કવિ: Satya Day News

મહારાષ્ટ્રમાં ઝડપથી રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યા છે. ખાસ કરીને ઠાકરે ફેમિલીના ફાયર બ્રાન્ડ નેતા રાજ ઠાકરે કોંગ્રેસ-એનસીપીના ઉમેદવારોનો પ્રચાર કરવાનું એલાન કરતાં રાજકીય ગરમાટો આવી ગયો છે. અટકળો ચાલી રહી છે કે રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરી દેશે કે શું? જોકે, મનસેના સૂત્રો આ વાતને બિનપાયેદાર ગણાવી રહ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના ઉમેદવારો માટે પ્રચાર કરશે . ભાજપના સહયોગી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ પોતાના ઉમેદવાર ચૂંટણીમાં ઉતાર્યા નથી. ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે રેલીઓ કરવા જઈ રહ્યા છે. તે કોંગ્રેસ-એનસીપીના પક્ષમાં ઘણી સીટો પર…

Read More

ભાવનગર લોકસભા બેઠકમા ઉમેદવારોમાં કોંગ્રેસના મનહર પટેલ(વસાણી) અને ભાજપના ડો. ભારતી શિયાળ ઉપરાંત વિજય રામા માકડીયા-બહુજન સમાજ પાર્ટી, ધરમશી ઢાપા-વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રામદેવ ઝાલા-જનસંઘર્ષ વિરાટ પાર્ટી, ભરત સોંદરવા-સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અનિરુદ્ધ ઝાલા-અપક્ષ, અજય ચૌહાણ (અમિત ચૌહાણ)-અપક્ષ, ચંપા ચૌહાણ-અપક્ષ, ચંદુ ડાભી-અપક્ષ, સંજય મકવાણા-અપક્ષ, બાબુ મારુ-અપક્ષ, સાગર સીતાપરા- અપક્ષ, હરેશ વેગડ-અપક્ષ છે. ઉમેદવારી નોંધાવતાં રહેલાં સંમેલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. મનહર પટેલે સંમેલનમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મનહર પટેલને ભાવનગરથી મેદાને ઉતારી કોંગ્રેસ પાટીદાર કાર્ડ ખેલ્યું છે. આ અગાઉ મનહર પટેલને વિધાનસભાની ટીકિટ મળી હતી. જે છેલ્લી ઘટીએ પાછી લઇ લેવામાં આવી હતી. ભાવનગર લોકસભા…

Read More

બનાસકાંઠામાંથી ભાજપનાં દાંતા વિધાનસભામાં 2009માં ધારાસભ્ય રહી ચૂકેલા વસંત ભટોળ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પરથી ભટોળના તેઓ પુત્ર છે. વસંત ભટોળ એટલા માટે રાજીનામું આપશે કારણ કે જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજપનું બનાસકાંઠામાંથી નિકંદન કાઢી રહ્યા છે.  તેના વિરોધમાં તેઓ રાજીનામું આપી દીધું હતું. પુર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભાજપથી પક્ષાંતર કરીને કોંગ્રેસમા જોડાયા છે. 5000થી પણ વધુ સમર્થકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. વસંત ભટોળ ધારાસભ્ય રહ્યાં બાદ બીજી વખત ભાજપે તેમની ટિકિટ કાપી હતી. તે માટે શંકર ચૌધરી જવાબદાર માનવામાં આવે છે. તેથી તેમને હાસિયામાં ધકેલી દીધાં હતા. બાદ તેમનાં પિતા પરથી ભટોળ પાસેથી શંકર…

