સુરત કોંગ્રેસમાં મોટા ફેરબદલના ભણકારા વાગી રહ્યા છે. જગદીશ ઠાકોર પ્રમુખ બનતાં જ સુરત કોંગ્રેસમા નવા પ્રમુખ તરીકે કોણ આવશે તેની ચર્ચા શરુ થઈ ગઈ છે અને કેટલાક નામોની રજૂઆત પણ પ્રદેશ કોંગ્રેસને કરવામાં આવી હોવાનું કોંગ્રેસ વર્તુળો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલ સુરત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નૈષધ દેસાઈ છે. નૈષધ દેસાઈ પહેલાં સુરત કોંગ્રેસના પ્રમુખ પદે બાબુ રાયકા હતા પણ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થતાં બાબુ રાયકાએ રાજીનામું આપવાનો વારો આવ્યો હતો. નૈષધ દેસાઈ આ અગાઉ પણ ફૂલટાઈમ પ્રમુખ બની ચૂક્યા છે અને હવે તેમને પૂર્ણકાલીન પ્રમુખ બનાવવાના મતમાં પ્રદેશ કોંગ્રેસ હોય એમ લાગતું ન…
કવિ: Zala Nileshsinh Editor
નવા પ્રમુખ અને નવા વિપક્ષ નેતા મળ્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ખાસ કરીને ચાર મહાનગરોમાં સંગઠનને વેગવંતુ કરવાની દિશામાં શરુઆત કરી છે. હવે કોંગ્રેસ દ્વારા એવી ફોર્મ્યુલા અપનાવવામાં આવી રહી છે કે રાજ્યના ચાર મહાનગરોમાં પ્રમુખની સાથે બે કાર્યકારી પ્રમુખની પણ નિમણૂંક કરવામાં આવશે. મહાનગરોમાં કોંગ્રેસની સ્થિતિ સાવ જ કથળી ગયેલી છે. કોંગ્રેસની નેતાગીરી દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રમુખની સાથે કાર્યકારી પ્રમુખની વરણી કરવાની ફોર્મ્યુલા લાગુ કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. જાતિ અને જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવશે અને કોંગ્રેસના સંગઠનનને મજબૂતી આપે તેવા નેતાઓની પસંદગી કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના વર્તુળો દ્વારા…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દોઢ વર્ષ પહેલાં ગજરાતની આખી મુખ્યમંત્રી સહિતની આખીય કેબિનેટને ઘરે બેસાડી દેવામાં આવી અને ભાજપે મોટાપાયા પર નેતૃત્વ પરિવર્તન કરી નાંખ્યું. કોઈએ ચૂં કે ચાં સુદ્વાં કરી નથી એ ભાજપના શિર્ષ નેતૃત્વની સફળતા જ ગણવાની રહે છે. ભાજપમાં આંતરિક અસંતોષ તો ભભૂકી રહ્યો છે, મુદ્દો એટલો છે કે ભાજપના અસંતુષ્ટ નેતાઓ જાહેરમાં લૂગડા ઉતારવાની રમત રમતા નથી. ઘરનો કલહ ઘરમાં નિપટાવી દેવામાં આવે છે. ગુજરાત ભાજપની વાત કરીએ ભૂતપૂર્વ બની ગયેલા નેતાઓને વિધાનસભાની ચૂંટણી સુધી સંપૂર્ણપણે સાચવી લેવામાં આવશે, વિધાનસભાની ચૂંટણી બાદ હાલ ભૂતપૂર્વ બનેલા નેતાઓનું રાજકીય ભાવિ શું હશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે. એ તો…
ગુજરાત કોંગ્રેસની યુવા નેતાગીરી નામે જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ કોંગ્રેસને જોશ ભરી રહ્યા છે તો નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે આક્રમક રીતે શરુઆત કરી છે. આવામાં ઠાકોર સમાજના નેતા અને કોંગ્રે છોડી ગયેલા અલ્પેશ ઠાકોરની ચર્ચા થાય એ અપેક્ષિત છે. જગદીશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતી વેબ ચેનલ સાથે કરેલી વાતમાં અલ્પેશના મુદ્દે કંઈક અલગ અલગ સૂર સાંભળવા મળ્યા છે. જિજ્ઞેશ મેવાણીએ ચેનલને કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ આવનાર દિવસોમાં ભાજપને જોરદાર જવાબ આપશે અને આના માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. યુવા નેતાગીરી સિનિયર નેતાઓની સાથે કામ કરીને નવી દિશામાં આગળ વધી રહી છે. અલ્પેશ ઠાકોર અંગે પૂછાયેલા…
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનતાં પહેલાં જગદીશ ઠાકોરે પાટણમાં યોજાયેલા સમાજના સંમેલનમાં કરેલી ટીપ્પણીઓ હવે તેમના પ્રમુખ બન્યા બાદ ચર્ચાસ્પદ બની છે. જોકે, પ્રમુખ બન્યા બાદ પણ જગદીશ ઠાકોરે ભાજપ સામે આકરા પ્રહાર કરવાનું ચાલું રાખ્યું છે. આ સિલસિલામાં જગદીશ ઠાકોરની સામે ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ટ્વિટ કરી જવાબ આપ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ટ્વિટમાં જગદીશ ઠાકોર પર અભદ્ર શબ્દોનાં પ્રયોગને લઈ સવાલો ઉભા કર્યા છે. જગદીશ ઠાકોર પર ભૂપેન્દ્રસિંહ દ્વારા ટ્વિટ દ્વારા કરવામાં આવેલા પ્રહારને લઈ ટ્વિટર પર આને લઈ ખાસ્સી ચર્ચા ચાલી હતી. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસમાં જુદી જદી રીતે વિરોધ અને તરફેણમાં…
