મહેસાણા : રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણની ચેન તોડવા માટે અનેક શહેરોમાં વેપારી સહિત અનેક સંગઠનો જાતે જ આગળ આવ્યા છે અને સ્વયંભૂ બંધની જાહેરાત કરી છે. જેમાં મહેસાણા, સિદ્ધપુર, ઊંઝા, ભિલોડા, રાજકોટ, મહિસાગર, સુરત સહિતના અનેક શહેરોમાં શનિ-રવિ સ્વયંભૂ બંધની જાહેરાતો કરવામાં આવી રહી છે. મહેસાણા શહેરમાં ધંધા રોજગાર શનિવાર અને રવિવાર સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો આવતીકાલે શનિવાર અને રવિવાર વેપારીઓ સ્વયંમભુ બંધ રાખશે સોમવારથી શહેરના બજારો સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે. મહેસાણા શહેરના વેપારીઓની આજરોજ મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે બેઠક મળી હતી આ બેઠકમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપ જિલ્લા…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ હતી. આવી કપરી પરિસ્થિતિમાં હાલની સ્થિતિએ કોઈ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી નથી. જોકે રાજ્ય સરકાર દ્વારા 6 મોટા શહેરોમાં 11 એપ્રિલથી લોકડાઉન થવા મુદ્દે આજે સોશિયલ મીડિયામાં એક બનાવટી પત્ર ફરતો થયો છે. આ બનાવટી પત્ર માં કોઈ જ સત્યતા નહી હોવાનો ખુલાસો રાજ્યના ગૃહ વિભાગે કર્યો છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે. આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે. રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે…
રાજકોટ : કહેવાતા ભદ્ર સમાજમાં પણ પરિણીતાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં બનતી હતી. અહીં સરોગસી માટે દબાણ કરી પત્નીને આપઘાત માટે મજબુર કરનાર પતિ સામે કુવાડવા પોલીસ મથકમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ત્યારે ડેન્ટિસ્ટ પતિની ધરપકડ કરવા માટે કુવાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ નજીકના કુવાડવા ગામ માં રહેતી ડેન્ટિસ્ટ મહિલાને તેના પતિ દ્વારા સરોગસીથી સંતાન પ્રાપ્ત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. ત્યારે પતિના ત્રાસથી કંટાળીને આખરે ડેન્ટિસ્ટ પરિણીતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પીએસઆઇ બ્રિજેશ…
પાટડીઃ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ઉપરીયાળા ગામે ખેતરમાં કામ કરતા ઠાકોર યુવાનનું ટ્રેક્ટરના પાછળ જોડેલા રોટાવેટરમાં આવી જતા કપાઇ જવાના કારણે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે આ દ્રશ્ય જોઇને હેબતાઇ ગયેલા ખેતર માલિકે થોડીવાર બાદ ટ્રેન નીચે પડતુ મુકતા એનું પણ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. ઉપરીયાળા ગામે એક સાથે બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ચકચારીભર્યા બનાવની પ્રાપ્ત વિગતાનુસાર પાટડી તાલુકાના ઉપરીયાળા ગામના ગણેશભાઇ હિરાભાઇના ઉપરીયાળાની સીમમાં સૈયદવાળા તરીકે ઓળખાતા ખેતરમાં એરંડાનું વાવેતર કરેલું હતુ. ત્યારે ઉપરીયાળા ગામનો અમરતભાઇ બચુભાઇ ઉઘરોજા (ઠાકોર) ઉંમર વર્ષ-40 ખેતરમાં એરંડા પાડવા (હાકવા) માટે રોટાવેટર જોડીને ટ્રેક્ટર લઇને ગયો…
ગાંધીનગર: તાજેતરમાં ઇફકો કંપની તરફથી ખાતરના ભાવમાં તોતિંગ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. કર્ણાટકમાં ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ બાદ તાજેતરમાં ઈફકો દ્વારા પણ ડીએપી, એનપીકેસહિતના ખાતરોમાં અંદાજીત એક બેગ દીઠ રૂપિયા 900નો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ ભાવ વધારાનો ખેડૂત સંગઠનો તેમજ વિવિધ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ સરકાર દ્વારા આ ભાવ વધારો કંપનીઓ તરફથી કરવામાં આવ્યો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું હતું. જોકે, ખાતરનો ભાવ વધારો સરકારના ઈશારે કરાયો હોવાની ચોમેરથી બૂમો ઉઠી હતી. આ સંદર્ભે હવે સરકારે ખાતર ભાવ વધારા મામલે યુ-ટર્ન લેવાની ફરજ પડી છે. સરકારે આ ભાવ વધારો હાલ પરત ખેંચ્યો છે આ…
