ગુજરાત વિધાનસભાની જસદણ બેઠક પર આજ સવારથી જ મતદાન શરૂ થયું હતું અને મોતી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા છે. આ તમામ વચ્ચે ડુંગળી-લસણનો યોગ્ય ભાવ ન મળતા નારાજ ખેડૂતોએ ડુંગળી અને લસણના હાર પહેરીને મતદાન કરવા પહોંચી ગયા હતા. જસદણ વિસ્તારના ખેડૂતોએ ચાલું વર્ષે ડુંગળી અને લસણનું પુષ્કળ વાવેતર કર્યું હતું. પરેતું પાકના યોગ્ય ભાવ ન મળતા તેઓ રોષે ભરાયા હતા. આ ચુંટણી પ્રચાર દુમિયાન ખેડૂતોએ લોકોને ડુંગળી અને લસણ ફ્રી માં આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે પાકના પુરતા ભાવ આપવા માટે સરકાર સામે માંગણી કરી હતી.
કવિ: Satya-Day
સુરતની પલસાણા ચોકડી પાસે મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં ટ્રક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિના મોત થયા છે અને બે ઘાયલ થયા છે. ઘાયલોને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સચિન વિસ્તારમાં સ્વસ્તિક રેસિડન્સીમાં રહેતા શેખ અને પ્રજાપતિ પરીવારના પાંચ સભ્યો કારમાં શીરડી જવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન પલસાણા ચોકડી પાસે ટ્રક સાથે જોરદાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક માસૂમ બાળકી સહિત ત્રણના મોત નિપજ્યા છે જ્યારે બેને ગંભીર ઈજા થતા સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો નોંધાયો છે. આજરોજ સવારે 6.21 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિમી દૂર નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2ની નોંધાઈ છે. ભુકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હજુ સુધી ભૂકંપને લઇને કોઇપણ પ્રકારના નુકસાન અંગેની જાણકારી પ્રાપ્ત થઇ નથી. જો કે કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે જેના કારણે લોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ જોવા મળે છે. જો કે આ ભૂકંપનો આંચકો સુરેન્દ્રનગરની આસપાસ સુધી અનુભવાયો છે. જેમાં થાન-ચોટીલા સહિતના…
રાજકોટમાં જસદણ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જોરશોરમાં ચાલી રહ્યું છે ત્યારે જસદણવાસીઓ સહિત અનેક સુરતીઓ 25 બસો ભરીને સુરતથી જસદણ થવા રવાના થઈ હતી, જે આજ રોજ જસદણ પહોંચી છે. સૌરાષ્ટ્રવાસીઓ આજે એક સાથે ફાયનલ મતદાન કરવા માટે સુરતથી જસદણ પહોંચ્યા છે. સુરતના જસદણવાસીઓ પણ આ મતદાનમાં જોડાયા છે. જસદણમાં 35 ટકા કોળી પાટીદારો છે. 20 ટકા લેઉઆ પાટીદારો છે અને 7 ટકા કડવા પાટીદારો છે. જેમાં સૌથી વધું કોળી સમાજનું મતદાન જોવા મળી રહ્યું છે. હવે 23 ડિસેમ્બરના રોજ જીતનો ઝંડો લહેરાશે
જસદણની વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સિટી ઉત્તરમાં 8 ટકા અનો પશ્ચિમમાં 6 ટકા મતદાન થયું છે. કુલ 8 ઉમેદવારો જંગ માટે મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આજે ખરાખરીનો જંગ છે. જસદણમાં એક કલાકમાં સરેરાશ 8 ટકા મતદાન થયું છે અને અત્યાર સુધીમાં કુલ 15 ટકા મતદાન નોંધાયું છે. નોંધનીય છે કે જસદણમાં અત્યાર સુધીમાં કુલ 14 વખત ચુંટણી યોજાઈ છે જેમાં 3 વખત એપક્ષ વિજેતા થયા હતા અને સતત 5 વખત કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયા વિજેતા બન્યા હતા. 104 ગામનું એક શહેરમાં મતદાન યોજાયું છે. 23 ડિસેમ્બરના રોજ પરીણામ આવશે.
