અમદાવાદ : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લગ્ન કરી લીધા છે. સોમવાર રાત્રે બન્નેએ ટ્વીટ કરી ખુદ લગ્નની વાત કન્ફર્મ કરી હતી. ક્રિકેટ અને ફિલ્મી સેલિબ્રિટી વચ્ચે બનનારી આ સાતમી જોડી છે.જલ્દી બન્ને પરિવાર સાથે ભારત પરત ફરશે. અહી રિસેપ્શન આપ્યા બાદ બન્ને દક્ષિણ આફ્રિકા રવાના થઇ જશે. વિરાટ અહીં ક્રિકેટ શ્રેણી માટે તૈયારી કરશે. આ દરમિયાન હનીમૂન અને બન્ને ન્યૂ યર પણ મનાવશે. લગ્ન માટે સચિન તેંદુલકર, શાહરૂખ ખાન સહિત 50 હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. બીજી તરફ અભિષેક બચ્ચન, હરભજન સિંહ, શાહિદ કપુર અને કપિલ શર્મા સહિત કેટલીક સેલિબ્રિટીએ વિરાટ-અનુષ્કાને લગ્નની શુભેચ્છા પાઠવી હતી. ક્રિકેટ-ફિલ્મ જગતની સાતમી જોડી 1.મંસુર…
કવિ: Sports Desk
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. એક સપ્તાહથી તમામ મીડિયા એજન્સી પણ આ બંનેના લગ્ન સાથે સંબંધિત સમાચારોને કવર કરવા માટે પોતાના તમામ સૂત્રોનો ઉપયોગ કરી રહી છે. હવે સમાચાર આવી રહ્યાં છે કે, અનુષ્કા અને વિરાટે ઈટલીના મિલાન ખાતે બધાની નજરોથી બચીને 9 ડિસેમ્બરે લગ્ન કરી લીધા છે! અહીંથી શરૂ થઈ ચર્ચા ઉલ્લેખનીય છે કે, જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની વન-ડે અને ટી20 સીરીઝમાંથી આરામ લેતા તેના અને અનુષ્કાના લગ્નની અફવાઓને વેગ મળ્યો હતો. બાદમાં બંનેના ફેમિલી અને લગ્ન કરાવનારા પંડિતને એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. એક સમયે…
દુબઇ : ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત વર્ષ ૨૦૨૩ માં રમાવનારા ક્રિકેટ વર્લ્ડ કપ અને ૨૦૨૧ માં રમાવનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજક હશે. ICC એ આ અંગેની જાહેરાત સોમવારે કરી છે. 2૦૧૯ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાવવાનો છે ત્યાર બાદ ૨૦૨૩ નો ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં રમાશે. ભારત આ પહેલા પણ વર્ષ ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧ માં ભારત ૫૦ ઓવરના વર્લ્ડ કપનું સફળ આયોજન કરી ચુક્યું છે. ૨૦૧૧ વર્લ્ડ કપ તો એટલો સફળ રહ્યો હતો કે તે રેકોર્ડ ચાહકોએ પણ જોયો હતો. ૨૦૧૧ માં ભારતમાં રમાયેલ વર્લ્ડ કપની વિજેતા પણ ભારત જ…
રણજી ટ્રોફીમાં ગુજરાતની કેપ્ટનશીપ કરી રહેલા પાર્થીવ પટેલ વિકેટકીપિંગ કરતા સમયે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડીયમમાં ગુજરાત અને બંગાળની વચ્ચે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચના દરમિયાન તેમને ઈજા થઈ હતી. ચોથા દિવસની રમત ચાલી રહી હતી. લંચના થોડા સમય બાદ જ વિકેટકીર્પીંગ કરી રહેલા પાર્થિવ પટેલ એક બોલ પકડવામાં પ્રયાસમાં જમીન પર પડી ગયા હતા. તેના કારણે તેમની આંગળીમાં ઈજા થઈ હતી. તે ત્યાર બાદ મેદાન છોડીને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ સપૂર્ણ દિવસ તે બહાર રહ્યા હતા. તેમની જગ્યાએ અનુજ રાવલે વિકેટ કીપિંગ કરી હતી. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે પાર્થિવ પટેલની પસંદગી કરવામાં આવી…
બાંગ્લાદેશે શ્રીલંકા સામે જાન્યુઆરીમાં રમાવનારી બે ટેસ્ટ મેચની શ્રેણી અગાઉ મુશફિકર રહીમને દુર કરી તેમની જગ્યાએ ઓલરાઉન્ડર શાકીબ અલ હસનને ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણુંક કરવામાં આવ્યો છે. જોકે શાકિબ અલ હસન હાલ રાષ્ટ્રીય ટી-૨૦ ટીમનો સુકાની છે. તેને સાઉથ આફ્રિકામાં ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ આ જવાબદારી છોપવામાં આવી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે, જેના કારણે મુશફિકર રહીમને પોતાની બેટિંગ પર ધ્યાન આપવાની તક મળશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમૂલ હસને બોર્ડ નિર્દેશકોની બેઠક બાદ પત્રકારોએ જણાવ્યું છે કે, “અમે ટેસ્ટ કેપ્ટન બદલવાનો નિર્ણય કર્યો છે. શાકિબ અલ હસન આગામી શ્રેણીથી અમારા નવા કેપ્ટન અને મહદુલ્લાહ ટીમના વાઈસ કેપ્ટન…
