ગાંધીનગર- કચ્છના એલ્યુમિના પ્રોજેક્ટને ગ્રહણ લાગી ચૂક્યું છે. આ પ્રોજેક્ટ ફરી એકવાર ડ્રોપ થયો છે. આ પ્રોજેક્ટ નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ- નાલ્કોએ ડ્રોપ કર્યો છે. આ પ્રોજેક્ટની કોસ્ટ 15000 કરોડ થતી હતી. સરકારે હવે આ પ્રોજેક્ટ પર ઠંડુ પાણી રેડી દીધું છે. વારંવાર ડ્રોપ થતાં આ પ્રોજેક્ટ માટે સરકાર હવે કોઇ નવા પ્લેયર શોધશે નહીં પરંતુ પ્રોજેક્ટને સ્ક્રેપ કરી દેવાશે. આ પ્રોજેક્ટ ક્યારેય સાકાર નહીં થાય. ઉદ્યોગ વિભાગે આગળ કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ગુજરાતના કચ્છમાં એલ્યુમિના પ્રોજેક્ટમાં વાર્ષિક 0.5 મિલિનય ટનનો એલ્યુમિનિયમ સ્મેલ્ટર પ્લાન્ટ સ્થપાવાનો હતો. આ પ્રોજેક્ટમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન- જીએમડીસી 26 ટકાની જેવી પાર્ટનર હતી.…
કવિ: Margi Desai
ગાંધીનગર- ગુજરાતમાંથી બેકારી દૂર કરવી હોય તો સરકારે બનાવેલા નિયમનું ફરજીયાત પાલન કરવું જોઇએ, કેમ કે નિયમનું પાલન નહીં થતું હોવાથી બેકારીનો સાચો આંકડો બહાર આવતો નથી. રાજ્યના આંકડાશાત્ર બ્યુરો તરફથી રજૂ કરવામાં આવતા બેકારીના આંકડા પોકળ અને અધુરાં છે તેથી સરકાર એક એપ્લિકેશન બનાવવાની આવશ્યતા છે. રોજગાર વિભાગના એક નિવૃત્ત અધિકારીએ કહ્યું છે કે સરકારની રોજગાર વિનિયમ કચેરીઓમાં તમામ શિક્ષિત વિદ્યાર્થીઓ નામ દાખલ કરાવતા નથી તેથી તમામ શિક્ષિત વિદ્યાર્થીઓ માટે એક એપ્લિકેશન બનાવીને તેમાં ફરજીયાત વિગતો ભરવાની સુવિધા કરવી જોઇએ. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને આ જવાબદારી સોંપવામાં આવે. વિદ્યાર્થી જ્યારે રિઝલ્ટ લેવા જાય ત્યારે આ એપ્લિકેશનમાં જે તે વિદ્યાર્થીની તમામ…
ગાંધીનગર- ભારતની જનતા માટે અચ્છે દિન આવતા નથી પરંતુ કોંગ્રેસ માટે કાયમ અચ્છે દિન આવી રહ્યાં છે. મધ્યપ્રદેશ પછી ગુજરાતના ધારાસભ્યોનું ખરીદવેચાણ શરૂ થયું છે. બે ધારાસભ્યોએ તો રાજીનામા આપી દીધા હોવાનું સંભળાય છે પરંતુ તેની પાછળ 10 થી 12 ધારાસભ્યો પણ રાજીનામા આપે તેવી સંભાવના છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી રજાના દિવસે પણ રાજીનામા લેવા માટે અવેલેબલ હોય છે. ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ખાસ કરીને મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યો માલામાલ થવાના છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું ઓપરેશન કર્યા પછી ભાજપે 22 ધારાસભ્યોને પક્ષપલ્ટો કરવા મજબૂર કર્યા છે તેમ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો જીતવા ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનું શરૂ કર્યું…
