રેલ નેટવર્કના સંદર્ભમાં ભારતીય રેલવે ચોથા નંબરે આવે છે. લોકોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે દરરોજ 13,000 થી વધુ ટ્રેનો પાટા પર દોડે છે. અંદાજ મુજબ, ઓસ્ટ્રેલિયાની વસ્તી જેટલા લોકો એટલે કે દરરોજ 2.4 કરોડ લોકો ટ્રેનોમાં મુસાફરી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે મુસાફરોને ટ્રેનમાં ચઢતાની સાથે જ તેમને કેટલાક એવા અધિકારો મળી જાય છે, જેનો તેઓ જરૂર પડ્યે ઉપયોગ કરી શકે છે.મીડિયા રિપોર્ટ મુજબ, જો કોઈ મુસાફર કોઈપણ કેટેગરીના ડબ્બામાં મુસાફરી કરી રહ્યો છે અને તેની પાસે આરક્ષિત ટિકિટ છે, તો તેને 5 મહત્ત્વપૂર્ણ અધિકારો મળે છે. મોટાભાગના મુસાફરોને આ વિશે ખબર પણ નથી હોતી.…
કવિ: satyadaydesknews
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા ખાતે જમીનના સર્વે ને લઈને અને માલિકી હક્કને લઈ વિવાદ ઉભો થયો છે. રવિવારે બંને પક્ષોના વિવાદમાં પોલીસે દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડવા પ્રયત્નો કર્યા હતાં. તો બને પક્ષના વડીલોએ ઉમરગામના ધારાસભ્ય સાથે બેઠક કરી હતી. બેઠકમાં જમીનના સાચા માલિક કોણ? જમીનના ખરા દસ્તાવેજ કોની પાસે છે? ક્યાં પક્ષના નામે આ જમીન છે? જમીનનો ખરો સર્વે નંબર કયો છે. 35/16 કે 36/1? તે અંગે સરકારી માપણી બોલાવી સર્વે કરવાની કાર્યવાહી પર આખરે બંને પક્ષો સહમત થયા હતાં. જો કે, બીજા દિવસે બપોરે 4 વાગ્યે ઉમરગામ ભાજપના આગેવાનો સાથે જમીન માલિક નો દાવો કરતા પીનલ પટેલ…
એક સમયે પોલિટીસીયન અને એ પહેલા માફીયા તરીકેની છાપ ધરાવનાર યુપીના અતિક અહેમદની દિવસો સાબરમતી જેલમાં કેદી નંબર 17052 તરીકે વિતી રહ્યા છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત યુપી પોલીસ પણ આગામી સમયમાં વધુ હત્યા કેસ મામલે પૂછપરછ કરી શકે છે. ત્યારે માફીયા આતિક જેલમાં આજીવન સજા કાપી રહ્યો છે તેવામાં જેલમાં ભેંસોને ઝાડુ મારવાનો અને નવડાવવાનું કામ સોંપવામાં આવ્યું હોવાની વિગતો પણ સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. અતીક અહેમદને દોષિત ઠેરવ્યા બાદ તેની સલામતી સુનિશ્ચિત કરવા સાબરમતી જેલના જૂના કમ્પાઉન્ડમાં ઉચ્ચ સુરક્ષા બેરેકમાં રાખવામાં આવ્યો છે. જ્યાં હવે દોષિત સાબિત…
ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણી કિશોરીઓએ બનાવેલી મિલેટ્સ આધારિત વાનગીનું નિદર્શન તેમજ ‘સ્વસ્થ બાળ તંદુરસ્ત સ્પર્ધા’ માટે ઈનામ વિતરણ કરાયું પોષણ પખવાડીયા-૨૦૨૩(૨૦ માર્ચથી ૩ એપ્રિલ)ની ઉજવણી અંતર્ગત, તાલુકા પંચાયત ચોર્યાસી ખાતે આઈ.સી.ડી.એસ શાખા દ્વારા મિલેટ્સ આધારિત વાનગી નિદર્શન તેમજ ‘સ્વસ્થ બાળ તંદુરસ્ત સ્પર્ધા’માં વિજેતા બાળકોનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજયો હતો. જેમાં કિશોરીઓ દ્વારા મિલેટ્સમાથી તૈયાર કરાયેલી વાનગીઓની સમજ આપી તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મિલેટ્સ ધાન્યનું મહત્વ જણાવી તેના ઉપયોગથી થતાં વિવિધ ફાયદાઓ વિષે જાણકારી અપાઈ હતી, અને તેના ઉપયોગથી બાળકોમાં કુપોષણ ઘટાડવાથી લઈ કિશોરીઓ, મહિલાઓ, સગર્ભા, અને ધાત્રી માતાઓમાં એનેમિયાનું પ્રમાણ ઘટાડવા…
સુરતના સરથાણાના વિદ્યાર્થી મેનિલ હપાણીને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરથી મળી પેટ્રોલના ખર્ચમાંથી મુક્તિ રાજ્ય સરકારની સબસિડી મળતા પોષણક્ષમ દરમાં મેળવી ઈ-બાઈક ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર લેવાથી પરિવાર પર ટ્રાન્સપોર્ટેશન ખર્ચનું ભારણ ઘટ્યું ઈલેક્ટ્રિક બાઈકથી રૂ.૧૦થી ૧૫માં સમગ્ર દિવસની મુસાફરી કરી રહ્યો છેઃ લાભાર્થી મેનિલ હપાણી વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જની સમસ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે. પર્યાવરણના જતન અને સંરક્ષણથી જ આ સમસ્યા ઉકેલી શકાય છે. પ્રદૂષણ ઘટાડવા માટે અને પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ આવશ્યક છે. વિશ્વના અનેક દેશો હવે પ્રદુષણરહિત સંસાધનોનો આવિષ્કાર કરી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે બેટરી સંચાલિત ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરની ખરીદી પર સબસિડી આપીને…
કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે નોટો ઉડાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ડીકે શિવકુમારનો એક વીડિયો સામે આવ્યો છે. શિવકુમાર 28 માર્ચે કર્ણાટકના માંડ્યા જિલ્લામાં એક યાત્રા દરમિયાન કલાકારો પર 500 રૂપિયાની નોટ ઉડાડતા જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ મંડ્યા ગ્રામીણ પોલીસે કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કેસમાં પોલીસે શિવકુમાર વિરુદ્ધ નોન કોગ્નિઝેબલ ગુનો નોંધ્યો છે.500ની નોટ ઉડાડતા કેમેરામાં ઝડપાયા શિવકુમાર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ડીકે શિવકુમાર ‘પ્રજા ધ્વની યાત્રા’ દરમિયાન ભારે ભીડ વચ્ચે બસ પર સવાર દેખાઈ રહ્યા છે. દરમિયાન, તેઓ પોતાની બાજુથી 500 ની ઘણી નોટો નીચે ફેંકતા કેમેરામાં કેદ થઈ ગયા. પોલીસે જણાવ્યું…
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને લાહોરની આતંકવાદ વિરોધી અદાલતમાંથી મોટી રાહત મળી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈના વડા ઇમરાન ખાનને આતંકવાદ વિરોધી અદાલતે આગચંપી, પોલીસ સામે હિંસા, તોડફોડ અને ઝીલા શાહની હત્યા સંબંધિત ત્રણ કેસમાં વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તોશખાના કેસમાં ઇમરાનની ધરપકડ કરવાના અભિયાન દરમિયાન ઇમરાનની પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે થયેલી અથડામણના સંદર્ભમાં લાહોર પોલીસે આ કેસ નોંધ્યા હતા.વચગાળાના જામીન 13 એપ્રિલ સુધી લંબાવ્યાપાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણ કેસમાં ઇમરાન ખાનના વચગાળાના જામીન 13 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા છે. અગાઉ 27 માર્ચે, પાકિસ્તાનની એક અદાલતે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ફેડરલ જ્યુડિશિયલ કોમ્પ્લેક્સમાં અથડામણ અંગે…
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ઉડુપી જિલ્લાના કુંડાપુરા મતવિસ્તારના પાંચ વખત ધારાસભ્ય હલદી શ્રીનિવાસ શેટ્ટીએ તેમના વિશ્વાસુઓને સંકેત આપ્યો છે કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. માહિતી અનુસાર, શેટ્ટી ટૂંક સમયમાં તેમની ઉમેદવારી અને રાજકારણમાં તેમના ભાવિ અંગે નિર્ણય લેશે. ઉડુપી જિલ્લાના લોકપ્રિય નેતા શેટ્ટી એ શરત સાથે રાજકીય નિવૃત્તિ અંગે વિચારી રહ્યા છે કે તેમના નજીકના સાથી કિરણ કુમાર કોડગીને કુંડાપુરથી ચૂંટણી લડવા માટે ભાજપની ટિકિટ આપવામાં આવે.મળતી માહિતી અનુસાર, શેટ્ટી મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની રાજકીય કારકિર્દી અંગેના નિર્ણયની જાહેરાત કરે તેવી શક્યતા છે. જો શેટ્ટી ચૂંટણી ન લડવાનું નક્કી કરે છે, તો ભાજપે જિલ્લાના અન્ય મતવિસ્તારોમાં…
IPL 2023 ની 7મી મેચ આજે ,4 એપ્રિલએ દિલ્હી કેપિટલ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ દ્વારા બંને ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની બીજી મેચ રમશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ મેચમાં સામસામે આવનારી ટીમો વચ્ચે ગુજરાતે પોતાની પ્રથમ મેચ જીતી છે, જ્યારે દિલ્હીને પ્રથમ મેચમાં 50 રને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ ક્યારે અને ક્યાં રમાશે? દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી આ મેચ 4 એપ્રિલ, મંગળવારે એટલે કે આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચ કેટલા વાગ્યે શરૂ થશે? દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાનારી આ મેચ…
જાહ્નવી કપૂરે બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે કર્યું આ કામ, લગ્નના સમાચારની ચર્ચા…..જ્હાન્વી કપૂરનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. આ વીડિયો તિરુમાલા બાલાજી મંદિરનો છે. આ વીડિયોમાં જાહ્નવી કપૂર બહેન ખુશી કપૂર અને કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુમાલા બાલાજીના મંદિરે દર્શન કરવા પહોંચી હતી. જ્હાન્વી આ પહેલા પણ ઘણી વખત તિરુમાલા બાલાજી મંદિરની મુલાકાતે આવી ચુકી છે. પરંતુ આ વખતે તે શિખર પહરિયા સાથે દેખાતા જ ચાહકોએ તેના લગ્નની અટકળો શરૂ કરી દીધી હતી. વીડિયોમાં ત્રણેય પરંપરાગત પોશાકમાં જોવા મળી રહ્યા છે.જ્હાન્વી પિંક કલરના લહેંગામાં જોવા મળી હતીઆ પ્રસંગે જાહ્નવી કપૂર પિંક અને લાઇટ ગ્રીન લહેંગામાં…