કવિ: Sports Desk

દુબઇ : દુબઇમાં શરૂ થયેલી વર્લ્ડ સુપર સીરીઝમાં સંઘર્ષમય શરૂઆત કરી છે. ટોચના આઠ ખેલાડીઓ વચ્ચે શરૂ થયેલી દુબઈ વર્લ્ડ સુપર સિરીઝ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતીય સ્ટાર ખેલાડી પી.વી. સિંધુએ મહિલા સિંગલ્સમાં ચીનની હી બિંગઝિયાઓને પરાજય આપી વિજયી શરૂઆત કરી હતી. પણ પુરુષ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંતને વિશ્વના નંબર વન ખેલાડી ડેન્માર્કના વિક્ટર એક્સલસેને પરાજીત કરી વિજય શરૂઆત કરી હતી. બેડમિન્ટન વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવતી પી. વી. સિંધુએ એક કલાક ચાર મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૧, ૧૬-૨૧, ૨૧-૧૮થી પરાજય આપ્યો હતો. સિંધુએ પ્રથમ સેટમાં ૨-૨ની બરાબરી બાદ સતત લીડ જાળવી રાખતાં પ્રથમ સેટ ૨૧-૧૧થી જીતી લીધો હતો. બીજા સેટમાં પણ સિંધુએ ૫-૨ની…

Read More

બાર્સેલોના : ફુટબોલ વિશ્વમાં સ્ટાર ખેલાડી એવા લિયોનેલ મેસ્સીનો 2018નો વિશ્વ કપ અંતિમ વિશ્વ કપ હશે. ત્યારે બાર્સેલોના અને આર્જેન્ટિનાના સુપર સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીના ૨૦૧૪માં ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારના ઘા હજુ ઋજાયા નથી. વર્ષ ૨૦૧૪માં બ્રાઝિલમાં આયોજિત થયેલા તે વર્લ્ડ કપની ફાઇનલમાં જર્મનીએ એકસ્ટ્રા ટાઇમમાં મારિયો ગોત્ઝેના એક માત્ર ગોલની મદદથી આર્જેન્ટિનાને ૧-૦થી પરાજય આપી મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન રોળી નાંખ્યું હતું. ફૂટબોલ ઇતિહાસના શ્રેષ્ઠ ખેલાડીઓમાં સમાવેશ થનારા ૩૦ વર્ષીય મેસ્સી આજે પણ તે ફાઇનલને ભૂલી શક્યો નથી. ૨૦૧૪ની તે ફાઇનલ વિશે મેસ્સીએ કહ્યું હતું કે મને ખરેખર ખ્યાલ નથી કે તે ઘા ક્યારેય ભરાશે કે…

Read More

મોહાલી : રોહિત શર્માએ શ્રીલંકા સામે પોતાની 208 રનની અણનમ ઈનિંગ પત્ની રિતિકાને સમર્પિત કરી. મોહાલીમાં રમાયેલી આ મેચમાં ભારતે 141 રનથી વિજય મેળવ્યો. રોહિતની શાનદાર ઈનિંગ માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો. એનિવર્સરી પર આપી રોહીતે ગિફ્ટ 13 ડિસેમ્બર રોહિત અને રિતિકાની લગ્નની બીજી એનિવર્સરી છે. મેચ બાદ રોહિતે કહ્યું કે તેની આ બેવડી સદી પત્ની રિતિકા માટે વેડિંગ એનિવર્સરીની ગિફ્ટ છે. ઉલ્લેખનીય છે કે હાલ વિરાટ કોહલી તેના લગ્ન હોઇ ટીમ સાથે નથી એટલા માટે રોહીત શર્મા શ્રીલંકા સામેની વન-ડે અને ટી20 શ્રેણીમાં સુકાની તરીકે ફરજ બજાવી રહ્યો છે. રિતિકા છે મારી તાકાત : રોહીત…

