મહિલાના વર્જિનિટિ ટેસ્ટ કરાવવાને મહારાષ્ટ્રની સરકાર અપરાધીય ગુનો જાહેર કર્યો છે. રાજ્યના કેટલાક સમાજમાં આ પરંપરા છે. આવા કેટલાક સમાજોમાં નવપરીણિત મહિલાઓને એ વાત તેમના સાસરીપક્ષ સમક્ષ સાબિત કરવી પડતી હોય છે કે તે લગ્ન પહેલા કુંવારી હતી. ગૃહરાજ્યમંત્રી રંજીત પાટિલે બુધવારના રોજ આ મુદ્દા પર કેટલાક સામાજિક સંગઠનોના એક પ્રતિનિધિમંડળની મુલાકાત કરી હતી. શિવસેના પ્રવક્તા નીલમ ગોરહે પણ આ પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા હતા. મંત્રીએ કહ્યું કે, ‘વર્જિનિટિ ટેસ્ટ એ એક શારીરિક હિંસાનો એક પ્રકાર જ છે. કાયદા અને ન્યાય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રકારના કાર્યને અપરાધીય ગુના તરીકે જાહેર કરવામાં…
કવિ: Satya-Day
ગુજરાતના સિંહો માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ચિંતિત છે. આ કારણે ગુજરાતમાં સિંહ સંવર્ધન માટે કેન્દ્ર સરકાર મદદ કરશે. કેન્દ્ર સરકાર સિંહોના સંવર્ધન માટે દર વર્ષે 100 કરોડ રુપિયાની સહાય કરશે. કેન્દ્ર સરકાર ગુરુવારે 8 ફેબ્રુઆરીએ આ વિશે જાહેરાત કરશે. અત્યાર સુધી એકપણ સરકારે ગુજરાતના સિંહો માટે આવી જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે થોડાક મહિના પહેલા ગુજરાતમાં સિંહોના અકાળે મોતનો મામલો ચર્ચામાં રહ્યો હતો. આ પહેલાની સરકારો 4 કે 5 કરોડ રુપિયા જ ફાળવતી હતી જ્યારે નરેન્દ્ર મોદી સરકાર સિંહ માટે દર વર્ષે 100 કરોડ રુપિયાની ફાળવણી કરશે. 100 કરોડ રુપિયાફેન્સિંગ માટે, કુવા ઢાંકવા માટે, એનિમલ હોસ્પિટલને આધુનિક બનાવવા…
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરમાં ફરી એક વખત લગ્નની શરણાઈ ગૂંજી ઉઠશે.મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 9 માર્ચે પ્રભુતામાં પગલા પાડશે. આ લગ્ન સમારોહમાં મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી ચારશે.આકાશ અંબાણી સાંજે 3.30 વાગ્યે વરઘોડો લઈને મુંબઈના જીઓ સેન્ટર પર પહોંચશે. 10 માર્ચે લગ્ન સમારોહનુ એક ભવ્ય સેલિબ્રેશન થશે.એ પછી 11 માર્ચે વેડિંગ રિસેપ્શનનુ આયોજન કરાયુ છે.આ તમામ કાર્યક્રમ જીઓ સેન્ટરમાં જ થશે. એવા પણ અહેવાલો મળ્યા છે કે લગ્ન પહેલા આકાશ અંબાણી પોતાના ખાસ મિત્રો માટે સ્વિતર્ઝલેન્ડમાં બેચલર પાર્ટીનુ આયોજન કરશે. આ પાર્ટી 23 થી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે.જેમાં બોલિવૂડના ઘણા…
દુનિયાની સૌથી વૃદ્ધ મહિલાનું મૃત્યુ ૧૨૯ વર્ષની ઉંમરે થયું છે. મૃત્યુ પહેલા મહિલાએ પોતાના જીવનના કેટલાક રાઝ ખોલ્યા હતા. જેમાંથી સૌથી વધારે ચોંકાવનારી વાત એ હતી કે તેઓ પોતાના ૧૨૯ વર્ષના જીવનમાં ફક્ત એક જ દિવસ ખુશ રહ્યા હતા. એટલે લગભગ ૪૭,૦૮૫ દિવસોમાં આ મહિલા ફક્ત એક જ દિવસ ખુશ રહી શકી હતી. નોંધનીય છે કે, ૧૨૯ વર્ષમાં ૪૭,૦૮૫ દિવસો હોય છે. મૃત્યુ પહેલા તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, તેમને મૃત્યુનો જરા પણ ભય નહતો, તેઓ તો દરરોજ ભગવાનને મૃત્યુ આપવા માટે પ્રાર્થના કરતા હતા. સૂત્રો અનુસાર આ મામલો રશિયાના ચેચન્યા શહેરની કોકુ ઈસ્તમ્બુલોવા (Koku Istambulova)નો છે. તેમણે મૃત્યુ…
જાણીતા પ્લેબેક સિંગર સોનુ નિગમને સી ફૂડ ખાવનો શોખ ભારે પડ્યો હતો. મંગળવારે સી ફૂડ ખાધા પછી એલર્જીને કારણે એની તબિયત બગડતાં એને તત્કાળ વિલે પારલેની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો અને આઇસીયુમાં એને ઓક્સિજન ચડાવવો પડ્યો હતો. ઇન્સ્ટાગ્રામમાં પોતાની તસવીર શેર કરતાં સોનૂએ લખ્યું કે, હવે હું સ્વસ્થ છું. આપ સૌના પ્રેમ માટે આભાર. તેનાથી આપણને એક શીખ મળે છે કે ક્યારેય કોઇ એલર્જીની ઉપેક્ષા ન કરવી જોઇએ. મારા કેસમાં મને સી ફૂડથી એલર્જી થઇ છે. જો હું યોગ્ય સમેયે હોસ્પિટલ ન પહોંચ્યો હોત તો વાત વણસી ગઇ હોત. મારી શ્વાસનળીમાં સોજો ઓવી ગયો હોત અને મને શ્વાસ લેવામાં…
જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં નેતાઓની અવરજવર પણ વધી જાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 28મી ફેબ્રુઆરીનાં રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યાં છે. જામનગર જીલ્લામાં જોડીયા નજીક દરિયાના પાણીને પીવા લાયક મીઠુ પાણી બનાવવાના દેશના બીજા નંબરના મોટા ડીસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહુર્ત કરવા વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. જેનાં કારણે વહિવટી તંત્રમાં કામગીરીનો ધમધમાટ ચાલુ થઇ ગયો છે. થોડા સમય પહેલા રાજ્ય સરકારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે દરિયાના પાણીને પીવા લાયક બનાવવાના કરોડો રૂપિયાના વિશાળ મહત્વાકાંક્ષી પ્રોજેકટનો એક કંપની સાથે સમજુતી કરાર કર્યા બાદ કાયમી પાણીની અછત ધરાવતાં અને…
ગુજરાત કેડરના 1988 બેન્ચના આઈપીએસ અધિકારી પ્રવિણ સિન્હાને કેન્દ્ર સરકારે પ્રમોશન આપીને સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. 1988ની બેન્ચના આઈપીએસ પ્રવિણ સિન્હા અગાઉ દિલ્હી ડેપ્યુટેશન પર હતા અને હાલ સીબીઆઈમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે ગંભીર આક્ષેપબાજી થઇ હતી. જેમાં ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાના અને એ.કે.શર્મા વચ્ચે ગ્રજગાહ થયો હતો. વર્મા અને આસ્થાના વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી થતા આસ્થાના સામે સીબીઆઈમાં જ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો હતો. આ બાબતની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લઇને ગુજરાત કેડરના બન્ને આઈપીએસ અધિકારીઓને તાબડતોડ ખસેડી…
સુરતના પાંડેસરા વિસ્તારમાં GIDC પાસે આવેલી રિદ્ધી સિદ્ધી મીલમાં મિલનો સ્લેબ અચાનક ધરાશયી થયા બે મજૂરોના મોત નિપજ્યા હતા. આ મજૂરોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ તેઓ ગંભીકર રીતે ઘાયલ થયા હોવાથી તેમના મોત નિપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે પાંડેસરા મીલમાં સ્લેબની તોડાફોડી કરતી વખતે અચાનક સ્લેબ ધસી પડતા બે મજૂરો દટાઈ ગયા હતા. આ ઘટના બન્યા પછી પણ કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરી નહોતી,
રાજ્ય સરકારે વેપારીઓ માટે ખુબ જ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. આ જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે કરી છે. હવેથી રાજ્યમાં 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે, અને ધંધો કરી શકાશે. પ્રાપ્ત માહિતી અનુસાર, વેપારીઓ સરકાર તરફથી આજે નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યમાં રિટેલ બજાર હવેથી 24 કલાક ખુલ્લા રાખી શકાશે. તેમણે વધુમાં કહ્યું કે, તે માટે શ્રમ રોજગાર વિભાગે કાયદામાં સુધારો પણ કર્યો છે. આ અંતર્ગત શ્રમ રોજગાર વિભાગના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને કેબિનેટમાં મંજૂરી મળી ગઇ છે. આ માટે બિન જરૂરી 1948ના કાયદાની જોગવાઇ દૂર કરવામાં આવી…
પાંડેસરાની આર્વિભાવ સોસાયટીમાં રહેતા સંચામાં કામ કરતા એક પરિવારની છ વર્ષની માસુમ બાળા સાથે તેના પાડોશમાં જ રહેતા યુવાને દુષ્કર્મનો શિકાર બનાવી હતી. પોલીસે આ યુવાનની ધરપકડ કરીને પુછતાજ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પાંડેસરમાં રહેતા અને લુમ્સના કારખાનામાં કરતા એક પરિવારની છ વર્ષની માસુમ બાળાને તેની પડોશમાં રહેતા સંતોષ નામનો યુવક મોબાઈલ બતાવવાના બહાને તેને અંધારામાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી લોહી લુહાણ હાલતમાં ઘરે આવતા પરિવારજનોને તેની જાણ થઈ હતા અને તેમણે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ હવસખોરને ઝડપી પાડ્યો છે અને બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં…