાતા એક ટ્રકનું વ્હીલ ખાડામાં પડી જતા ટ્રક પલટી ગઈ હોવાનો બનાવ નોંધાયો છે. આ ટ્રક અમદાવાદથી રાજસ્થાન તરફ જતી હોવાનું જાણવા મળ્યું છે જોકે, સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા અનેક વાહનચાલકો અટવાયા હતા અને હાઇવે ઉપર…

Read More
Screenshot 20230701 102356 WhatsApp

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત ભારે વરસાદ ને લઈ વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલી માન નદી બે કાંઠે વહી હતી ત્યારે માન નદી બે કાંઠે વહેતા સિંદૂમ્બર ગામના દુકાન ફળિયા અને ભતાડી ફળિયાને જોડતો કોઝવે બંધ થઈ જવા પામ્યો હતો.જેને લઈ શાળા એ થી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ અટવાયા હતા અને વિદ્યાર્થીઓ એ 10 થી 15 કિલોમીટર નો ચકરાવો કરવાનો વાળો આવ્યો હતો. દર વર્ષે ઉપરવાસમાં પડતા ભારે વરસાદના કારણે આ કોઝવે ઉપર પાણી ફરી વળતા બંધ થઈ જવા પામતો હોય છે કોઝવે પર પાણી ફરી વળતા ગામ જનોએ 10 થી 15…

Read More
Screenshot 20230701 101459 Chrome

વલસાડ જિલ્લાના ઉપરવાસમા ભારે વરસાદના પગલે તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે વલસાડના ઔરંગા નદીનો વોટરવર્કસનો ડેમ ઓવરફ્લો થતા નદી બંને કાંઠે વહી હતી અને શહેરના નીચાણવાળા દાણા બજાર વિસ્તારમા પાણી ભરાયા હતા.જિલ્લા વહીવટી તંત્રએ વલસાડના અન્ય નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રેહવાની અપીલ કરી હતી. જિલ્લામા આજરોજ સવારના 6 કલાક થી સાંજના 4કલાક દરમ્યાન ધરમપુર અને કપરાડામા પાંચ,પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો.જયારે વલસાડ તાલુકામા ત્રણ અને પારડી તાલુકામા બે ઇંચ ઉપરાંત ઉંમરગામ અને વાપી તાલુકામા એક એક ઇંચ વરસાદ નોંધાયો હોવાના એહવાલ છે. વલસાડ જિલ્લામા છેલ્લા ચાર દિવસ થી મેઘરાજાની ધમાકેદાર સવારીના પગલે સર્વત્ર પાણી પાણીના દ્રશ્યો સર્જાય રહ્યા…

Read More
Screenshot 20230701 092337 Chrome

સુરતમાં રૂ. 118.42 કરોડના ખર્ચે બનેલા બ્રિજનો એપ્રોચ ભાગ પહેલા વરસાદમાં જ બેસી ગયો હોવાછતાં તંત્ર ઊંઘી રહ્યું છે અને મામલો દબાવી દેવાના પ્રયાસો શરૂ થતાં આ પ્રકરણમાં અનેક અટકળો શરૂ થઈ છે. સુરતમાં ચોમાસાની શરૂઆત સાથેજ રૂ. 118.42 કરોડના ખર્ચે તૈયાર થયેલા 4 લેનના વેડ-વરિયાવ બ્રિજનો એપ્રોચનો ભાગ બેસી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે. આ બ્રિજનું એક મહિના અગાઉ જ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જો કે પહેલા વરસાદમાં બ્રિજનો એક બાજુનો ભાગ બેસી જતા એક તરફનો હિસ્સો વાહન વ્યહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ગત 18મી મેના રોજ રૂ. 118.42 કરોડના ખર્ચે તૈયાર થયેલો વેડ અને વરિયાવને જોડતા…

