કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણીમાં બે બેઠકો ઉપરથી ઝંપલાવશે. રાહુલ ગાંધી પરંપરાગત ઉત્તર પ્રદેશની અમેઠીની બેઠક ઉપરથી તો ચૂંટણી લડવા જઈ રહ્યા છે સાથો સાથ જ્યારે બીજી બેઠક અગાઉ ધારવામાં આવતું હતું તે મુજબ ઉત્તર કેરળની વાયનાડની બેઠક પરથી પણ ચૂંટણી લડનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અમેઠીમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા જોરદાર ટક્કર આપવામાં આવી રહી છે. 2014ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાની દ્વારા જોરદાર ટક્કર આપવામાં આવી હતી. હારની આશંકા કારણે રાહુલ ગાંધીને કોંગ્રેસે બે બેઠક પરથી ચૂંટણીમાં લડાવવાનું નક્કી કર્યું હોવાનું માનવામાં આવે છે. આ પહેલી વખત છે કે રાહુલ…
કવિ: Satya Day News
વલસાડના કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી સાથે શુકવંતા બનાવ બન્યા છે. પ્રથમ બનાવમાં ભાજપના નેતા ડો.ડીસી પટેલે તેમને આશિર્વાદ આપ્યા અને બીજા બનાવમાં વાંસદાના પૂર્વ ધારાસભ્ય દ્વારા તેમને જીતની શૂભેચ્છા આપવામાં આવી છે. ગુજરાતમા રાજ્યસભાની ચૂંટણી માટે મરણિયો જંગ ખેલવામાં આવ્યો હતો. અહેમદ પટેલને પાડી દેવા માટે અનેક પ્રકારના કાવા-દાવા કરવામાં આવ્યા હતા. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથે છેડો ફાડી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેનારા વાંસદાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છના ચૌધરીએ વલસાડ લોકસભાની કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને શ્રીફળ આપી જીતની શૂભેચ્છા પાઠવી હતી. છના ચૌધરીએ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન અહેમદ પટેલની વિરુદ્વમાં જઈ રાજીનામું આપી દીધું હતું. છના ચૌધરી પર તે સમયે…
(ગુલઝાર ખાન દ્વારા): વલસાડ લોકસભાની ટીકીટની જાહેરાત થતાં જ વર્તમાન સાંસદ ડો.કેસી પટેલને પોતાના ઘરમાંથી જ વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. 2009માં કોંગ્રેસના ઉમેદવાર કિશન પટેલની સામે ઉભા રહેલા અને કોંગ્રેસને માત્ર સાત હજારની સરસાઈથી જ જીતવા દેનારા ડીસી પટેલના તેવર આક્રમક જણાઈ છે. વલસાડમાં કોંગ્રેસના તાળાને ડીસી પટેલે જ ખોલ્યું હતું તે ડીસી પટેલ હવે ભાજપની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા છે અને આ નારાજીના કારણે વલસાડ ભાજપમાં નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે. આજે જ્યારે ડીસી પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને આવકાર્યા ત્યારે બન્ને નેતાઓ ભેટ્યા હતા. ડીસી પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધીરીના ફોટા સોશિયલ મીડિયામાં ખાસ્સા…
ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા માટે પ્રયત્નશીલ બની ગઈ છે. એક વખત સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને હાલ રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને જ કોંગ્રેસ ભરૂચ લોકસભાની સીટ પરથી ઉભા રાખવાની રણનીતિ તૈયાર કરી રહી છે. અહેમદ પટેલને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરવા માટેનો તખ્તો કોંગ્રેસ તૈયાર કરી દીધો હોવાની માહિતી જાણવા મળી રહી છે. રાજકીય ફલક જોઈએ તો અહેમદ પટેલે 1977થી કોંગ્રેસના યંગેસ્ટ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ પાછળ વળીને જોયું નથી. તેઓ છેક 1989 સુધી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ ત્યાર બાદ તેમણે લોકસભા લડવાનું માંડી વાળ્યું અને ગાંધી પરિવારની વિશ્વાસુ વ્યક્તિ તરીકે રાજ્યસભામાં…
અમિત શાહે ગાંધીનગર-અમદાવા બેઠક પરથી લોકસભાની અમેદવારી 30 માર્ચ 2019માં કરીને ફરી એક વખત ગુજરાતમાં વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેઓ જ્યાંથી ઊભા છે ત્યાં પાટીદારોનું પ્રભુત્વ છે. અમિત શાહ લોકસભામાં ઊભા રહેતાં તેની સીધી અસર ગુજરાતના સવર્ણો અને ખાસ કરીને પાટીદાર સમાજમાં વિપરીત પ્રત્યાઘાત પડ્યા છે. 2017 બાદ ફરી એક વખત અમિત શાહ સામે રણશીંગું ફુંકાશે. ધાર્યા કરતાં ઓછી હાજરી તેમની સભામાં હજારો માણસો આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. પણ ધાર્યા લોકો આવ્યા ન હતા. જેમની જાહેર સભા જ્યા હતી તે સરદાર પટેલ કોલોની પાસે 5 હજારથી વધું માણસ ઊભા રહી શકે તેવી જગ્યા નથી. અમદાવાદ, ગાંધીનગર…