ગુરુ ચેલા વચ્ચેની લડાઈ શરૂ થઈ ગઈ છે ત્યારે અવસર નાકિયાએ કુંવરઝી પર આરોપો લગાવ્યા કહ્યું હતું કે આજે ચુંટણી આવી અને અમે મેદાનમાં આવ્યા એવું નથી. પહેલી વખત અમે ચુંટણી લડ્યા ત્યારથી અમે કોંગ્રેસમાં છીએ અને કોંગ્રેસમાં રહેવાના છીએ. કોંગ્રેસે અમને ટીકીટ આપી છે અને અમે કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાના નથી. અવસર નાકિયાએ જણાવ્યું હતું કે કોળી સમાજનું દર ચુંટણીએ મતદાન બે ચાર હજાર વધતું હોય છે. કુંવરજી ભાઈ જ્યારે ચુંટણી લડતા હતા ત્યારે 40 45 હજાર મતદાન વધતું હતું. ગઈ ચુંટણીમાં તેમનું મતદાન ફક્ત 9 હજાર જ હતું એટલે કે તેમની લીડ ઘટતી જાય છે પોતાની જીત અંગે ચોખવટ…
જસદણની પેટાચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી પહોંચી રહ્યા છે. 18મી તારીખે પ્રચાર શાંત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને પોતાની તરફ વાળવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે. આજે સવારથી મતકેન્દ્રો પર લોકો પહોંચી રહ્યા છે. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ પોતાના મતકેન્દ્રો પર જઈને મતદાન કર્યું હતું. વોટ આપવા જતી વખતે બન્ને ઉમેદવારોની સાથે કાર્યકરો જોવા મળ્યા હતા. જસદણમાં ભાજપે આ વખતે પેટા ચૂંટણીમાં મેગા પ્રચાર કર્યો છે. જેમાં CM, 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો…
જસદણ પેટાચૂંટણીના કોંગી ઉમેદવારે મતદાન શરૂ કરતા પહેલા ભગવાનના આશિર્વાદ મેળવ્યા હતા અને જાતે છકડો ચલાવીને આસલપુર મતદાન કેન્દ્ર પર મતદાન કરવા તેઓ પહોંચી રહ્યા છે. અવસર નાકિયાના ઘરે વહેલી સવારથી ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીમાં પણ સવારથી કાર્યકરો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અને કોંગી ઉમેદવાર અવસર નાકિયા જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો અવસર નાકિયા પણ રાજકીય ગરમાવા વચ્ચે મતદાન પહેલા હરિફ ઉમેદવાર કુંવરજીપ પર આકરા પ્રહાર કર્યા અને કુંવરજીના રોજયોગનો અંત આવી રહ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કંવરજીએ જસદણની પ્રજા સાથે વિશ્વાસ ઘાત કર્યો હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો હતો. પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચુંટણીના…
રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનો આજે પ્રારંભ થોય છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને માટે આજે પ્રતિષ્ઠાની જંગ છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ છેલ્લે સુધી મતદારોને રિઝવવાની પ્રયત્નો કર્યા હતા. આ પેટાચૂંટણી ખુબ રસાકસીવાળી છે, જેથી મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. આ જંગમાં કોનો વિજય થાય તે 23 ડિસેમ્બરે જ ખબર પડશે. મતદાનનું લાઈવ અપડેટ્સ ગુજરાતમાં કકડતી ઠંડી હોવા છતા મતદારોમાં ઉત્સાહ સવારે મતદાનમથકો પર ઠંડીની અસર, લોકો ધીમે ધીમે આવી રહ્યા છે. તડકો નીકળશે પછી મતદારો મત આપવા આવશે સવારે મોર્નીંગ વોક અને ખેતરમાં જનારા ખેડૂતો મતદાનમથક પર મત આપવા પહોંચી ગયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
આજે જસદણમાં યોજાનારી ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ત્યારે હવે આઠ વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ આઠ ઉમેદવારોનું ભાવી આજે મતદાન પેટીમાં સિલ થશે. પરંતું આ તમામ વચ્ચે મુખ્ય લડાઈ ગુરુ અને ચેલા વચ્ચે છે. ભાજપના અયાતી ઉમેદવાર કુંવરજી બાવળીયા માટે પક્ષપલટા બાદ જીતવું મહત્વનું બની ગયું છે. આજે કુંવરજી માટે આ જંગની જીત ખુબ મહત્વની બની ગઈ છે. તેમણે આ વર્ષે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો હાથ પકડ્યો છે. અત્યાર સુધી તેઓ કોંગ્રેસ તરફથી લડતા અને જીતતા હતા. ત્યારે તેમણે મતદાન શરૂ થતા પહેલા ઘરે પૂજાપાઠ કર્યા હતા. મતદાન રહેલા કુંવરજી બાવળીયાએ નિવેદન આપતા…