Read More
Screenshot 20230701 090819 Chrome

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ત્રણ વર્ષની ટર્મ જુલાઇ મહિનામાં પૂર્ણ થતાં હવે તેમના સ્થાને કોણ આવશે તે અંગે અટકળો શરૂ થઈ છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ સી.આર.પાટીલની ટર્મ પૂરી થતા હવે નવા અધ્યક્ષ કોણ હશે અને સીઆર પાટીલને હવે પછી કયું પદ મળશે? તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપના મોવડીમંડળ દ્વારા આ માટે બેઠક કરીને ગમે ત્યારે નામ નક્કી કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સી.આર પાટીલ પહેલાં જિતુ વાઘાણી અને તેમની પહેલાં ફળદુ પ્રદેશાધ્યક્ષ હતા જેતે વખતે પાટીલનું નામ પ્રદેશાધ્યક્ષ તરીકે જાહેર થયું તે અગાઉ બધાને એવું હતું કે પાટીદાર અથવા ઓબીસી ચહેરો…

Read More
Screenshot 20230701 083251 Chrome

મહારાષ્ટ્રના બુલઢાણામાં મોડી રાત્રે યવતમાલથી પુણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાયા બાદ ડિવાઈડર પર થઈ પલટી મારી ગયા બાદ બસ સળગી ઉઠતા બસમાં સવાર 33 મુસાફરો પૈકી 25 મુસાફરોના ગંભીર રીતે દાઝી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા જ્યારે આઠ મુસાફરોએ બસની બારીના કાચ તોડીને બહાર કૂદી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં બચી ગયેલા બસનો ડ્રાઈવરે જણાવ્યું કે ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ, જેના કારણે બસમાં આગ લાગી. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે બસ પલટી જવાને કારણે ડીઝલની ટાંકી ફાટી હતી. જેના કારણે રોડ પર ડીઝલ ફેલાઈ ગયું હતું. જેના કારણે આગ લાગી…

Read More
Screenshot 20230701 074532 Chrome

ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હજુ પણ આગામી ત્રણથી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થઈ છે. રાજ્યમાં કેટલાય વિસ્તારમાં આજેપણ વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલદરવાજા સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના એસજી હાઇવે ઉપર ભારે વરસાદને પગલે ઇસ્કોનબ્રિજ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. કર્ણાવતી ક્લબ ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે અને ભારે વરસાદ પડતા ત્યાં ટ્રાફિકજામ સર્જાયો છે. એસજી…

Read More
Screenshot 20230630 183949 Chrome

વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ ડોકટરને ઝડપી લઈ પાંજરે પૂર્યો હતો. આરોગ્ય શાખા, જિ.પં.વલસાડ જિલ્લા વિકાસ અધિકારી, વલસાડની સુચના અન્વયે બૉગસ ડૉકટર સામે ફરીયાદ થયા બાદ તેની આજે ધરપકડ કરવામાં આવી હતી. અત્રેની કચેરીના ધ્યાન પર આવ્યુ હતું કે કલ્પેશ ભોંયા નામનો ઇસમ વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકામાં લવકર, પારસપાડા ફળીયા ખાતે કોઇપણ પ્રકારની માન્ય મેડિકલ લાયકાત વગર ખાનગી પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે જે અંગે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની સુચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર, કપરાડા અને મેડીકલ ઓફિસર, પ્રા.આ.કેન્દ્ર સિલ્યા દ્રારા આ બોગસ ડોકટર વિરુદ્ધ તા. ૨૯/૦૬/૨૦૨૩ નાં…

Read More
Screenshot 20230630 162324 Chrome

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષે પ્રથમ વખત મહિલા કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ પુરી થતાં શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો.નીરજા ગુપ્તાની નિમણૂક થઈ છે. મૂળ અમદાવાદના વતની ડો. નીરજા ગુપ્તા ગુજરાત યુનિવર્સિટીમાં નવા અને પહેલાં મહિલા કુલપતિ બન્યા છે. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવકનું બેકગ્રાઉન્ડ ધરાવે છે,તેઓ છેલ્લા 2 વર્ષથી મધ્ય પ્રદેશના સાંચી યુનિવર્સિટીમાં કુલપતિ હતા. ડો.નીરજા ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજના આચાર્ય તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલના પણ સભ્ય રહી ચૂક્યા છે. નીરજા ગુપ્તા ઈંગ્લિશ વિષયના પ્રોફેસરે…

Read More