Gujarat: લોકસભા ચૂંટણી 2024 માટે 16 આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસે ફરી એકવાર ક્ષત્રિય ઉમેદવાર અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે. સામા પક્ષે ભાજપ દ્વારા સાંસદ મિતેશ પટેલને રિપીટ કર્યા છે. ક્ષત્રિય સમાજનો રુપાલાના વિરોધનો પડઘો આ બેઠક પર પડી શકે છે. જોકે, NCPના જયંત પટેલ(બોસ્કી) પણ અહીંયાથી ચૂંટણી લડી રહ્યા હોવાથી ચૂંટણી જંગ ત્રિપાંખીયો બની ગયો છે. આણંદ લોકસભા બેઠક વિસ્તારમાં ઠાકોર, ક્ષત્રિય, પરમાર અને રાઠોડ જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે, બીજા ક્રમાંકે આણંદ જિલ્લામાં પાટીદાર સમાજનું વર્ચસ્વ પણ બરાબર જોવા મળે છે. ત્રીજા ક્રમાંકે મુસ્લિમ સમાજ, એસસી મતદાર અને સવર્ણો મતદારો સાથે અન્ય સમાજના મતદારોની પણ નિર્ણાયક સંખ્યા છે.…
કવિ: Shakil Saiyed - Political Editor
Gujarat:આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી શકે છે. પાર્ટીના સૂત્રો કહે છે કે ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુનીતા કેજરીવાલ મતદારો સુધી સંદેશ પહોંચાડવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. હવે AAPના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને જામીન મળી ગયા હોવાથી તેઓ દિલ્હી અને અન્ય રાજ્યોમાં પ્રચારની જવાબદારી સંભાળે તેવી શક્યતા છે. આપને જણાવી દઈએ કે હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. તેમની ધરપકડથી સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય સમીકરણો વેરવિખેર થઈ ગયા છે, ખાસ કરીને લોકસભા ચૂંટણી…
Gujarat: ગુજરાતમાં લોકસભાની 26 સીટમાંથી 6 અનામત: ચાર બેઠકો અનુસૂચિત જાતિ માટે અને બે બેઠક અનુસૂચિત જાતિ માટે છે અનામત લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતની તમામ 26 સીટોનું ગણિત સરખું કરવામાં રાજકીય પક્ષો લાગી ગયા છે. ગુજરાતમાં બે સીટ છોડીને સીધો મૂકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ભાજપે ગુજરાતમાં પોતાના વર્તમાન 14 સાંસદોની ટિકિટ કાપી છે. આ સીટો માટે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિત માત્ર 12 સાંસદોને જ રિપીટ કરવામાં આવ્યા છે. પાર્ટીએ આ વખતે માત્ર 4 મહિલાઓને જ ટિકિટ આપી છે. ભાજપે વડોદરા અને સાંબરકાંઠાની સીટો પર પહેલા…
Gujarat: રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ ક્ષત્રિયોના વિરોધની ઐસી તૈસી કરીને વટભેર ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલાં તેમણે જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ જાહેરસભાને સંબોધન કર્યું હતું. રુપાલાએ જાહેરસભાને સંબોધન કરતા મોદી સરકારના ચૂંટણી ઢંઢેરા અંગેના સંકલ્પો ગણાવ્યા હતા. ખાસ કરીને 70 વર્ષના વડીલો માટે મોદી સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે કોમન સિવિલ કોડ લાગુ કરવાના સંકલ્પ અંગે પણ મોદી સરકારની પહેલના વખાણ કર્યા હતા. તેમણે હાજર રહેલા નેતાઓ, કાર્યકરો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, સાંસદો, ધારાસભ્યો સહિત ઉપસ્થિત લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. અંતે…
Gujarat: રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન યોજાયું છે. ક્ષત્રિય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકોના ઘોડાપુર ઉમટી પડ્યા છે. ત્રણ વિધાના મેદાનમાં હકડેઠઠ જવમેદની જોવા મળી રહી છે. ક્ષત્રિય મહાસંમેલનની માંગ છે કે ક્ષત્રિયોની અસ્મિતા કાજે ભાજપે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાને આપીલ ટિકિટ પાછી ખેંચી લેવી જોઈએ. કોંગ્રેસ સમય પર સોગઠી મારીને અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી દીધા છે. ક્ષત્રિય સમાજ ગુજરાતમાં બહોળી રીતે પ્રસરેલો છે. ક્યાંક સીધી રીતે તેમનુ વર્ચસ્વ છે ક્યાંક તેમની નોંધપાત્ર હજારી છે તો ક્યાંક તેઓ મતદાનમાં નિર્ણાયક બની રહેનારા પુરવાર થયા છે. અલ્પેશ ઠાકોરે 2015માં શરુ કરેલા…
