Gujarat: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત ભાજપને કેટલીક સીટો પર જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પાર્ટીના કેટલાક અગ્રણી નેતાઓ પણ આનો ઉકેલ શોધી રહ્યા છે. જેમ કે રાજકોટ, અમરેલી, સાબરકાંઠા, વલસાડ, અને સુરેન્દ્રનગર સીટ પરના ભાજપના ઉમેદવારો બદલવાની માગ સ્થાનિક નેતાઓ, કાર્યકરો અને સામાન્ય લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર પાર્ટીની વિજયયાત્રા ખતરામાં લાગી રહી છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની અગાઉની ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ આકરાં પાણીએ છે. સમાજ વિરૂધ્ધ કરેલી અભદ્ર ટિપ્પણી બાદ શનિવારે ક્ષત્રિય સમાજના નેતા અને કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું…
કવિ: Shakil Saiyed - Political Editor
Gujarat: ગુજરાતમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ સતત વિરોધ કરી રહ્યો છે. રૂપાલાએ બે વખત જાહેરમાં માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ ઓછો થયો નથી. આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો અને રાજપૂત સમાજ સંકલન સમિતિના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ મીટિંગ માટે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ બેઠક એસજી હાઈવે પકવાન ચાર રસ્તા પાસેની એક હોટલમાં થઈ હતી. પરંતુ ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો નિષ્ફળ થયા હતા. રુપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ પણ રાજપુતો મક્કમ રહ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે. આ બેઠકમાં ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ…
Gujarat: રાજકોટ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રુપાલાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી, દિવસે ને દિવસે તેમની સામે ક્ષત્રિય સમાજનો વિરોધ વધુને વધુ તીવ્ર બની રહ્યો છે. આ સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ એલર્ટ મોડ પર છે અને રુપાલા સામેના વિરોધમાં ક્યા નેતાઓ અને ક્યા આગેવાનો છૂપી રીતે સક્રીય રહીને બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે તેનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રુપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ વધી રહ્યો છે સાથે જ ભાજપન ક્ષત્રિય સમાજના નેતાઓ પણ અવિરત રીતે હાઈકમાન્ડ સમક્ષ રુપાલાની ટિકિટ કાપી લેવાની માંગ કરી રહ્યા…
Gujarat: રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સ્થાને મોહન કુંડારિયાના નામની ચર્ચા શરૂ થઈ છે. જેમાં ક્ષત્રિય ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ પી.ટી.જાડેજાએ જણાવ્યું છે કે હજુ રૂપલને હટાવવાની માંગ છે. તેમજ અમને મોહન કુંડારિયા સામે કોઈ વાંધો નથી. ક્ષત્રિય સમાજ મોહન કુંડારીયાને જીતાવડશે. પી.ટી.જાડેજાએ કહ્યું કે ક્ષત્રિય સમાજ મોહન કુંડારીયાને જીતાડશે. ક્ષત્રિય સમાજ મોહન કુંડારિયા સાથે મળીને કામ કરશે. કુંડારિયાને જીતાડવાની જવાબદારી ક્ષત્રિય સમાજ લેશે. પરષોત્તમ રૂપાલાના સ્થાને મોહન કુંડારિયાને રિપીટ કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. ક્ષત્રિય સમાજ મોહન કુંડારિયાને જીતાડશે. ક્ષત્રિય સમાજ મોહન કુંડારિયા સાથે મળીને કામ કરશે. તેમજ મોહન કુંડારિયાને વિજયી બનાવવાની જવાબદારી ક્ષત્રિય સમાજ લેશે. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ…
Gujarat : લોકસભાની ચૂંટણીની દૃષ્ટિએ ગુજરાતમાં ભલે માત્ર 26 બેઠકો હોય પરંતુ દેશના રાજકારણમાં આ રાજ્યનું ઘણું મહત્વ છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે. ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગરથી બીજી વખત ટિકિટ આપી છે. બે કેબિનેટ મંત્રીઓ – પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ અનુક્રમે રાજકોટ અને પોરબંદરમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે સતત બે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી છે. જૂની પરંપરા જાળવી રાખવી પાર્ટી માટે વિશ્વસનીયતાનો પ્રશ્ન બની રહેશે. શું કોંગ્રેસ આ વખતે આંકડા બદલી શકશે? બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતે 26-0નો આંકડો બદલવા માટે બેતાબ છે.…
