સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં આજ રોજ રાશન કાર્ડ પર અનાજ નહીં આપતા લોકોએ અનાજની દુકાન પર હંગામો મચાવ્યો હતો. જેમાં દુકાનમાં અનાજ હોવા છતાં દુકાનદારે અનાજધારકોને અનાજ ન આપતા લોકોએ દુકાન પર હોબાળો મચાવ્યો હતો. કરીયાણા અને અનાજનો વેપાર કરતા દુકાનદારો ગરીબ અને રાશનકાર્ડ ધરાવતા ગ્રાહકોને અનાજ આપતા નથી. ભાઠેના વિસ્તારમાં ગરીબોને અનાજ ન મળતા ગરીબોની સાથે રહીશોએ પણ આવીને દુકાન પર હંગામો મચાવ્યો હતો અને અનાજ આપવા માંગ કરી હતી. લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી તેમને અનાજ મળતું નથી. લોકોએ બહુમાળીમાં ફરીયાદ નોંધાવવા છતા તેમને અનાજ મળ્યું નથી. દુકાનદાર દ્વારા અનાજ ન હોવાની ફરીયાદો કરવામાં આવે છે.…
કવિ: Satya-Day
‘સ્વચ્છ ભારત મિશન’ પીએમ મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલું સૌથી મહત્વનું અભિયાન છે. આમતો પીએમ મોદીના ‘સ્વચ્છ ભારત મિશન’ને લઈને પ્રશાસન અને અધિકારીઓ ધણા પ્રકારના દાવાઓ કરતા રહે છે. પરંતુ સ્વચ્છ ભારત મિશન હેઠળ બનેલા શૌચાલયમાં ખરાબ સામગ્રીનો ઉપયોગ કરીને લોકોના જીવ સાથે રમત કરવામાં આવી રહી છે. લગભગ ડોઢ વર્ષ પહેલા આ યોજના હેઠળ બનેલા એક શૌચાલયની છત અચાનકથી પડી ગઈ અને તેના કાટમાળ હેઠળ દબાઈ જવાના કારણે એક વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી. આ મામલામાં ડીપીઆરઓને મળેલી ફરિયાદના આધારે બ્લોક સ્તર પર તપાસ હાથ ધરવામાં આવી ગઈ છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ બનાવેલું એક શૌચાલય અચાનકથી…
અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઉચકાયો છે. જેના કારણે ગઇકાલે મંગળવારે રાજ્યના 17 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 15.9 ડિગ્રીએ પહોંચી ગયું હતું. છેલ્લા બે -ત્રણ દિવસથી સતત લધુત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીની ધીરે ધીરે શરૂવાત થઇ રહી છે. હાલ તો ગરમીનો પારો યથાવત રહેવાની સંભાવના છે પરંતુ ઉત્તર ભારતમાં બરફ વર્ષાનાં કારણે આગામી ગુરૂવારે ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધીને 32.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 15.9 ડિગ્રી નોંધાયું હતું. તેમજ આગામી એક દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમીનનું પ્રમાણ યથાવત્ રહ્યાં…
સુરતમાં જિલ્લા પંચાયકતના આરોગ્ય ખાતાના કર્મચારીઓ આજ રોજ હડતાલ પર ઉતર્યા છે. આજે સમગ્ર સુરતના વર્ગ 3 ના કર્મચારીઓ હડતાલ પર છે. જેમાં આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિવારણ માટે આ હડતાલ કરવામાં આવી છે. જેમાં આરોગ્ય ખાતાના 851 જેટલા કર્મચારીઓ આજ રોજ હડતાલ પર છે. મળતી માહિતી પ્રમાણે આજ રોજ સુરતમાં આરોગ્ય ખાતાના કર્મચારીઓ પગાર વિસંગતતા, ટેકનિકલ કેડર, ત્રિસ્તરીય માળખું, ખાલી જગ્યા ભરતી,વર્કર શબ્દની જગ્યાએ નામ બદલવા બાબત વગેરે જેવા પડતર પ્રશ્નોને લઈને જલ્લા પંચાયત કચેરી ખાતે હડતાલ પર ઉતર્યા છે.
