ગાંધીનગર આપણે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે મોદી અને ગાંધી વચ્ચે કેટલી સામ્યતાઓ છે? જેના ભાગ 1લા માં બન્ને ચુસ્ત હિન્દૂ અને ભયાનક જિદ્દી હોવાની સામ્યતા વિષે ઉદાહરણ સાથે આપણા સમક્ષ વાત મૂકી હતી. હવે આજે આ જ શ્રેણીમાં ભાગ 2જા માં એક એવી સામ્યતા વિષે વાત કરવી છે જે એક એવી આવડત, કલા અને સમજણ છે જે ગાંધી અને મોદી બન્નેમાં એમના કન્ટેમ્પરરી કરતા સવિશેષ અને ઠાંસી ઠાંસીને ભરેલી છે. એ છે મીડિયા મેનેજમેન્ટ ની કલા. ગાંધીનું આજથી સવાસો વર્ષો પહેલાનું મીડિયા મેનેજમેન્ટ : મહાત્મા ગાંધીને મહાત્માની ઉપાધિ ટાગોર દ્વારા મળી એના અનેક વર્ષો પહેલા ગાંધી 1893…
કવિ: Shakil Saiyed - Political Editor
ગાંધીનગર આ આર્ટિકલ શરુ થયો એ પહેલા જે ડેટલાઇન લખી છે એ ગાંધીનગર છે. જે મહાત્મા ગાંધીના નામથી ગુજરાતના પાટનગરનું પડેલું નામ છે. આજે દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી એક પ્રયાસ શરુ થયો છે. જે શરૂઆતમાં એક સામાન્ય ગણગણાટ સમાન હતો. હવે એ ગણગણાટ એક રણભેરી અને બ્યુગલના ઘોષ સમાન થઇ ગયો છે. એ પ્રયાસ છે મહાત્મા ગાંધીને નરેન્દ્ર મોદીથી રિપ્લેસ કરવાનો. આ વાંચીને વાચકમિત્રોને અમારી ટીકા, નિંદા કરવાનું મન થઇ શકે. ઘણા બધા લોકો કરશે પણ ખરા. આ લખવા પાછળનો હેતુ આપ સૌ સુધી એ વાતને પહોંચાડવાનો છે કે ખરેખર આ થઇ રહ્યું છે. આપણા સૌના અચેતન મન સુધી અલગ…
ગાંધીનગર કોરોને વર્તાવેલા કાળા કેર ના કારણે આપણા સૌ ના જીવન ઉપર નકારાત્મક અસરો પડી છે એ વાત જગજાહેર છે પરંતુ તાજેતરમાં જ યુનેસ્કો સંસ્થા દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે કોરોનાના કહેરથી દેશના બાળકો ઉપર એક અત્યંત વિપરીત અસર પડી છે. દેશના 29 કરોડ બાળકોએ કોરોના કાળ દરમિયાન સ્કૂલમાંથી ડ્રોપ લીધો છે. જેમાં પ્રિ-પ્રાઈમરી અને સેકન્ડરી લેવલના 11 કરોડથી વધુ બાળકો હજુ પણ સ્કૂલના શિક્ષણથી દૂર છે. આ 23 કરોડ બાળકોમાંથી 13 કરોડ બાળકીઓ છે જે કોરોના કાળ દરમિયાન સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થઇ ચુકી છે. આ અત્યંત ગંભીર અને ભવિષ્યમાં આ બાળકોની જિંદગીને કરિયર,…
ગુજરાત સરકારે 1 ડિસેમ્બરથી ધોરણ 1 થી 5 સુધી પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેના માટે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની સમિતિના અભિપ્રાય બાદ કેબિનેટની બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે.પરંતુ શિક્ષણ વિભાગની સમિતિની ભલામણ મુજબ પ્રાથમિક શાળાના બાળકોને અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ પ્રાથમિક શાળામાં ભણાવી શકાશે. હવે રાજ્યમાં ધોરણ 1 થી 5 સુધીની બાકીની શાળાઓ શરૂ કરવા માટે સરકાર ગંભીર બની રહી છે. જેથી રાજ્યના શિક્ષણ વિભાગે 1 ડિસેમ્બરથી ધોરણ 1 થી ધોરણ 5 સુધીનું શિક્ષણ શરૂ કરવાની કવાયત શરૂ કરી છે. કમિટીએ શિક્ષણ વિભાગને આપેલા સૂચનો અને ભલામણો અનુસાર અઠવાડિયામાં 6 દિવસને બદલે 4 દિવસ…
નવી દિલ્હી રાફેલનું ભૂત ફરીથી ધૂણી ઉઠ્યું છે. ફ્રાન્સના એક ઇન્વેસ્ટિગેટિવ ન્યુઝ પોર્ટલ મીડિયાપાર્ટ દ્વારા પબ્લિશ થયેલા રિપોર્ટમાં રાફેલ વિમાન સૌદા અંતર્ગત સુષેન ગુપ્તા નામના વચેટિયા દલાલને 65 કરોડ રૂપિયા કટકી તરીકે ચૂકવાય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એટલુંજ નહિ 2018ની સાલમાં સીબીઆઈના તત્કાલીન ડાઈરેક્ટર આલોક વર્માને મોરેશિયસના એટર્ની જનરલે આ કૌભાંડ અંગે પુરાવા સાથેનો પત્ર લખ્યો હોવાની વાત પણ સામે આવી છે. પરંતુ સીબીઆઈ દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આ પર્દાફાશ દ્વારા મોદી સરકારની ઈમાનદાર અને સ્વચ્છ છબી ઉપર છાંટા ઉડ્યા છે એમ કહેવામાં આવે તો ખોટું નથી. આ સ્થિતિમાં રાફેલ ડીલ…