Read More

લોસકભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભાની બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે શકુર પઠાણના છોકરા શેરખાનને ટીકીટ આપી વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. હાલમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી(બીટીપી)ના ઉમેદવાર છોટૂ વસાવા પોતાને પીઠમાં ખંજર ભોંકાયું હોવાનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે છોટૂભાઈ વસાવા સાથે ટેલિફોન પર કેટલીક વાતચીત થઈ હતી. છોટૂભાઈ વસાવાને પ્રશ્ન પૂછાયો હતો કે રાજ્યસભાની ચૂંટણી વખતે અહેમદ પટેલને ક્યા આધારે સમર્થન આપ્યું હતું કોઈ લોભ કે લાલચ હતી તો છોટૂભાઈએ કહ્યું કે રાજ્યસભાની ચૂંટણી વખતે કોઈ લોભ-લાલચ વિના અહેમદ પટેલને સમર્થન આપી વોટ આપ્યો હતો. હું પ્રથમથી જ કોંગ્રેસનો વિરોધી રહ્યો છું અને…

Read More

2015નું વર્ષ ગુજરાતના રાજકારણ માટે ઈતિહાસે લખાશે. પાટીદાર અનામત આંદોલન શરૂ થયું અને સમગ્ર ગુજરાતમાં યુવા આંદોલનકારીઓ ઉભરી આવ્યા. હાર્દિક પટેલ સહિતના યુવાનોએ રસ્તા પર ઉતરી સરકારને પડકારી. સરકાર હચમચી ગઈ અને પ્રચંડ પાટીદાર તાકાત જોવા મળી હતી. પાટીદાર અનામત આંદોલનમાં એક મહિલા સતત રસ્તા પર ઉતરીને લાઠીઓ ખાઈ રહી હતી. પોલીસનાં દંડા તેના શરીરે નિશાન છોડી જઈ રહ્યા હતા. પરંતુ આ મહિલા જરા પણ ડગ્યા વિના સતત ઝઝૂમતી રહી હતી. આ મહિલાનું નામ છે રેશ્મા પટેલ. ચાર વર્ષના આંદોલનના સંઘર્ષમાંથી જન્મેલી ગુજરાતની મહિલા પાટીદાર નેતાગીરી હવે પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભામાં કિસ્મત અજમાવવા રાજકારણના અખાડામાં કૂદી પડી છે. 33…

Read More

સુરતની પ્રખ્યાત અલ-ખલીલ ટી-સેન્ટરના ઝાંપા બજાર ખાતે આવેલા ટી સ્ટોલ પર ટપોરીઓ દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સ્ટોલની બહાર ચા આપવાની નજીવી બાબતે કેટલાક ટપોરીઓએ ટી-સ્ટોલમાં ધુસી જઈને ગલ્લા પર બેઠેલી વ્યક્તિને માર માર્યો હતો અને ત્યાર બાદ ટી સ્ટોલમાં તોડફોડ કરી હતી. સોશિયલ મીડિયામાં અલ ખલીલ ટી સ્ટોલમાં તોડફોડના વીડિયો વાયરલ થયો હતો. ટી-સ્ટોલ પર બેઠેલી વ્યક્તિએ જણાવ્યું કે પોલીસ દ્વારા ટ્રાફીકને લઈ ટી-સ્ટોલની બહાર ચા આપવાનું બંધ કરવામાં આવ્યું છે. કેટલાક ટપોરીઓ આજે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ટી સ્ટોલ પર આવ્યા હતા અને ટી સ્ટોલની બહાર ચા આપવા માટે માંગ કરી હતી. આ…

Read More

લોકસભા ચૂંટણીની સાથે સાથે માણાવદર, જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને ઉંઝા વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ ચાર બેઠકો પર પણ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરતા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે બે પાટીદાર, એક કોળી અને એક આહિરને ટીકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ચારે-ચાર બેઠક પર પાટીદારને ટિકિટ આપી છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ચારેય પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા, રાઘવજી પટેલ, આશા પટેલ અને પરસોત્તમ સાબરિયાને ટિકિટ આપી છે. જ્યારે જામનગર ગ્રામ્ય બેઠક પરથી વલ્લભ ધારવિયાની ટિકિટ કાપી છે. આમ, ભાજપે તમામ ચાર બેઠકો પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે, જેને લઇ ભાજપના સ્થાનિક રાજકારણમાં આંતરિક નારાજગી પ્રવર્તી…

