નિકોસિયા : સાઇપ્રસના નિકોસિયા શહેરના શાનદાર પ્રદર્શન કરતા રિયલ મેડ્રિડ ટીમે એપોલને ૬-૦થી કચડી નાંખી ચેમ્પિયન્સ લીગના નોક આઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. રિયલ મેડ્રિડ તરફથી સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને કરીમ બેન્ઝેમાએ બે-બે તથા લ્યુકા મોડ્રિચ અને નાચોએ એક-એક ગોલ ફટકાર્યો હતો. આ ઉપરાંત આ જ ગ્રૂપની અન્ય એક મેચમાં ઇંગ્લિશ ટીમ ટોટનહામ હોટસ્પુરે જર્મનીની બોરૂશિયા ડોર્ટમંડને ૨-૧થી હરાવી ગ્રૂપ ‘H’માં પ્રથમ સ્થાન મેળવી નોક આઉટ રાઉન્ડ માટે પોતાની સીટ નિશ્ચિત કરી લીધી છે. છેલ્લા કેટલાંક સમયથી આઉટ ઓફ ફોર્મ રહેલા રોનાલ્ડોએ આ મેચમાં બે ગોલ ફટકારી પોતાના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. આ ઉપરાંત રોનાલ્ડો યુરોપિયન…
કવિ: Sports Desk
દિલ્લી : બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે વર્ષ ૨૦૧૩ના સ્પોટ ફિક્સિંગ મામલામાં સામેલ ૧૩ લોકોના નામ જાહેર કરવાની માગ કરી છે. ફેબ્રુઆરી ૨૦૧૪માં ન્યાયધીશ મુકુલ મુદ્ગલ સમિતિએ સ્પોટ ફિક્સિંગમાં સામેલ લોકોના નામ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવ્યા હતા. આ અંગે ઠાકુરે જણાવ્યું હતું કે મારા માટે લોકો નહીં પરંતુ સંસ્થા મોટી છે. હું કોઇ એક કે અન્ય ક્રિકેટર માટે હેરાન નથી પરંતુ મને બીસીસીઆઇની ચિંતા થાય છે. સ્પોટ ફિક્સિંગમાં સામેલ થનારા લોકોના નામ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યા હોવા છતાં અત્યાર સુધી તેને જાહેર કરવામાં આવ્યા નથી. જોકે, બીસીસીઆઇની સામે જે પણ કોઇ મામલાઓ હતા તેને જરૂરથી ખોલવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુરે…
બ્રિસ્બેન : ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ક્રિકેટનો જંગ એટલે એશિઝની શરૂઆત થઇ છે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટનું આયોજન બ્રિસ્બેનના વૂલન ગાબ્બા મેદાન ખાતે થવાનું છે. ઇંગ્લેન્ડની ટીમે છેલ્લે આ પહેલા ૨૦૧૩-૧૪માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો જ્યા તેમને ૫-૦થી પરાજયનો સામનો કરવો પડયો હતો. ઝડપી બોલરોના દમ પરઓસ્ટ્રેલિયાને આ શ્રેણીમાં જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે પરંતુ ઇંગ્લેન્ડની ટીમ પણ અપસેટ સર્જી શકે છે. અત્યાર સુધીમાં બંને દેશો વચ્ચે ૩૨૫ ટેસ્ટ મેચો રમાઇ ચૂકી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ૧૩૦ અને ઇંગ્લેન્ડની ટીમે ૧૦૬ મેચમાં જીત મેળવી છે. બાકીની ૮૯ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. એશિઝની શરૂઆત : એશિઝની…