ગાંધીનગર- કચ્છમાં દર વર્ષે યોજાઇ રહેલા રણોત્સવમાં કુલ પ્રવાસીઓની સાથે સાથે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે વર્ષમાં માત્ર 12500 વિદેશી પ્રવાસીઓ રણોત્સવ જોવા માટે આવ્યા હતા. એક વર્ષમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કચ્છનો રણોત્સવ તેની બ્યુટી ગુમાવતો જાય છે તેની પાછળનું મુખ્ય કારણ પ્રાઇવેટાઇઝેશન છે. સ્થાનિક લોકોના ભૂંગા જેવા આવાસ છોડીને વિવિધ એજન્સીઓએ ફાઇવસ્ટાર હોટલોનું નિર્માણ કરી દેતાં કચ્છનો રણોત્સવ ફીક્કો પડી રહ્યો છે. ઓનલાઇન બુકીંગમાં પણ સામાન્ય વ્યક્તિ રણોત્સવ માટે બુકીંગ કરાવી શકે નહીં તેવી ઉંચી ફી વસૂલ કરવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે રણોત્સવ શરૂ કર્યો હતો ત્યારે…
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહનો આપશે ગાંધીનગર- ગુજરાતમાં પર્યાવરણની રક્ષા માટે ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આગામી વર્ષે રાજ્ય સરકારે ત્રણ લાખ રહેણાંકના મકાનો પર રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાની યોજના બનાવી છે. એ સાથે સ્કૂલના વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ વાહનો ઉપરાંત ઇ-રીક્ષા લોંચ કરશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે રહેઠાણના મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવા સરકારે 912 કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કર્યું છે. સ્કૂલના બાળકોને બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહનો ખરીદવા માટેની મંજૂરી આપશે. પ્રથમ તબક્કે 10,000 વિદ્યાર્થીઓને આવા વાહનો અપાશે, જ્યારે રાજ્યમાં 40,000 રૂપિયાની સહાય સાથે બેટરી સંચાલિત ઇ-રીક્ષા ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે. ગુજરાત સરકારે 5922…
ગાંધીનગર- ગુજરાતમાં સરકારી પ્રાથમિક સ્કૂલોની ગુણવત્તા સુધરી હોવાનો દાવો રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કર્યો છે. તેમણે કહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી સ્કૂલો છોડીને 3 લાખ જેટલા વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં એડમિશન લીધું છે. હવે તો એડમિશન માટે વેઇટીંગ લિસ્ટ બનાવવું પડે છે. શિક્ષિત યુવાનોને જે તે ક્ષેત્રમાં રોજગારી મળે તે માટે શિક્ષણ વિભાગ દ્ધારા જિલ્લા દીઠ જોબ પ્લેસમેન્ટ ફેરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉદીશા પ્લેસમેન્ટ પ્રોજેકટ હેઠળ 3.62 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વર્ષ 2019-20ના પ્લેસમેન્ટ કેમ્પ દ્ધારા 17148 વિદ્યાર્થીઓ અને પ્રી-પ્લેસમેન્ટ ઘ્વારા 2936 સાથે કુલ 20084 વિદ્યાર્થીઓને રોજગારીની તકો પ્રાપ્ત થઈ છે, જેમને વધુમાં વધુ વાર્ષિક નવ…
