ગુજરાતની મહાનગરપાલિકાઓને અધિકારીઓની નિયુક્તિની સત્તા બાબતે સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકના કલમ 45 હેઠળ આવતા અધિકારીઓની નિમણૂંક મામલે ફેરફાર કરી નવા નિયમો લાગુ થવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે. વિગતો મુજબ ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને અન્ય અધિકારીઓની નિયુક્તિની સત્તા રાજ્ય સરકાર પાસે રહેલી છે. રાજ્ય સરકારની મંજૂરી વગર કલમ 45 હેઠળ આવતા અધિકારીઓની નિમણૂંક કરી શકાતી નથી. ગુજરાત સરકાર આ નિયમને બદલી મહાનગરપાલિકાઓને અધિકારીઓની નિયુક્તિ કરવાની સીધી સત્તા આપવાની દિશામાં આગળ વધી રહી છે. સચિવાલયના સૂત્રો મુજબ આગામી દિવસોમાં સરકાર દ્વારા આ નિર્ણય પર મંજુરીની મહોર મારવામાં આવે તેવી…
કવિ: Satya Day News
લોકસભા ચૂંટણી પહલાં દિલ્હીથી ગુજરાત અને સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય સુધી દરેક જગ્યાએ ખુરશીની ચર્ચા ચાલી રહી છે. દિલ્હીની ખુરશી પર 2019માં કોણ બેસશે તેને લઈ શેરીને ચૌટે ચર્ચા ચાલે છે. સત્તાની ખુરશી હાંસલ કરવા માટે ભારે હોડ ચાલી રહી છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને પ્રો.વાઈસ ચાન્સેલરે કાર્યભાર સંભાળ્યો. તેમના કાર્યભાર સંભાળતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુનિત નગર સર્કલ પર પંદર ફૂટ ઊંચી ખુરશી મૂકી છે. આ ખુરશી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ચારે તરફ આ ખુરશીની ચર્ચા થઈ રહી છે. સિમ્બોલ ઓફ રિફ્લેક્શન(પ્રતિબિંબનું પ્રતિક) અંતર્ગત આ ખુરશીને મૂકવામાં આવી છે. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર…
ઉંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આશા પટેલે આજે સત્તાવાર રીતે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. ભાજપે તેમને ઉમળકાભેર આવકાર્યા હતા તો કોંગ્રેસે ગદ્દાર કરી ભારે હંગામો કર્યો હતો. પાટણમાં ભાજપમાં જોડાવવા માટે પહોંચેલા આશા પટેલનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આશા પટેલે કહ્યું કે હું ભાજપના સામાન્ય કાર્યકરની માફક ભાજપમાં જોડાઇ રહી છું. ભાજપ જે કહેશે તે રીતે કામ કરીશ. આશા પટેલની સાથે તેમના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. તેઓ ઉંઝાથી પોતાના કાર્યકરોના 100 કારના કાફલા સાથે પાટણ પહોંચ્યા હતા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરના અધ્યક્ષ સ્થાને ક્લસ્ટર સંમેલન યોજાયું હતું. તેમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી કાર્યકરોના કહેવાથી આશા પટેલે જીતુ વાઘાણીના…
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ મામલે વડાપ્રધાન મોદી પર ફરી એક વાર આક્રમક હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે મોદી સરકાર રોબર્ટ વાડ્રા કે પી.ચિદમ્બરમની ભલે તપાસ કરાવે પણ સાથો સાથ રાફેલ કૌભાંડ અંગે પણ જવાબ આપે અને કાર્યવાહી કરાવે. રાહુલ ગાંધીએ અંગ્રેજી ન્યૂઝ પેપરને ટાંકીને રાફેલ ડીલ અંગે કહ્યું કે પીએમ મોદીએ સમાંતર વાતચીત કરીને રક્ષા મંત્રાલયને કમજોર કરવાનું કામ કર્યું છે અને સમગ્ર પ્રક્રિયાને નજર અંદાજ કરીને પોતાના મિત્ર અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ આપી દીધો. કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમે એક વર્ષથી કહી રહ્યા છે કે વડાપ્રધાન મોદી…
2015થી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું. હાર્દિક પટેલ સહિત અનેક યુવા ચહેરાઓ ગુજરાતના રાજકીય ફલક પર જોવા મળ્યા. પાટીદાર અનામત આંદોલન સમગ્ર રીતે ગુજરાતની ભાજપ સરકાર સામે મોટામાં મોટું આંદોલન બનીને રહ્યું છે. ભાજપ દ્વારા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે તેમાં ઝંપલાવ્યું હતું અને કપિલ સિબ્બલને મોકલી અનામતની ફોર્મ્યુલા રજૂ કરી હતી. ગુજરાત કોંગ્રેસમાં તે વખતે રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોત પ્રભારી હતા અને પાટીદાર અનામત આપી શકાય છે તેવી જાહેરાત તેમણે અનેક વખત કરી છે. હવે જ્યારે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે અને ગુર્જર સમાજ દ્વારા અનામત આંદોલનનું રણશિંગું ફૂંકી દેવામાં આવ્યું છે ત્યારે ગેહલોત સરકાર…