મહીસાગરઃ છેલ્લા બે દિવસમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા છે. રાજકોટમાં એન્જીનિયરના વિદ્યાર્થીના આપઘાત બાદ હવે મહીસાગરના બાલાસિનોરમાં પણ એમબીબીએસના વિદ્યાર્થીનો આપઘાત સામે આવ્યો છે. પ્રેમમાં કથિત દગાના કારણે હતપ્રભ બનેલા બાલસિનોરના એક આશાસ્પદ યુવકે અંતિમ વીડિયો બનાવી અને નર્મદા કેનાલમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી છે. આ ઘટનાના કારણે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. જોકે, આપઘાત કરતા પહેલાં MBBSના આ વિદ્યાર્થીએ રડતાં રડતાં અંતિમ વીડિયોમાં કહ્યું કે ‘મેં તને ટ્રુ લવ કર્યો, તે મને દગો આપ્યો, બાય લવ યુ સો મચ’ આવું કહીને તેણે કેનાલમાં ઝંપલાવી દીધું. આ ઘટનામાં યુવકનું મોત થયું છે જ્યારે પરિવારે પોતાનો વ્લસોયો ગુમાવ્યો છે. પરિવારે…
રાજકોટ: રાજકોટ શહેરમાં આત્મહત્યાની ચકચારી ઘટના બની હતી. એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા પેરામાઉન્ટ પાર્કમાં રહેતા મિકેનિકલ એન્જિનિયર હર્ષદ નામના 25 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પેરામાઉન્ટ પાર્ક શેરી નંબર-3માં મકાન ભાડે રાખી હર્ષદ જગદીશભાઈ કનોજીયા નામનો 25 વર્ષીય યુવાન રહેતો હતો. હર્ષદ ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવતા તાત્કાલિક 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને હર્ષદ મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં યુનિવર્સિટી પોલીસ પણ બનાવના સ્થળે પહોંચી હતી. પોલીસે પરિવારને દીકરાના…
ગાંધીનગર : એક તરફ કોરોનાની મહામારી છે તો બીજી તરફ રાજ્યના ખેડૂતો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો પહેલાથી જ પોતાના પાકના પોષણક્ષમ ભાવોને લઈને મશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમને પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે. રસાયણીક ખાતર બનાવતી ઈફકો કંપનીએ ખેડૂતો ઉપર વધારે બોજો નાંખ્યો છે. ઇફ્કોએ ડીએપી ખાતરના ભાવો જે અગાઉ 1200 રૂપિયા હતા તે વધારીને સીધા 1900 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. તો એનપીકે ખાતરના ભાવોમાં પણ જૂના ભાવમાં 615 રૂપિયાનો કમરતોડ વધારો કરતાં 1775થી 1800 કરવામાં આવ્યા છે. ઈફકોના અધધ ભાવ વધારો સામે આવતાની સાથે ખેડૂત સંગઠનો તેમજ ખેડૂતોમાં આ નિર્ણય સામે…
નવી દિલ્હીઃ દેશમાં કોરોના પોતાની ચરમસીમા ઉપર પહોંચી ગયો છે. કોરોના દેશમાં નવા રેકોર્ડ બનાવી રહ્યો છે ત્યારે ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,26,198 કેસ નોંધાયા છે. ગત વર્ષે મહામારી શરૂ થયા બાદ એક દિવસે નોંધાયેલા આ સૌથી વધારે નવા કેસ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 684 દર્દીનાં મોત થયા છે. કોરોના મહામારીથી લડી રહેલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 59,907 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 322 લોકોનાં મોત થયા છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 1 કરોડ 29 લાખ 1 હજાર 785…
રાજકોટઃ પોલીસ ઉપર બૂટલેગરો સહિત અસામાજિક તત્વોનો હુમલો થવો સામાન્ય બાબત છે ત્યારે પોલીસ પણ આવા લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવામાં પાછી પડે એમ નથી. રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસના પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીઓ ઉપર રાજુ ઉર્ફે કિકુ ભરવાડ અને તેના સાગરિતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. માલવિયાનગર પોલીસના ઇજાગ્રસ્ત પી.એસ.આઈ સહિતના સ્ટાફે પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા. ત્યારે આજરોજ આરોપીઓને ઘટના સ્થળે લઇ જઇ ઘટનાનું રિકંસ્ટ્રક્શન તેમજ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયે પોતાની ભૂલનું ભાન થતાં કુખ્યાત રાજુ ઉર્ફે કિકુ ભરવાડે માફી પણ માંગી હતી. પોલીસ ઉપર હુમલો કરનાર રાજુ ઉર્ફે કિકુ ભરવાડ જાણે કે પોલીસે તેને…