Gujarat: રુખી સમાજના સંમેલનમાં વિવાદાસ્પદ નિવેદન બોલવાને આજે પંદર દિવસ થઈ ગયા પરંતુ ક્ષત્રિય સમાજ ભાજપના નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રુપાલાને માફી આપવાના મૂડમાં નથી. કાઠી ક્ષત્રિય સમાજે માફી આપી દીધી હોવાના અહેવાલ છે પણ સમાજના બહુવિધ સંગઠનો હજુ પણ આરપારની લડાઈ લડવાના મૂડમાં છે અને રુપાલાને ઉમેદવાર તરીકે પડતા મૂકવા માટે મક્કમ નિર્ધાર સાથે લડત ચલાવી રહ્યા છે. ભાજપે રુપાલાની ટિકિટ અત્યાર સુધી કાપી નથી અને 16મીએ રુપાલાએ વાજતે ગાજતે ઉમેદવારી કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. આનો મતલબ એ થયો કે ભાજપ હાઈકમાન્ડ રુપાલાની પડખે છે અને રુપાલા અંગે ભાજપ હાઈકમાન્ડ ક્ષત્રિયોની માંગણીને માનવાનો ઈન્કાર કરી…
Gujarat: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં ભાજપને જોરદાર ટક્કર આપવા માટે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં તેના સંગઠનને મજબુત કરવા માટે જોરદાર પ્રયાસો કરી રહી છે. લોકસભા ચૂંટણીના પગલે ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓને મોટી જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસના હાઈ કમાન્ડે ચૂંટણી પ્રચાર અભિયાન માટે ખાસ સ્ટ્રેટેજી કમિટીની રચના કરી છે, જેમાં દિવંગત કોંગી નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને પણ સ્થાન મળ્યું છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા મુમતાઝ પટેલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ નેતૃત્વએ મુમતાઝ પટેલને પ્રચાર સમિતિમાં સામેલ કર્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ટોચના નેતૃત્વએ કેમ્પેઈન કમિટિ, સ્ટ્રેટેજી કમિટી, ઈલેક્શન મેનેજમેન્ટ…
Gujarat: ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આ દિવસોમાં ભાજપથી ઘણો નારાજ છે. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોએ મ્યાનમાંથી તલવારો કાઢીને પક્ષને રૂપાલા પાસેથી ટિકિટ પાછી ખેંચી લેવાની ચેતવણી આપી છે અન્યથા ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી ઉચ્ચારી છે.. ક્ષત્રિય સમાજની આ નારાજગીનું કારણ પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં આપેલું નિવેદન છે. ભાજપે રૂપાલાને રાજકોટથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સૌરાષ્ટ્રમાં ઉગ્ર વિરોધ કેન્દ્રીય મંત્રીનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ક્ષત્રિય સમાજના લોકો મેદાનમાં આવી ગયા હતા. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ક્ષત્રિય સમાજની મોટી વસ્તી છે અને અહીં રૂપાલાના નિવેદન સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ભારતની આઝાદી…
Gujarat: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર, દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. જે પ્રકારે તેમની સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે તેને લઈ પટેલ વર્સીસ ક્ષત્રિય સમાજની વરવી સ્થિતિનું સ્થિતિનું પણ નિર્માણ થયું છે. ક્ષત્રિય સમાજ ટિકિટ પાછી ખેંચવાના મુદ્દા પર અડીખમ છે તો સામે પક્ષે પટેલો દ્વારા રુપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ વાયરલ થઈ રહી છે. ભાજપ માટે ખૂબજ પેચીદી સ્થિતિ બની ગઈ છે. ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલના અત્યાર સુધીના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. ક્ષત્રિય સમાજના આગેવાનોને રુપાલની ટિકિટ રદ્દ કરવા સિવાય બીજું કશું ખપતું નથી. ભાજપ છાશ…
Gujarat: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને સમૂળગી રીતે બમ્પર રીતે જીતવા માટે ભાજપે ઓપરેશન લોટસ ચલાવ્યું અને કોંગ્રેસના કદાવર નેતાઓને ખેરવીને ભાજપે કોંગ્રેસને નબળી તો પાડી દીધી છે પણ હવે ખરી લડાઈ કોંગ્રેસમાં નહીં પણ ભાજપમાં લડાવાની છે. આગામી દિવસોમાં સૌથી ખરાબ સ્થિતિ ભાજપમાં હશે. લોકસભાની ચૂંટણી પહેલાં જે ઉભરા ઠલવાઈ રહ્યાં છે એ માટે જવાબદાર પણ ભાજપ જ છે. એક સમયે ગાભા મારું જેવા શબ્દોથી નવાજતા ભાજપના સંનિષ્ઠ કાર્યકરો હવે મજૂરિયા તરીકે સોશિયલ મીડિયામાં ઓળખાઈ રહ્યાં છે. ભાજપ હવે રીતસરની કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં વિવાદો વચ્ચે ભાજપે પાંચ પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારો ઉતાર્યા છે. હવે ભાજપમાં…