લોકસભા ચૂંટણી પૂર્વે ફરી એક વાર રાજસ્થાનમાં ગુર્જર આંદોલની આગ ભડકી છે. ગુર્જર સમુદાયના લોકોએ અનામતની માંગને લઈ સવાઈ માધોપુરમાં આંદોલન શરૂ કરી દીધું છે. બયાના, સવાઈ માધોપુર, ગંગા નગરમાં ટ્રેન વ્યવહારને અટકાવી દેવામાં આવ્યો છે. મુંબઈ જતી ગરીબ રથને ભરતપુર પાસે અટકાવી દેવામાં આવી હતી. ગરીબ રથને ત્યાર બાદ મથુરા લઈ જવામાં આવી હતી. ભરતપુર, કરૌલી, સવાઈ માધોપુર, દૌસા અને ટોંકમાં ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યુપી અને એમપીમાં વધારાની કુમક બોલાવી લેવામાં આવી છે. સ્ટેશન અને રેલવે ટ્રેક પર સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. રાજસ્થાનના આઠ જિલ્લામાં સુરક્ષા દળોની 17 બટાલીનને ઉતારી દેવામાં આવી…
(દિલીપ પટેલ દ્વારા): સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૩.પ૦થી લાખથી પણ વધુ પશુપાલકોની આર્થિક રીતે જીવાદોરી સાબરડેરીના નિયમક મંડળની 16 બેઠકોની ચૂંટણી આગામી 22 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ચુંટણીમાં 110 ઉમેદવારીપત્રો ભરાયા છે. ડેરીમાં સત્તા મેળવવા માટેની લાઈનમાં ધારાસભ્ય, ડેરીના પૂર્વ અને વર્તમાન અધ્યક્ષ તથા પૂર્વ ડીરેક્ટરોએ ઉમેદવારી નોધાવી છે. આ વખતે અગાઉની જેમ બીનહરીફ ચૂંટણી થવાની કોઈ શક્યતા નથી. આ વખતે ખર્ચાળ ચૂંટણી જંગ શરૂ થયો છે. ઝોન વાઈઝ ચૂંટણી પ્રક્રિયા પ્રમાણે એક મતદારે સોળ મત આપવા ફરજિયાત છે. સોળ મત નહીં આપે તો તેનો મત માન્ય ગણવામાં આવશે નહીં. એ રીતે સોળ ડિરેક્ટર્સની ચૂંટણી કરાશે.…
ગુજરાતમાં 9 નવી ઔદ્યોગિક વસાહત (GIDC)સ્થાપવા સરકારે 1050.30 હેક્ટર જમીન ફાળવી હતી. જેમાંથી સૌરાષ્ટ્રમાં પાંચ GIDC રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને બે GIDC ભાવનગર નજીક બનાવવાનું નક્કી કરાયું છે. GIDC કારણે લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો સ્થપાશે. ફરી એક વખત સરકારે વચન આપ્યું છે પણ અગાઉ અનેક સ્થળે ચૂંટણીમાં વચનો આપેલાં તે અંગે ભાજપ સરકાર કંઈ કરવા તૈયાર નથી. મોટા ઉદ્યોગ સ્થાપવાનો હોય તો તેના માટે તમામ કામ સરકાર કરી આપે છે. પણ જ્યાં નાના એકમ સ્થપાવાના છે એવા સ્થળે રૂપાણીની સરકાર ધ્યાન આપતી નથી. પાટણના વાગોસણા GIDC માટે 51.46 હેક્ટર, મહેસાણાના ઐઠોર માટે 47 હેક્ટર, આણંદના ઇન્દ્રજણ માટે 40.19 હેક્ટર,…
વર્ષ 2009માં માયાવતીના કાર્યકાળ દરમિયાન બનાવવામાં આવેલી મૂર્તિઓને લઈ સુપ્રીમ કોર્ટે તેમને ઝટકો આપ્યો છે. કોર્ટે માયાવતીને મૂર્તિઓ અને સ્મારકો પાછળ ખર્ચાયેલા રૂપિયા પાછા આપવાનું કહ્યું છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ આ ચૂકાદો 2009માં દાખલ થયેલી જાહેરહિતની અરજીના અનુસંધાને આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિમાં આ કેસને જોતાં કહી શકાય છે કે માયાવતીએ મૂર્તિઓ પાછળ ખર્ચ કરેલા રૂપિયા લોકોને પાછા આપવા પડશે. કારણ કે આ લોકોના રૂપિયા છે. હવે આ અંગે વધુ સુનાવણી બીજી એપ્રિલે કરવામાં આવશે. બસપા સુપ્રીમો માયાવતી 2007થી 2012 દરમિયાન યુપીના સીએમ રહ્યા હતા. આ કાર્યકાળ દરમિયાન તેમણે યુપીમાં અનેક શહેરોમાં હાથી અને પોતાની મૂર્તિઓ…
વિદેશમાં કથિત રીતે ગેરકાયદે સંપત્તિ રાખવાના મામલે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી. નવી દિલ્હીની કોર્ટે કેટલાક દિવસ પૂર્વે તેમને તપાસ એજન્સી સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો હતો. વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધી પણ સફેદ ટોયોટા લેન્ડક્રુઝર કારમાં રોબર્ટ વાડ્રાની સાથે મધ્ય દિલ્હીના જામનદર હાઉસ ખાતે આવેલી EDની ઓફીસે બાહરના દરવાજા સુધી તેમની સાથે હતા. EDની કાર્યવાહીને લોકસભા ચૂંટણી પૂર્વે રાજકીય રીતે કોંગ્રેસના વિરોધમાં જોવામાં આવી રહી છે. ભાજપ આ મુદ્દાનો મહત્તમ લાભ લેવાના પ્રયાસમાં લાગી ગયો છે. યુપીમાં પ્રભારી તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યા રોબર્ટ વાડ્રાના કેસને કોંગ્રેસે બદલાની રાજનીતિના ભાગરૂપે ગણાવી…