2017માં અલ્પેશ ઠાકોરે કોગ્રેસમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં દબદબાભેર એન્ટ્રી કરી હતી. ગાંધીનગરમાં વિશાલ જનાદેશ સંમેલન યોજ્યું હતું અને ભાજપ ડરી ગયું હતું. રાજ્યસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસને છોડી અલ્પેશ ઠાકોરે ભાજપની પ્રદેશ નેતાગીરીથી સાથે તડજોડ કરી. કોંગ્રેસમાં રાહુલ ગાંધી સાથે સીધી વાત થતી હતી પણ ભાજપમાં અલ્પેશ ઠાકોરે પ્રદેશ નેતાગીરી પર નિર્ભર રહેવાનો વારો આવ્યો. ભાજપમાં પ્રવેશ કરતી વેળા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હતા અને જીતુ વાઘાણીની જ ભરચક કોશીશો હતી કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ મળે. કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રમુખ હતા અને ભાજપમા પ્રદેશ પ્રમુખ હતા. બન્ને પાર્ટીઓની એન્ટ્રી વચ્ચે આટલો મોટો ફરક છે. કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોરનું રાષ્ટ્રીય કદ વધ્યું હતું,…
ગુજરાત કોંગ્રેસને નવા સુકાની મળ્યા બાદ કોંગ્રેસ પોતાનું ઘર સરખું કરવામાં લાગી ગઈ છે. નવા વર્ષના પ્રથમ મહિનામાં જ ગુજરાત કોંગ્રેસના નવા હોદ્દેદારોની વરણી થવાની છે સાથો સાથ જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂંક કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. સમીકરણોની ગોઠવણમાં કોંગ્રેસ કેટલાક જૂના જોગીઓને ફરીથી કોંગ્રેસ માટે સક્રીય કરવાનું આયોજન કરી રહી છે અને આમાં એક નામ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાનું પણ આવે છે. શંકરસિંહ વાઘેલા લાગલગાટ વર્ષો સુધી કોંગ્રેસમાં વિધાનસભાના વિપક્ષી નેતા રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા. બાદમાં કેન્દ્રમાં ટેક્સટાઈલ મંત્રી તરીકે જોવા મળ્યા હતા. અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે…
ગુજરાતમાં આગામી રવિવારે એટલે કે19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ત્યારે ચૂંટણી પહેલા જ 1,167 સરપંચ બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણી આયોગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી તો આજે ગાંધીનગરમાં ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગની તૈયારી અંગે એક બેઠક યોજાઈ હતી. રાજ્યમાં કુલ 23,097 મતદાન મથકો પર મતદાન થશે. જ્યારે રાજ્યના કુલ 1,82,15,013 મતદારો મતદાન કરશે. રાજ્યમાં શાંતિથી ચૂંટણી યોજાય તે માટે ગૃહ વિભાગે વ્યવસ્થા કરી છે. તો વર્તમાન પરિસ્થિતિને જોતા આરોગ્ય વિભાગે પણ મતદાન મથક પર વિશેષ વ્યવસ્થા કરી છે. તો આ અંગે આજે ગાંધીનગરમાં ગાંધીનગરમાં ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગની તૈયારી અંગે એક બેઠક યોજાઈ હતી. ગૃહ…
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ દારુબંધી અંગે કરેલા નિવેદન બાદ કોંગ્રેસમાં આ અંગે અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. ખાસ કરીને વિપક્ષના નેતા બનતાની જ સાથે જ સુખરામ રાઠવાએ ભરતસિંહ સોલંકીના નિવેદનથી પોતાની જાતને અલગ કરી દીધી અને ભરતસિંહ કરતાં ઉલ્ટું નિવેદન આપ્યું છે. દારૂબંધીના મુદ્દે ભરતસિંહની સાથે કોંગ્રેસના પણ ધારાસભ્યો નથી. દારૂબંધીના મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક તરફ જ્યારે ભરતસિંહ દારૂબંધી મામલે નિવેદન આપી કહી રહ્યા છે કે, સમય બદલવાની સાથે લોકો ઈચ્છે તો દારૂબંધી હટશે. તો બીજી તરફ સુખરામ રાઠવાએ કહ્યું કે, રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ. કારણ કે દારૂના દૂષણથી તમામ…
ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના પુર્વ ધારાસભ્ય અને રાજયના પુર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના પત્નીનું ઝાયડસ હોસ્પિટલ ખાતે દુ:ખદ નિધન થયું છે. આ દુ:ખદ સમાચાર સાંભળી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ઊંડા શોકની લાગણી વ્યકત કરી છે. ભિક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. મળતી માહિતી પ્રમાણે આઇ.કે.જાડેજાના પત્ની ભિક્ષાબા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે ગઈકાલે મોડીસાંજે (સોમવારે) અંતિમ શ્વાસ લીધા હતા. હવે આજે તેમના મૂળ વતન ધ્રાંગધ્રાના વિરાણીપા ખાતે આજે અંતિમ વિધિ થશે. હાલ જાડેજા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે તેમના મૂળ વતન ધ્રાંગધ્રાના વિરાણીપા ખાતે અંતિમવિધિ થશે. ભિક્ષાબાના અવસાનથી જાડેજા…