Read More

ભરૂચ લોકસભાની બેઠક પર ઉમેદવારી કરવા મામલે પારોઠનાં પગલા ભર્યા બાદ શકુર પઠાણ જેવા નામચીન માણસના છોકરાને ટીકીટ આપી દેવામાં આવતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારની પસંદગીમાં મનસ્વી રીતે અહેમદ પટેલે શેરખાન પઠાણને ટીકીટ આપી દેતા ભરૂચના મુસ્લિમ સમાજમાં સ્ફોટક સ્થિતિ નિર્માણ થઈ છે. ભરૂચમાં મુસ્લિમ સમાજ આ વખતે ગાંઠ વાળીને બેઠો છે કે કોંગ્રેસને સંપૂર્ણ રીતે સાફ કરી નાંખવામાં આવે. લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં નબળા માટીના માણસોને ટીકીટ આપી મુસ્લિમ સમાજનો હસાયરો કરતા અહેમદ પટેલને પાઠ ભણાવવાના નિર્ધાર સાથે સોશિયલ મીડિયામાં અહેમ પટેલ વિરોધી ઝૂંબેશ શરૂ થઈ ગઈ છે અને કોંગ્રેસના પંકાયેલા ઉમેદવારને હરાવી દેવા…

Read More

આવતીકાલે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. અમદાવાદ પૂર્વમાં એન્ક નામો ચાલી રહ્યા હતા. ખાસ કરીને ફિલ્મ કોમેડીન મનોજ જોષીનું નામ પણ અમદવાદ પૂર્વમાં ચર્ચામાં આવ્યું હતું અને મનોજ જોષી દ્વારા ચૂંટણીની તૈયારી પણ કરવામાં આવી રહી હતી. અમદાવાદ પૂર્વમાં મનોજ જોષી ઉપરાંત કડવા પાટીદાર સમાજના આગેવાન સીકે પટેલનું નામ પણ વિચારણા હેઠળ લેવામાં આવ્યું હતું પરંતુ આ તમામ નામોને કોરાણે મૂકી ભાજપે અમદાવાદ-અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને ટીકીટ આપવાની જાહેરાત કરી છે. સીકે પટેલ સહિતના તમામ નામો કપાઈ જવા પામ્યા છે. અમદાવાદમાં ભાજપ દ્વારા સરપ્રાઈઝ આપવામાં આવતા ભાજપના કાર્યકરો સહિત સૌ કોઈ અચંબામાં પડી ગયા છે. આ સીટ પરથી…

Read More

ભરૂચ બેઠકને લઈ કોંગ્રેસમાં કલાકે-કલાકે ચિત્ર બદલાઈ રહ્યું છે. શરૂઆત અહેમદ પટેલના ચૂંટણી લડવાની સંભાવનાથી થઈ અને ગઈકાલે પીડી વસાવાનું ગાજ્યું તો આજે દિવસભર શકુર પઠાણના છોકરા શેરખાનનું નામ ગાજ્યું. હવે ફરી એક વાર ભરૂચ બેઠકનું ચિત્ર બદલાયું છે. કોંગ્રેસ વર્તુળાના જણાવ્યા મુજબ હજુ પણ કોંગ્રેસ હાઈકમાન્ડનો આગ્રહ છે કે અહેમદ પટેલ પોતે ચૂંટણી લડે. અહેમદ પટેલ આનાકાની કરી રહ્યા છે અને સેફ રિટાયરમેન્ટની વાત પર અડગ છે પરંતુ કોંગ્રેસ અને ભરૂચના આગેવાનો અહેમદ પટેલ પોતે ચૂંટણી લડે તેના માટે આગ્રહ કરી રહ્યા છે. બીજી તરફ એવી પણ ચર્ચા ઉપડી છે કે ભરૂચમાં અહેમદ પટેલ ચૂંટણી નહીં લડે તો અંતે…

Read More