કોલકત્તા : આર્જેન્ટીનાના મહાન ફુટબોલ ખેલાડી ડિએગો મેરાડોના ત્રણ દિવસની કોલકાતાની મુલાકાતે આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર મેરાડોનાની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. જનમેદનીએ તેમના નામની બુમો પાડી હતી અને મેરાડોનાએ તેમને નિરાશ કર્યા ન હતા. તેમણે લોકો નું અભિવાદન પણ ઝિલ્યું હતું. ભારે સુરક્ષા વચ્ચે વિશ્વના આ મહાન ફુટબોલ ખેલાડીને હોટલે લઈ જવાયા હતાં. મેરાડોના બીજીવાર કોલકાતાની મુલાકાતે આવ્યા છે. અગાઉ તેઓ ડિસેમ્બર 2008માં કોલકાતાના મહેમાન બન્યા હતાં. કોલકાતામાં તેમને ખુબ જ વ્યસ્ત કાર્યક્રમ છે. તેઓ મંગળવારે બારાસાતની આદિત્ય સ્કૂલ ઓફ સ્પોર્ટસના નવા સ્પોર્ટસ સ્ટેડિયમમાં ચેરિટી મેચ રમનાર છે. વિરોધી ટીમ ભારતીય ક્રિકેટ ટીમના…
દિલ્લી : ભારતીય હોકી ટીમે હાલમાં જ જર્મનીને હરાવીને હોકી વર્લ્ડ લીગમાં કાસ્ય પદક જીતી હતી. આમ કાસ્ય પદક જીતનારી ભારતીય હોકી ટીમને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે દરેક ખેલાડીને 10-10 લાખ ઇનામી રકમ આપવાની જાહેરાત કરી છે. તો સહયોગી સ્ટાફને 5 લાખ ઇનામી રકમ આપવાની પણ જાહેરાત કરી છે. તમને જણાવી દઇએ કે રવિવારે કલિંગા સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં ભારતીય હોકી ટીમે જર્મનીને 2-1 થી હરાવીને કાસ્ય પદક પર કબ્જો કર્યો હતો. દરમ્યાન મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું હતું કે ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચ વખતે દેશના ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ પણ હાજર રહ્યા હતા અને ખેલાડીઓનો…
વાકો : જાપાનના વાકો શહેરમાં ચાલી રહેલી ૧૦મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતના સ્ટાર શૂટર્સ જીતુ રાય અને હિના સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પુરુષ વ્યક્તિગત સ્પર્ધામાં ૨૪ શોટની ફાઇનલમાં જીતુએ ૨૧૯.૬ના સ્કોર સાથે શહઝારને પાછળ રાખી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હિના સિંધુએ વ્યક્તિગત સ્પર્ધામાં ૨૧૭.૨ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ બંને શૂટર્સ ઉપરાંત જુનિયર ૧૦ મીટર પિસ્તોલ ચેમ્પિયનશિપમાં અનમોલ જૈને પણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત અનમોલે ગૌરવ રાણા અને અભિષેક આર્યની સાથે મળીને સિલ્વર મેડલ પણ જીત્યો હતો. આ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે અત્યાર સુધીમાં ચાર ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝની મદદથી કુલ ૧૭…
લંડનઃ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનો ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની વન-ડે શ્રેણી માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્કોક્સ સાથે એલેક્સ હાલેસનું પણ પુનરાગમન થયું છે. હાલ ભલે બંનેનો ઇંગ્લેન્ડની 16 સભ્યોની વન-ડે ટીમમાં સમાવેશ કરાયો હોય પણ મેદાનમાં ઉતરશે કે નહીં તે પબ નાઇટમાં મારામારી મામલે ચાલી રહેલી તપાસ પછી નક્કી થશે. બંને ખેલાડી સપ્ટેમ્બરમાં પબમાં થયેલા વિવાદ પછી ટીમમાંથી બહાર હતા. વિવાદના કારણે સ્ટોક્સનો એશિઝ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એશિઝ શ્રેણી પછી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14 જાન્યુઆરીથી પાંચ મેચની વન-ડે શ્રેણીની શરૂઆત થશે. સપ્ટેમ્બરમાં થયેલી બ્રિસ્ટોલ ઘટના પર થઈ રહેલી કાનૂની કાર્યવાહી પછી તેમના મેદાનમાં ઉતરવાની સ્થિતિ સ્પષ્ટ બનશે.…
મુંબઇ : એનફોર્સમેન્ટ વિભાગે IPL ના પુર્વ ચેરમેન ચિરાયુ અમીનના સંચાલન હેઠળની કંપનીનાં 10 કરોડના મ્યુચુઅલ ફંડને ફેમાના અનુસંધાને જપ્ત કરી લીધી છે. ચિરાયું અમીન અને તેમના પરિવારે કંપની મારફતે ગેરકાયદે વિદેશમાં રકમ મોકલીને યુકેમાં 10.35 કરોડમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. ચિરાયું અમીને ફેમા ભંગ બદલ ટેક્સ પેન્લટી સહીતની કાયદાકિય કાર્યવાહીનો સામનો કરવો પડશે. ક્રિકેટ જગતમાં આ ઘટનાને લઇને મોટો આચકો જોવા મળ્યો છે. ઇડીએ નિવેદન આપ્યું છે કે પનામા પેપર કેસમાં ચિરાયું અમીન અને તેમના પરિવારના નામ બ્રિટનના વર્જિન આઇલેન્ડમાં ભાગીદારી બાબત સામે આવી હતી. ઇડીની તપાસમાં સામે આવ્યું કે બ્રિટના કેમ્પડેન હિલમાં એક 3 BHK એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું.…