ગાંધીનગર— ગુજરાતમાં રાજ્યસભાની ત્રીજી બેઠક જીતવા માટે મરણિયા બનેલા ભાજપના નેતાઓને મહાત કરવા માટે કોંગ્રેસે રાજ્યમાં ફરી એકવાર રિસોર્ટ પોલિટીક્સ ની તૈયારી શરૂ છે. રાજ્યના 73 ધારાસભ્યો તેમજ કોંગ્રેસને સપોર્ટ કરનારા અપક્ષ ધારાસભ્યને ગુજરાત બહાર ખસેડવામાં આવી શકે છે. કોંગ્રેસે એવો વ્યૂહ અપનાવ્યો છે કે 26મીએ રાજ્યસભાનું મતદાન શરૂ થાય તે સમયે તમામ ધારાસભ્યોને એકસાથે મતદાન માટે લઇ જવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવા માટે પાર્ટીના સિનિયર નેતાઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપ પાસે હાલ 103 ધારાસભ્યો છે અને તેમને બીજા ત્રણનો સપોર્ટ મળે તેમ છે. ભાજપને ત્રીજો ઉમેદવાર જીતાડવા માટે 111 સભ્યોની આવશ્યકતા છે. સૂત્રો કહે છે કે કોંગ્રેસના…
ગાંધીનગર- ગુજરાત સરકારના ઉર્જા વિભાગે દેશના 10 રાજ્યોને વીજળીનું વેચાણ કર્યું છે. ગુજરાતમાં સરપ્લસ વીજળી હોવાના દાવા વચ્ચે રાજ્ય સરકારે દેશના વિવિધ રાજ્યોમાં વીજ વેચાણના કરાર કર્યા છે અને તે પ્રમાણેની વીજળી વેચી છે. સૌથી વધુ 9.54 મિલિયન યુનિટ વીજળી ઉત્તરપ્રદેશે ગુજરાત પાસેથી ખરીદી છે. વિધાનસભામાં ઉર્જા વિભાગે આપેલા આંકડા પ્રમાણે બિહાર રાજ્ય પણ ગુજરાત પાસેથી વીજળી ખરીદે છે. બિહારમાં 7.13 મિલિનય યુનિટની વીજળી આપવામાં આવી છે જ્યારે મમતા બેનરજીના પશ્ચિમબંગાળમાં પણ ગુજરાતે 8.55 મિલિયન યુનિટ વીજળી વેચી છે. ગુજરાત સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં કૃષિ ક્ષેત્ર સહિતની તમામ વીજ માંગ પૂર્ણ કર્યા બાદ વધારાની વીજળી દેશમાં જરૂરિયાતવાળા રાજ્યોને…
ગાંધીનગર- ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કલ્પસર યોજનાની ભૂતકાળમાં અનેકવાર જાહેરાત થઇ ચૂકી છે છતાં આજે ગુજરાત સરકાર કહે છે કે કલ્પસર યોજનાની હજી અમે જાહેરાત કરી નથી. વિધાનસભામાં કલ્પસર યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી તેવા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી (કલ્પસર) નીતિન પટેલે કહ્યું હતું કે, અમે કલ્પસર યોજનાની જાહેરાત કરી નથી પરંતુ કલ્પસર યોજનાનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવા માટે જરૂરી અભ્યાસોની કામગીરી માટે 2003થી સરકારે મંજૂરીઓ આપેલી છે. કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલના યોજના પાછળ થયેલા ખર્ચના પૂરક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં કલ્પસર યોજનાના અભ્યાસ…
ગાંધીનગર- દિલ્હીમાં યુપીએ સરકાર હોય કે એનડીએ સરકાર, ગુજરાતને હંમેશા નુકશાન થતું આવ્યું છે. મોસાળમાં જમણ અને મા પિરસતી હોવા છતાં ગુજરાતને અન્યાય થઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને વળતર તરીકે 7099 કરોડ રૂપિયા ઓછા આપ્યાં છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારના એક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આંકડા આપતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય કરવેરાની વસૂલી છે તેવી રકમ પૈકી રાજ્ય સરકારને મળવાપાત્ર રકમ 2017-18માં 23817.86 કરોડ રૂપિયા છે જ્યારે 2018-19માં 27553.38 કરોડ રૂપિયા થતા હતા. આ બન્ને વર્ષોમાં ગુજરાત સરકારે કરવેરા પેટે લોકો પાસેથી 51370 કરોડ ઉઘરાવ્યા હતા. સરકારે ઉઘરાવેલી…