કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

ચંદીગઢઃ દેશ અને દુનિયામાં અજીબો ગરીબ લોકો અસ્તિત્વ ધરાવે છે અને જગતમાં અજીબો ગરીબ બીમારીઓ પણ અસ્તિત્વ ધરાવે જેનાથી આવા લોકો સામાન્ય માણસ કરતા અલગ તરી આવે છે. આવી જ એક અજીબો ગરીબ મહિલા ચંદીગઢમાં છે. જેને માસિકધર્મ દરમિયાન આંખોમાંથી લોહી નીકળે છે. 25 વર્ષીય મહિલા ચર્ચાનો વિષય અને વિજ્ઞાનીકોએ પણ સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે ચંદીગઢમાં રહેતી આ 25 વર્ષીય મહિલાનો મામલો બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો. આ મુજબ, 5 વર્ષ પહેલાં, મહિલાએ આંખોમાંથી લોહી નીકળવા પર ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. આ સમય દરમિયાન, સ્ત્રીને કોઈ પણ પ્રકારનો દુખાવો કે અન્ય સમસ્યા ન હતી. આવું તેની…

Read More

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણી રમાઈ ચૂકી છે અને ભારતે પાંચમી અને નિર્ણાય મેચમાં જીત મેળવીને શ્રેણી ઉપર કબજો કર્યો છે. આ નિર્ણાયક જીત માટે કેપ્ટન વિરાટ કોહલીએ લાંબા સમય બાદ તે રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવા ઉતર્યો તો તેણે કોહરામ મચાવી દીધો. ટીમ ઇન્ડિયાને જીત અપાવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની બેટિંગ ક્રમને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. ભારતીય કેપ્ટને 52 બોલમાં અણનમ 80 રન કરીને ઈંગ્લેન્ડને 225 રનનો પડકાર આપ્યો હતો. જેના જવાબમાં મહેમાન ટીમ નિર્ધારિત ઓવરમાં માત્ર 188 રન જ કરી શકી અને ભારતે 36 રનથી પાંચમી મેચ જીતવાની સાથે જ સીરીઝ ઉપર પણ…

Read More

નર્મદાઃ અત્યારે દુલ્હન વગર જાન પાછી ગયાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જ્યાં વિદાય સમયે દુલ્હને હાર્ટ એટેક આવતા મોત થયું હોય તો અન્ય બીમારીના કારણે દુલ્હન હોસ્પિટલ ભેગી થઈ હોવાની ઘટના બની હતી. અને આમ વરરાજાને દુલ્હન વગર જ જાન પાછી લઈ જવાની ફરજ પડી હતી. આવી જ એક ઘટના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના એક ગામમાં બની હતી. અહીં પોટો પડાવવાની નાની અમથી વાતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. અને અંતે જાન દુલ્હન લીધા વગર જ પાછી જતી રહી હતી. આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોજરા ગામનાં…

Read More

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની બસ સેવા એએમટીએસ અને બીઆરટીએસ બસોને અચોક્કસ મુદ્દત માટે બંધ કરી છે. બસ સેવા બંધ થતાં જ રીક્ષા ચાલકોને મજા પડી ગઈ છે. રીક્ષા ચાલકો મુસાફરોની મજબૂરીનો લાભ લઈને બેફામ ભાડાં વસૂલી રહ્યા છે. રીક્ષા ચાલકો લોકો પાસેથી ભાડા માટે એડધડ લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસે લોકોને સહારો મળી રહે તે માટે એક હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે. જો રીક્ષા ચાલક વધારે ભાડું વસૂલ કરે તો ટ્રાફિક પોલીસે જાહેર કરેલા 1095 હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરવો. ટ્રાફિક પોલીસે…

Read More

નવી દિલ્હીઃ અત્યારે દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશ્નરે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા રિમોટ વોટિંગ વ્યવસ્થા સ્થાપિત કરી દેવાની વાત કહી હતી. મુખ્ય ચુંટણી કનિશ્નર સુનીલ અરોરાના જણાવ્યા પ્રમાણે પ્રાયોગિક પરિયોજના આગામી બે-ત્રણ મહિનામાં શરૂ થઈ શકે છે. અરોરાએ એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે ચૂંટણી પંચે આ વર્ષની શરૂઆતમાં આઇઆઇટી મદ્રાસ, અન્ય આઇઆઇટી અને અન્ય પ્રમુખ સંસ્થાનોને પ્રતિષ્ઠિત ટેક્નોક્રેટ્સની સાથે વિચાર વિમર્શથી રિમોટ વોટિંગને સક્ષમ બનાવવા માટે એક શોધ પરિયોજના શરૂ કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી એક સમર્પીત ટીમ આ પરિયોજનાને આકાર આપવા માટે અથાગ મહેનત કરી રહી છે.…