Read More

મોહાલી : ભારત-શ્રીલંકા વન ડે સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવી લીધો છે. આ સાથે જ ભારતીય ટીમે સીરિઝ પર 1-1ની સરખામણી કરી લીધી છે. ધર્મશાળામાં રમાયેલ પ્રથમ વન ડે મેચમાં શ્રીલંકા સામે હારનો સામનો કરેલ ભારતીય ટીમે આજે મહેમાન ટીમને હારનો સ્વાદ ચખાડ્યો છે. ભારતીય વન ડે ક્રિકેટ ટીમનાં કેપ્ટન રોહિત શર્માની તાબડતોડ બેવડી સદીનાં કારણે ભારતીય ટીમે બીજી વન ડે મેચમાં શ્રીલંકાની ટીમને 393 રનનો મસમોટો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા મહેમાન ટીમ માત્ર 251 રનમાં ઓલ આઉટ થઇ ગઇ છે. શ્રીલંકન ટીમ 50 ઓવરમાં માત્ર 241 રન જ બનાવી શકી હતી. આ મેચમાં રોહિત…

Read More

મોહાલી : ભારતીય વન ડે ક્રિકેટ ટીમનાં કેપ્ટન રોહિત શર્માની તાબડતોડ બેવડી સદીનાં કારણે ભારતીય ટીમે બીજી વન ડે મેચમાં શ્રીલંકાની ટીમને 393 રનનો મસમોટો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં રોહિત શર્માએ પોતાના કરિયરમાં ત્રીજી વખત બેવડી સદી બનાવવાનું કારનામું કરી દેખાડ્યુ છે. રોહિતે પોતાની ત્રણે બેવડી સદી ભારતીય મેદાન પર નોંધાવી છે. ધર્મશાળા વન ડેમાં ભલે ટીમ ઇંડિયા શ્રીલંકન બોલર્સ સામે નિઃસહાય નજર આવી રહી હતી, પરંતુ આ મેચમાં રોહિત અને શ્રેયસ ઐયરની ધમાકેદાર બેટિંગે શ્રીલંકન બોલર્સને વિકેટ લેવા માટે તરસાવી દીધા હતાં. આ પહેલા શિખર ધવન શાનદાર 68 રન બનાવ્યા હતાં. જેના પછી પોતાના કરિયરની બીજી મેચ રમી…

Read More

અમદાવાદ : સોમવારે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલા હુક્કો પીતા ફોટોગ્રાફને કારણે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા વિવાદમાં ફસાયો છે. ફાર્મહાઉસમાં કાળા રંગનાં કપડાં પહેરીને સ્ટાઇલથી હુક્કો પીતા પોતાના આ ફોટોને પોસ્ટ કરતાં તેણે લખ્યું હતું, ‘બચપન કાલી રાતોં મેં ઔર જવાની કાલે કામોં મે’. જોકે તેના આ ફોટોની સોશ્યલ મીડિયામાં ઘણી ટીકા કરવામાં આવી હતી. એક યુઝરે તેને વિવાદથી દૂર રહેવાની સલાહ આપતાં લખ્યું હતું કે ‘જડ્ડé, તુ યુવાનો માટે એક રોલ-મૉડલ છે. સ્ટાઇલના નામ પર આવી બધી વસ્તુઓનો પ્રચાર ન કર.’ અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે ‘કૅપ્ટન કોહલી જોઈ રહ્યો છે સર. સર જાડેજામાંથી માત્ર જાડેજા થઈ જઈશ.’ અન્ય…

Read More

દુબઇ: સિઝનની અંતિમ સુપર સિરીઝ દુબઇ ફાઇનલ્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટનો બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં વિશ્વના ટોપ-8 બેડમિન્ટન ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. કિદામ્બી શ્રીકાંતે તથા પીવી સિંધૂ અનુક્રમે મેન્સ તથા વિમેન્સમાં ભારત તરફથી ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં બીજા ક્રમાંકિત શ્રીકાંતનો પ્રથમ મુકાબલો વિશ્વના ત્રીજા ક્રમાંકિત ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે થશે. ચોથી ક્રમાંકિત સિંધૂ પોતાની પ્રથમ મેચમાં ચીનની બિંગજાઓ સામે રમશે.

Read More

મૅટિઅસ ગેરકાયદે હથિયાર રાખવાના મામલે દોષી સાબિત થયો છે તેમ જ તેને ઘરમાં જ નજરકેદ રાખવાની સજા કરવામાં આવી છે. લિયોનેલ મેસીના ૩૫ વર્ષના મોટા ભાઈ મૅટિઅસને સોમવારે સાંજે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને તેના ઘરે લઈ જવામાં આïવ્યો હતો. ૩૦ નવેમ્બરે જ્યારે તેને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તે લોહીથી લથપથ હાલતમાં મોટરબોટમાં મળ્યો હતો. તેની બોટ રેતીની ટેકરી સાથે અથડાઈ હતી. તપાસમાં તેની બોટમાંથી બંદૂક મળી આવી હતી. અગાઉ પણ તે હથિયાર રાખવા બદલ દોષી સાબિત થયો હતો.

Read More

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે ઇટાલીમાં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા છે. વિરાટ અને અનુષ્કારએ પરિવારજનો તથા નજીકના લોકોની હાજરીમાં સાત ફેરા ફરીને એકબીજાના થઈ ગયા. કોહલીએ ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી. કોહલીએ તેના ટ્વિટની સાથે એક તસવીર શેર કરીને લખ્યું, ‘આજે અમે એકબીજાના પ્રેમમાં કાયમ માટે ખોવાઇ જવાનો વાયદો કર્યો.’ કોહલીએ આગળ લખ્યું, ‘અમે આ ખબર તમારી સાથે શેર કરવા ઈચ્છીએ છીએ. મિત્રો, પરિવારજનો અને પ્રશંસકોની શુભેચ્છાથી આ દિવસ ખાસ બની ગયો. અમારી સફરના મહત્વનો હિસ્સો બનવા માટે આભાર.’ આ ખાસ અવસર પર વિરાટ અને અનુષ્કા બંનેએ જાણીતા ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઇન…

Read More

મુંબઇ : BCCIએ રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશન (RCA) પર છેલ્લા સાડા ત્રણ વર્ષથી લગાવાયેલો પ્રતિબંધ હટાવી દીધો છે. સોમવારે BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગ(એસજીએમ)માં આ મોટો નિર્ણય લેવાયો હતો. BCCIના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાએ આ અંગે જાણકારી આપી હતી. મે 2014માં રાજસ્થાન ક્રિકેટ એસોસસિયેશનના અધ્યક્ષ પદે આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીની વરણી થયા બાદ BCCI દ્વારા પ્રતિબંધ લગાવી દીધો હતો જેને કારણે છેલ્લા રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમાઈ રહી નહોતી. BCCIએ તે વખતે શરત મૂકી હતી કે, જ્યાં સુધી લલિત મોદીને આરસીએમાંથી બહાર નહીં કરાય ત્યાં સુધી રાજસ્થાન ક્રિકેટ એસો. પર પ્રતિબંધ રહેશે. તે પછી રાજસ્થાન ક્રિકેટે BCCIની શરતોને માનતાં લલિત મોદીને હટાવી દીધા હતા અને બોર્ડ પર કરવામાં આવેલા કેપ પણ પરત ખેંચી લીધા હતા. RCA પરથી પ્રતિબંધ હટવું રાજસ્થાન ક્રિકેટ ફેન્સ માટે મોટી ખુશખબરી છે કારણ કે, હવે રાજસ્થાનમાં પણ ઇન્ટરનેશનલ મેચોનું આયોજન થઈ શકશે. ભારતીય ટીમે અહીં…

Read More