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક આજે ડ્રગનો મોટો જથ્થો ઝડપાયો છે.ખંભાળિયામાં રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે.LCB અને SOGની ટીમે આ ઓપરેશન હાથ ધર્યું છે.ડ્રગ્સ મુદ્દે ગૃહ મંત્રીએ કહ્યું છે કે દેશના ઇતિહાસમાં આ સૌથી મોટા પર્દાફાશ છે.તેમણે આ કામની કામગીરી કરનારા પોલીસને અભિનંદન આપ્યા હતા.પોલીસે માત્ર 3 દિવસમાં જ મહત્વની કામગીરી કરી છે. તેમણે કહ્યું કે ડ્રગ માફિયાઓને ચારે બાજુથી પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદ અને સુરત પોલીસે ડ્રગ્સના દાણચોરોની ધરપકડ કરી છે. બે મહિનાના ગાળામાં પોલીસે આ મામલે ગંભીર કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું કે 55 દિવસમાં…
કોરોના ઘટતા જ પ્રવાસના સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ રેલવે તરફથી અનેક પ્રકારના ટુરિસ્ટ પેકેજ આપવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી રેલવે તરફથી ગુજરાત માટે કોઈ ખાસ પેકેજ જાહેર નથી કર્યું. પરંતુ હવે ઉંધી ગંગા વહેતી જોવા મળી રહી છે. બીજા રાજ્યોના પ્રવાસીઓ માટે ગુજરાતના ધાર્મિક તથા અન્ય પ્રવાસન સ્થળો માટે રેલવે દ્વારા એક નવું પેકેજ ભાર પડ્યું છે દક્ષિણ ભારતના વિજયવાડા અને વિશાખાપટ્ટનમથી ગુજરાત દર્શન માટેનું ખાસ પેકેજ રેલવે દ્વારા જાહેર કરવામાં આવ્યું. રેલવેના ડેપ્યુટી જનરલ મેનેજર કિશોર સત્યાએ જણાવ્યું કે રેલવે વિભાગે ગુજરાતના ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે વિશેષ ટુરિસ્ટ ટ્રેન શરૂ કરી દીધી…
ગાંધીનગર જે રીતે છેલ્લા બે મહિનામાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં હજારો કિલોની માત્રામાં નશીલા પદાર્થો ઝડપાઇ રહ્યાં છે એ જોતા સૌ કોઈને મનમાં એક સવાલ થઇ રહ્યો છે કે શું ગુજરાત ડ્રગ ટ્રાફિકિંગનો એક ‘સિલ્ક રૂટ’ બનાવ તરફતો નથી જય રહ્યું ને? સિલ્ક રૂટ એટલે એક એવો રસ્તો જે ટ્રાફિકિંગ માટે, ટ્રાંન્સપોર્ટેશન માટે મખમલની માફક સુંવાળો હોય. 10મી નવેમ્બર 2021ના રોજ દ્વારકા અને સુરત ખાતેથી 66 કિલોથી વધુ નશીલો પદાર્થ પકડાયો છે. લગભગ ત્રણ વર્ષ પહેલા ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાની ડ્રગ ટ્રાફિકરો પાસેથી સલાયા અને પોરબંદર ખાતે થી 1450 કિલોનું કોકેઈન પકડી પાડવામાં આવ્યું હતું. એ જ ગાલ દરમિયાન અમદાવાદ…
સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા સાંઈનગરમાં ભાડાની રૂમમાં રહેતા બે રૂમમેટ વચ્ચે ઘરકામ કરવા બાબતે થયેલી લડાઈ લોહિયાળ બની હતી. ઝઘડાની અદાવતમાં મિત્રને માથામાં લોખંડની તપેલી અને કુકર વડે માર મારીને હત્યા કરી હતી.પોલીસે હત્યારાની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.નાની નાની બાબતે ઉગ્ર બોલાચાલી બાદ શાબ્દિક બોલાચાલીથી શરૂ થયેલી વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી. સચિન GIDC હાઉસ નં. 29, 30માં ભાડાની રૂમમાં રહેતો કલ્લુ બડકુ નિષાદ એક સપ્તાહ પહેલા તેના પિતરાઈ ભાઈ પવન પતરાખન નિશાદ સાથે રહેવા આવ્યો હતો.પવન રહેવા આવ્યાના બે દિવસમાં જ ઘરમાં પાણી ભરવા અને કરિયાણું લાવવા બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેથી…
ટ્વિટર પર સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી બીજા નંબર પર છે.અમેરિકા ના સિંગર ટેલર સ્વિફ્ટ પેહલા નંબર પર છે.કન્ઝયૂમર ઈન્ટેલિજન્સ કંપની બ્રાન્ડવોચે વર્ષના રિસર્ચ પરથી આ સૂચિ તૈયાર કરી છે. એમાં પ્રધાન મંત્રી મોદીને પ્રભાવશાળી માણસ તરીકે રજુ કરાયા છે.એટલે એમ કહી શકાય કે ટ્વિટર પર વૈશ્વિક સ્તરે હજુ સુધી કોઈ નેતા ટકી શક્યા નથી. આ સૂચીમાં સચિન તેંડુલકરનું નામ છે.રસભરેલી વાત એ છે કે સૂચીમાં સચિને અમેરિકાના અભિનેતા ડ્વેન જહોનસન, લિયોનાર્ડો ,ડિક્રેપ્રિયો અને અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા સાથે બીજી હસ્તીઓને પાછળ મુક્યા છે .કંપનીએ કહ્યું કે સચિન હંમેશા નબળા લોકો માટે આગળ આવે છે તેના સિવાય…