Gujarat: લગભગ 25 વર્ષ પહેલા ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી ત્યારથી ગુજરાતના મુસ્લિમોની સ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. જો રાજ્યમાં મુસ્લિમોની રાજકીય ભાગીદારીની વાત કરીએ તો સંસદ અને વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને બહુ ઓછી તકો મળી છે. હા, સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોમાં આ સમુદાયની સારી ભાગીદારી રહી છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના બંને રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે મુસ્લિમોને દરકિનાર કરવાનું વલણ અપનાવ્યું છે.ગઈ ચૂંટણીમાં 26 બેઠકોમાંથી કોંગ્રેસે માત્ર એક બેઠક ભરૂચ પર મુસ્લિમ ઉમેદવારને તક આપી હતી. ભાજપે એક પણ મુસ્લિમને પોતાનો ઉમેદવાર બનાવ્યો નથી. આ વખતે કોંગ્રેસમાં મુસ્લિમ ઉમેદવારને લઈ ભારે વિમાસણની સ્થિતિ જોવા મળી રહી છે.…
Gujarat: ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પાછલા 30 વર્ષથી સત્તા સ્થાને બિરાજેલા ભાજપે તમામ સીટો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે પણ હવે કેટલીક સીટો પણ આંતરિક ડખો બહાર આવી રહ્યો છે. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચતા ભાજપે નવા ઉમેદવાર શોભના બારૈયાનું નામ જાહેર કર્યું હતું. શોભના બારૈયાનું નામ જાહેર થતા જ ભીખાજીના સમર્થકો મેદાને આવી ગયા અને 2000 જેટલા સમર્થકોએ તો રાજીનામાં પણ આપી દીધા છે, હવે આ પરિસ્થિતીમાં સાબરકાંઠામાં ભાજપની હાલત કફોડી બની છે. ભાજપ દ્વારા ડેમેજ કેન્ટ્રોલ શરુ કરવામાં આવ્યું છે. ભાજપના ઉમેદવાર શોભના બારૈયા સામે કોંગ્રેસે ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર…
Gujarat: ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના જાહેરમાં કરાયેલા ઉચ્ચારણો સામે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઉગ્ર વિરોધ વંટોળ ઉભો થયો છે. જામનગરમાં આજે રાજપૂત સેવા સમાજના સભાખંડમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલા સામે ઉગ્ર વિરોધ સાથે જય ભવાની ના નારા લગાવવામાં આવ્યા હતાં. આ તકે રાજપૂત સમાજના આગેવાનોએ યોજેલી પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા હાલાર કરણી સેનાના પ્રભારી કાન્તુભા જાડેજાએ ઉગ્ર આક્રોશ વ્યકત કરતા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલા એક શિક્ષક હતા, માથે ધોળા વાળ આવી ગયા છે, પીઢ નેતા…
Gujarat : ગુજરાત કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીને લઈ ભારે ગડમછલ ચાલી રહી છે. ભાજપે 26 બેઠકો પર 26 ઉમેદવાર જાહેર કરી દીધા છે. લોકસભા ચૂંટણી સત્તાવાર જાહેર થઈ તે પહેલાથી દરેક પક્ષ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરતો હોય છે, છતાં ચૂંટણીની તારીખો જાહેર થયાના દસેક દિવસો બાદ પણ કોંગ્રેસ ગુજરાતની સાત બેઠક પર નામ જાહેર કરી શકી નથી જ્યારે ભાજપે તમામ 26 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હોવાથી ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક પરથી તેના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે જ્યારે કોંગ્રેસે હજુ સાત બેઠક પર ઉમેદવારની જાહેરાત કરવાની બાકી છે.…
Gujarat: લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવાની બાબતને અંતિમ રુપ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને હોટ કેક બનેલી ભરુચ લોકસભા સીટ પર ઔવેસીની પાર્ટી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારવા જઈ રહી છે. AIMIMના ગુજરાત પ્રમુખ સાબીર કાબલીવાલાએ જણાવ્યું કે AIMIM ગુજરાતમાં બે સીટ પર ચૂંટણી લડવા જઈ રહી છે. ભરુચ અને ગાંધીનગરની સીટ પર AIMIM ઉમેદવાર ઉભો રાખશે. તેમણે વધુમાં કહ્યું કે ભરુચની સીટ મુસ્લિમ સીટ છે અને આ સીટ પરથી અહેમદ પટેલ સાંસદ રહી ચૂક્યા છે. ભરુચની સીટ જીતી શકાય છે. ભરૂચ સંસદ બેઠક પર અનુ.જાતિના મતદારો અંદાજે 61,004 છે જે 2011ની વસ્તી ગણતરી મુજબ લગભગ 3.9 ટકા છે.જ્યારે…