સ્વર કિન્નરી લતા મંગેશકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાષણ દરમિયાન બોલાયેલી કવિતા સૌગંધ મુઝે ઈસ મિટ્ટી કીને પોતાનો સ્વર આપ્યો છે. ભાજપે આ કવિતાને ચૂંટણી અભિયાન ગીત પણ બનાવ્યું છે. યૂ-ટ્યૂબ પર ગીત શરૂ થતાં પહેલા લતા મંગેશકર કેટલીક વાત કરે છે. દેશભક્તિથી ભરપૂર આ ગીતને લતા મંગેશકરે પોતાના ટવિટર હેન્ડલ પર પણ શેર કર્યો છે. લતા મંગેશકર કહે છે કે કેટલાક દિવસ પહેલા મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોગીનું ભાષણ સાંભળ્યું. જેમાં તેમણે કવિતાની કેટલીક પંક્તિઓ કહી હતી. આ પંકતિઓ મારા દિલને સ્પર્શ કરી ગઈ એટલે મેં રેકોર્ડ કરી લીધી. આ પંક્તિઓ દેશના જવાનો અને જનતાને સમર્પિત કરી રહી છું.…
સોશિયલ મીડિયામાં ફિલ્મ અભિનેત્રી અને હાલ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મૂંબઈ-નોર્થના ઉમેદવાર ઉર્મિલા માર્તોંડકર અંગે મોટાપાયા પર વિરોધી ઉપાડ ચાલી રહ્યો છે. ગઈકાલે ઉર્મિલાની ટીકીટ ફાઈનલ થયા બાદ સોશિયલ મીડિયામાં ઉર્મિલાના લગ્ન જીવનને લઈ ભારે ઉછાળો આવ્યો છે અને તેના પતિ અંગે જોરશોરથી અફવા ફેલાવવામાં આવી રહી છે કે ઉર્મિલાના હસબન્ડ પાકિસ્તાની છે. ખાસ કરીને દક્ષિણપંથી વિચાર ધરાવતા લોકોએ ફેસબૂક અને વ્હોટ્સ અપ ગ્રુપમાં આ અફવા ફેલાવી છે કે ઉર્મિલાના પતિ પાકિસ્તાની બિઝનેસમેન છે. આવા ગ્રુપ્સમાં ઉર્મિલા અને તેના પતિના ફોટો શેર કરવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે બહુ ઓછો લોકો જાણતા હશે કે ઉર્મિલાના પતિ પાકિસ્તાની…
ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં પેસ્ટીસાઈડ સાયપર મેપ્થીન પ્લાન્ટમાં ઉત્પાદન દરમિયાન સોલવન્ટના કારણે આગ ફાટી નીકળી હતી. બે મોત થયા અને 7 કામદારો દાઝી જતા ભરૂચ અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના અલગ અલગ યુનિટમાં છેલ્લા કેટલાક સમયથી સૌથી વધુ આગ લાગી છે. મેઘમણી ઓર્ગેનિક યુનિટ ત્રણમાં સાયપર પ્લાન્ટમાં એકાએક આગ લાગી હતી. દરમિયાન કલોઝર આપી દઈ પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કરાવી દેવામાં આવ્યુ હતુ. મેઘમણીનું વડું મથક અમદાવાદના પ્રહલાદનગર ખાતે કોર્પોરેટ રોડ પર આવેલી છે. કંપની પ્રિમાઈસીસમાંથી એક ડેડ બોડી મળી આવી હતી. સોલવંટને કારણે આગ લાગી હતી. છાશવારે મેઘમણીના યુનિટોમાં લાગતી આગ શંકા…
નિતિન ગડકરીને ફરી એકવાર નાગપુરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમિત શાહ ગાંધીનગરથી લડવાના છે, જે સીટ પર અત્યાર સુધી લાલકૃષ્ણ અડવાણી લડતા હતા, પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. અડવાણીને ટિકિટ ન આપતા ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. નિતિન ગડકરીએ કહ્યું હતું કે, અડવાણી અમારા માર્ગદર્શક હતા અને છે. આગળ પણ માર્ગદર્શન આપશે. અમારી પાર્ટીના તેઓ સિનિયર નેતા છે. પાર્ટી તેમનું સન્માન કરે છે. પરંતુ તેમની ઉંમર 90 વર્ષ થઇ ગઇ છે. એવામાં પાર્ટીએ બીજા લોકોને તક આપી છે. અમારા અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે, પરંતુ અડવાણીજીનું સન્માન આખી પાર્ટી કરે છે. ભાજપે સત્તાવાર રીતે આ…
પોરબંદર બેઠક પરથી ભાજપમાં રાદડિયા પરિવારને જ ટિકિટ મળવી જોઈએ એવી માંગ સાથે વિરોધ શરૂ થયો છે. રાદડિયાના શહેર ધોરાજીમાં વિઠ્ઠલ રાદડિયાને કે તેમના પરિવારને ટિકિટ આપવા માટે તેમના સમર્થકો દ્વારા પોસ્ટર લાગ્યા છે. જેમાં સૂત્ર છે, કે રાદડિયાને ટિકિટ નહીં તો ભાજપને મત નહીં. હાલ પોરબંદરમાં પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. પોરબંદર લોકસભા બેઠકમાં આવતા વિસ્તારોમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાના સમર્થનમાં બેનર લાગ્યા છે. ધોરાજી અને કેશોદમાં રાદડિયાના ફોટોગ્રાફ્સ સાથે બેનર્સ લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, રાદડિયા પરિવારના ટિકિટ મળવી જોઈએ. જો આવું નહીં થાય તો ભાજપે તેની ભૂલનું પરિણામ ભોગવવું પડશે. પોરબંદર બેઠકની ભુલ રાજકોટ,…