અમેરીકા : WWEનો સુપર સ્ટાર રહી ચુકેલ રિક ફ્લેયરે તાજેતરમાં પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલ કેટલાક ખુલાસા કર્યા છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટે તેની લાઇફ પર એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે જેમાં તેને જણાવ્યુ કે જ્યારે તે કારકિર્દીમાં ટોપ પર હતો ત્યારે તેના આશરે 10 હજાર મહિલાઓ સાથે સબંધ રહ્યાં છે. નેચર બોય નામથી જાણીતા આ રેસલરે ઇએસપીએલના ’30 ફોર 30′ સ્પેશિયલ માટે શૂટ કરવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીમાં આ વાત કહી હતી. જણાવીને થયો અફસોસ મહિલાઓ સાથે સબંધને લઇ તેને કહ્યું કે જ્યારે તેની કારકિર્દી ટોપ પર હતી ત્યારે તેને 10 હજારથી વધુ મહિલાઓ સાથે રિલેશન બનાવ્યા હતા. જો કે આ વાત કહ્યાં…
ફ્રાંસ : ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ભલે વ્યક્તિગત એવોર્ડને લઈને હવે ચિંતિત થતો હોય પણ આમ છતા તે સાત બેલેન ડી ઓર એવોર્ડ જીતવા માંગે છે. સાથે તે સાત બાળકો પણ ઇચ્છે છે. એમ એટલા માટે કે તેનો 7 લકી નંબર છે. તેની જર્સીનો નંબર પણ સાત છે. ‘સીઆર7’નામથી તેનો ફેશન બુટીક, ફેશન બ્રાન્ડ, હોટલ ચેઈન વગેરે છે. રોનાલ્ડોએ એક ઇન્ટરવ્યૂમાં કરી વાત રિયલ મેડ્રિડના સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોએ ફ્રાન્સના અખબાર લી એકિપેને આપેલા એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી. રોનાલ્ડો સપ્તાહની શરૂઆતમાં ચોથી વખત પિતા બન્યો હતો. તેની ગર્લફ્રેન્ડ જિયોર્જિયા રોડ્રિગ્જે પુત્રીને જન્મ આપ્યો હતો. ચાર વખત ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ યર બની…
વડોદરા : બરોડા ક્રિકેટ એસો.માં ચાલતા આંતરિક રાજકારણનો ભોગ બનેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ ઇરફાન અને યુસુફે છત્તીસગઢ ક્રિકેટ એસો. માટે રમવા બીસીસીઆઇ અને બીસીએ પાસે એનઓસી માગતી અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. શ્રેષ્ઠ પ્રદર્શન છતાં ટીમમાં સમાવેશ ન થતાં અગાઉ ભાર્ગવ ભટ્ટ અને હવે ઇરફાન અને યુસુફ પઠાણ બીસીએને બાય-બાય કરી શકે છે. મધ્ય પ્રદેશ સામે રણજીની પહેલી મેચમાં યુસુફે ૨૪૭ અને ઇરફાને ૮૪ રન કર્યા, ઇરફાને એક વિકેટ પણ લીધી હતી. શ્રેષ્ઠ પ્રદર્શન છતાં ચોક્કસ વ્યક્તિના ઇશારે પઠાણ બંધુઓ ટીમમાંથી પડતા મુકાયા હોઇ શકે છે. બીસીએના આંતરિક રાજકારણનો ભોગ બનેલા ઇરફાન-યુસુફે છત્તીસગઢક્રિકેટ એસો. માટે રમવા બીસીસીઆઇ અને બીસીએ પાસે…