નવા વર્ષની શરૂઆત બોલીવુડ માટે દુ:ખદ સમાચાર લઇને આવી હતી. સીનિયર એક્ટર કાદર ખાને કેનેડામાં અંતિમ શ્વાસ લીધા હતા. કાદર ખાનનાં નિધનથી ઇન્ડસ્ટ્રી શોકમાં હતી, ત્યાં જ આ અઠવાડિયે એક અન્ય એક્ટરે દુનિયા છોડી દીધી છે. ‘જોધા અકબર’માં જોવા મળેલા એક્ટર સઈદ બદર-ઉલ-હસન ખાને મંગળવારનાં રોજ અંતિમ શ્વાસ લીધા. જણાવી દઇએ કે સઈદ બદર-ઉલ-હસન લખનઊનાં 10માં નવાબ વાજિદ અલી શાહનાં ખાનદાનથી હતા. ટીવીથી લઇને બોલીવુડ સુધી ઘણા શૉ અને ફિલ્મોનો ભાગ રહેલા સઈદ બદર-ઉલ-હસન ઇન્ડસ્ટ્રીનાં જાણીતા એક્ટર્સમાંથી એક હતા. બોલીવુડમાં ‘પપ્પૂ પૉલિસ્ટર’નાં નામથી જાણીતા સઈદ બદર-ઉલ-હસનને પીરિયડ ડ્રામા શૉ ‘ટીપૂ સુલ્તાન’માં પોતાના પાત્ર માટે સપૉર્ટિંગ રૉલનો નેશનલ એવૉર્ડ મળ્યો હતો.…
સુરત મહાનગર પાલિકાએ સુરતીઓને પાણી બચાવવા માટે અપીલ કરી છે. સુરતના ઉધના, લીંબાયત અને વરાછા વિસ્તારમાં 6 અને 7 ફેબ્રુઆરીએ પાઈપલાઈનની કામગીરી થતી હોવાથી પાણીનો સપ્લાય બંધ રાખવામાં આવ્યો છે. સુરતીઓને તકલીફ ન થાય તે માટે અગાઉથી જ સુરત મહાનગર પાલિકા દ્વારા પાણીનો સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવી છે. 7 ફેબ્રુઆરી પછી સુરતીઓને રાબેતા મુજબ પાણી મળી રહેશે
પ્રેમ આંધળો હોય છે. એ કહેવતને સાચી પુરવાર બીલીમોરામાં બનેલી આ ઘટનાથી થાય છે. નવસારી જિલ્લામાં આવેલા બીલીમોરા નજીક અમલસાડ, સરીબુજરંગના હળપતિ સમાજના બે પરિણીત પ્રેમીઓએ તેમના પ્રેમસંબંધને સમાજ સ્વીકારશે નહીં એમ લાગતા મંગળવારે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે અમલસાડ સરીબુજરંગના સુદામાનગરમાં રહેતા અને સચિન નોકરી કરતો 25 વર્ષીય રણજિત જગુ હળપતિ અને તેજ ફળિયામાં રહેતી અને ઘરકામ કરતી પરિણીતા શીલાબેન હેમંતભાઇ હળપતિ વચ્ચે દસેક માસથી પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને પરિણીત હતા અને તેમાં રણજિતને એક પાંચ વર્ષનો છોકરો અને એક ત્રણ વર્ષની છોકરી છે. તેમજ શીલાબેને બે પુત્રોમાં એક ત્રણ વર્ષનો અને એક…
સુરત જિલ્લામાં આવનારી લોકસભાની ચુંટણી બાબતે આજ રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત જિલ્લામાં પાર્લામેન્ટ્રી કોન્સિટ્યુન્સી 3 છે અને એસેમ્બલી કોન્સીટ્યુન્સી 16 છે. આ ઉપરાંત 50 એઈઆરઓ સુરતમાં છે. 1477 પોલીંગ સટેશન છે અને 1757 પોલીંગ સ્ટેશન લોકેશન છે. પુરુષ મતદારો 22,65,922 અને મહિલા 1918683 અને થર્ડ જેન્ડરમાં મતદારો 111 અને કુલ 41,84,716 મતદારો નોંધાયો છે. હાલ સુરત જિલ્લામાં રાજકીય પક્ષોની હાજરીમાં અધિકારીઓ દ્વરા ઈવીએમ મશીન ચેક કરવામાં આવ્યા છે. જે હાલ ઓકે કરવામાં આવ્યા છે. ગઈ કાલે રાજકીય પાર્ટીના સભ્યો સાથે આ વાત શેર કરવામાં આવી છે. ચુંટણી સબંધિત જાણકારી માટે 1950…
રાજ્યમાં દિવસેને દિવસે દારૂ ઝડપાવવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આજે મોરબીનાં હળવદ બાઇપાસ હાઇવે પર દારૂ ભરેલી કારનાં ચાલકે સ્ટિયરીંગ પરથી અચાનક કાબુ ગુમાવતા ડિવાઇડર કુદાવીને બીજી બાજુનાં રોડ પર પડી હતી. આ અકસ્માતની સાથે જ કારમાંથી દારૂની રેલમછેલ થઇ જતાં લોકો પણ દારૂની બોટલો લેવા પડાપડી કરી હતી. જોકે ડ્રાઇવર ઘટનાસ્થળે જ કાર મુકીને નાસી ગયો હતો. સીસીટીવીનાં દેખાતા ફૂટેજ પ્રમાણે એક સફેદ રંગની કાર પૂરપાટ ઝડપે હળવદ બાઇપાસ પરથી પસાર થઇ રહી હતી. અચાનક જ તે કાર ડિવાઇડર કુદાવીને બીજી બાજુનાં રોડ પર જતી રહી હતી. મળતી માહિતી પ્રમાણે આ કારમાં 300 નંગ દારૂની બોટલો હતી. આ…
AMTS બસ સ્ટેન્ડ પર કોર્પોરેશને આસારામનાં પોસ્ટરો લગાવતા વિવાદ થયો હતો. 14મી ફેબ્રુઆરીએ માતૃ પિતૃ દિવસની ઉજવણી માટેનાં આસારામનાં ટ્રસ્ટ દ્વારા પોસ્ટરો લગાવ્યાં હતાં. જે હોર્ડિંગ્સને હવે કોર્પોરેશન દ્વારા જ હટાવવામાં આવશે. 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતાં વેલેન્ટાઇન ડેની આસારામ આશ્રમની સંસ્થા યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેને લઈને આા અમદાવાદમાં ઠેર ઠેર જગ્યાએ પોસ્ટરો લગાવવામાં આવતાં લોકોમાં રોષની લાગણી છવાઇ હતી. આ પોસ્ટરોને કારણે સોશિયલ મીડિયા પણ ગરમાયું હતું અને તેમના વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે અમદાવાદનાં મેયર બિજલબેન પટેલે આ અંગે જણાવતા કહ્યું કે, ‘કોઇપણ મંજૂરી આપવામાં…