Read More

મુંબઈ: બિઝનેસ શરૂ કરવા માટે મોટી રકમની જરૂર હોય તેવી માન્યતા છે પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. સ્ટાર્ટઅપ અને સસ્તી લોનની સગવડે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે. માત્ર બિઝનેસ આઈડિયાની જરૂર હોય છે. કેટલાક ધંધા એવા છે જેમાં વધુ મૂડીરોકાણની જરૂર રહેતી નથી. નાના એવા રોકાણમાં પણ મોટી કમાણી કરી શકાય છે. આવો જ એક ધંધો આઇસ્ક્રીમ પાર્લરનો છે. આ ધંધા માટે વધુ મૂડીરોકાણની જરૂર નથી. માત્ર દસ હજાર રૂપિયા ખર્ચીને ફ્રીઝર ખરીદવું પડે છે. નવું ન લેવું હોય તો જૂનું પણ સસ્તી કિંમતે મળી જાય છે. આ ધંધો કેવી રીતે કરવો તેની માહિતી અહીં રજૂ કરી છે. આઇસ્ક્રીમ…

Read More

જૂનાગઢઃ લગ્નવાંચ્છુક યુવકો પૌસા આપીને યુવતીઓ સાથે લગ્ન કરતા હોય છે. પરંતુ આવા યુવકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને લૂંટેરી દુલ્હનો લગ્નનું નાટક રચીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડીને લગ્ન બાદ ફરાર થઈ જતી હોય છે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં અનેક યુવકો આવી લૂંટેરી દુલ્હનોનો ભોગ બની ચૂક્યા છે ત્યારે વધુ એક યુવક લૂંટેરી દુલ્હન દ્વારા લૂંટાયો હતો. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના વેકરીયા ગામે રહેતા અશોકભાઈ તેરૈયા નામના યુવાન સાથે છ મહિના અગાઉ ભાવનગરની વૈશાલી નામની યુવતીના લગ્ન થયા, અશોક તેરૈયા લગ્ન ઈચ્છુક હોય, આ લગ્ન માટે ભરત મહેતા અને ગુણવંતભાઈ જોષી નામના બે વ્યક્તિઓએ અશોક તેરૈયાનો સંપર્ક કરીને યુવતી વિધવા…

Read More

નર્મદા: અત્યારે નકલી પોલીસ બની ગઠિયા સામાન્ય પ્રજાને લૂંટી રહ્યા છે ત્યારે પોલીસે એક મહિલાને પકડી હતી. જે નકલી ડીએસપી બનીને લોકોને લૂંટતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે, બારડોલીની આ મહિલાનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. આ મહિલાએ ભૂતકાળમાં પણ નકલી નાયબ કલેકટર બની બિલ્ડર પાસેથી 1 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. મહિલાએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રહેતા અને એસબીઆઈમાં નોકરી કરતા કલાર્કના પુત્ર સાથે આર.એફ.ઓની નોકરી આપવાની લાલચ આપી રૂપિયા 13 લાખની ઠગાઇ કરી હતી. મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રહેતા અને એસબીઆઈમાં નોકરી કરતા કલાર્કના પુત્ર સાથે આર.એફ.ઓની નોકરી આપવાની લાલચ આપી રૂપિયા 13 લાખની ઠગાઇ…

Read More

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંમસેવક સંગ એટલે કે આરએસએસમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આરએસએસના નવા સરકાર્યવાહ તરીકે દત્તાત્રેય હોસબોલે ઉપર મહોર લાગી ગઈ છે. દત્તાત્રેય હોસબોલે ભૈયાજી જોશીનું સ્થાન લેશે. જોશી છેલ્લા 12 મહિનાથી આ પદ પર હતા. દત્તાત્રેયને રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ સરકાર્યવાહ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં ઘણા લાંબા સમયથી પરિવર્તન અંગે અટકળો ચાલી રહી હતી. અંતે આ બદલાવ પર મહોર લાગી ગઈ છે. ચૂંટણીને લઈને આરએસએસના ઇતિહાસમાં ક્યારેય પણ મતદાનની જરૂર નથી પડી. દર વખતે સરકાર્યવાહની ચૂંટણી નિર્વિરોધ થાય છે. આ વખતે પણ આવું જ થયું છે. ઓમના ધ્વની નાદ…

Read More

અમદાવાદ: લગ્નેત્તર સંબંધોનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પત્નીએ પોતાના પતિને તેની પ્રેમિકા સાથે રંગેહાથે પકડ્યો હતો. ત્યારબાદ પતિએ નહીં પરંતુ પતિની પ્રેમિકાએ પત્નીને ધમકી આપી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પત્નીએ આક્ષેપો કર્યા છે કે, લગ્ન બાદ જ્યારે તેણે પુત્રને જન્મ આપ્યો ત્યારથી જ તેના પતિના વર્તનમાં ફેરફાર આવી ગયો હતો. યુવતીને લગ્નમાં પિયરજનોએ દહેજમાં એક એક્ટિવા આપ્યું હોવા છતાં પણ તેનો પતિ ધંધા માટે ચાર લાખ રૂપિયા દહેજ માગતો હતો. પતિએ દાણીલીમડાની યુવતી સાથે પ્રેમ સંબંધ રચ્યો હતો અને જ્યારે રંગેહાથ તે બંનેને પકડ્યા ત્યારે યુવતીને તેના પતિની પ્રેમિકાએ ધમકી આપી હતી કે…

Read More