દુબઈ: ICC આજે જાહેર કરેલા રેકિંગમાં ટેસ્ટ બેટમિન્ટન રેકિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એક નંબરના જમ્પ સાથે 5મા ક્રમે પહોંચી ગયો છે. જોકે, તેનો સાથે રવિન્દ્ર જાડેજા બોલર્સની યાદીમાં ત્રીજા સ્થાને સરકી ગયો છે, અગાઉ તે બીજા સ્થાને હતો. શ્રીલંકા વિરુદ્ધ કોલકાતા ટેસ્ટમાં બીજી ઈનિંગમાં નોટઆઉટ શતકીય ઈનિંગ ફટકારી હતી, જે ઈન્ટરનેશન ક્રિકેટમાં તેની 50મી સદી હતી. આ પ્રદર્શનને આધારે તે ઑસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરથી આગળ નીકળી ટોપ-5માં પહોંચી ગયો છે. ધવનની બે સ્થાનની છલાંગ, રાહુલ 8માં ક્રમે યથાવત વન-ડે અને ટી-20 બંને ફોર્મેટમાં દુનિયાના નંબર 1 બેટ્સમેન કોહલીએ ડ્રૉ થયેલી આ મેચના છેલ્લા દિવસે અણનમ 104 રન બનાવ્યા હતા.…
નવી દિલ્હી: વિશ્વનો સૌથી ઝડપી સ્પ્રિન્ટર ઉસૈન બોલ્ટ હવે કોચની ભૂમિકામાં દેખાઈ રહ્યો છે. પણ હવે તે કોચિંગ કોઈ રેસરને નહીં પણ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને આપી રહ્યો છે. ઈગ્લેન્ડ સામેની એશિઝની બરાબર પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ખેલાડીઓને બોલ્ટ પાસેથી ટ્રેનિંગ અપાવી છે. જમૈકાના આ રેસરને મેદાન પર કાંગારુ ખેલાડીઓને રનિંગ બિટવીન ધ વિકેટ વધારે સારી કરવા માટે ટ્રેનિંગ આપતો જોવામાં આવ્યો. ‘ફાસ્ટેસ્ટ મેન ઑન ધ અર્થ’ 100 મીટર અને 200 મીટર દોડનો વર્લ્ડ રેકોર્ડ ધરાવનારા બોલ્ટની આ ટ્રનિંગથી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને એશિઝ સીરીઝમાં ઘણી મદદ મળશે. ટ્રેનિંગ લેનારા ખેલાડીઓની એક તસવીર સામે આવી છે. જેમાં પીટર હેન્ડ્સકૉમ, ગ્લેન મેક્સવેલ અને એરોન…
વોશિંગ્ટનઃ યુએસ ઓપન દરમિયાન અમેરિકાની સ્ટાર ટેનિસ ખેલાડી વિનસ વિલિયમ્સના ફ્લોરિડામાં આવેલા ઘરમાંથી લગભગ 4 લાખ ડોલરની ચોરી થઈ હતી. જોકે વાતનો ખુલાસો હવે થયો છે. એક થી પાંચ સપ્ટેમ્બર વચ્ચે વિનસ યુએસ ઓપનમાં રમી રહી હતી ત્યારે તેના ઘરમાંથી ચોરી થઈ હતી. જોકે પોલિસે તે જણાવ્યું નથી કે તેની કઈ વસ્તુની ચોરી થઈ છે. ચોરીની તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી મામલે કોઈની ધરપકડ થઈ નથી.
સિઝનની અંતિમ મેજર ટૂર્નામેન્ટની ફાઇનલમાં બેલ્જિયમના ડેવિડ ગોફિનને બે કલાક અને ૩૨ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ૭-૫, ૪-૬, ૬-૩થી પરાજય આપી વિશ્વના છઠ્ઠા ક્રમાંકિત બલ્ગેરિયાના ગ્રિગોર દિમિત્રોવે ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી છે. આ મેચ જોવા માટે લંડનના ર્ં૨ અરેના ખાતે મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. ATP ફાઇનલ્સની આ ચેમ્પિયનશિપમાં દિમિત્રોવે પાંચ મેચ રમી હતી અને તેણે દરેક મેચમાં જીત મેળવી હતી. ફાઇનલ પહેલા લીગ રાઉન્ડમાં તેનો મુકાબલો ગોફિન સામે થયો હતો જ્યા તેણે ગોફિનને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. આ જીતના કારણે દિમિત્રોવ વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. પોતાની કારકિર્દી દરમિયાન માટા ભાગે પ્લે બોય તરીકે જાણીતો બનેલ…