ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક? બોમ્બની ધમકી મળતા જ પીએમ આવાસમાં સર્ચ ઓપરેશન

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

“મેં ઘરમાં બોમ્બ રાખ્યો છે…” ઓસ્ટ્રેલિયાના PMને મળી ધમકી, તાબડતોબ સરકારી આવાસ ખાલી કરાવાયું

ઓસ્ટ્રેલિયાના રાજકારણ અને સુરક્ષા એજન્સીઓમાં મોડી રાત્રે ત્યારે દોડધામ મચી ગઈ જ્યારે વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝના કેનબેરા સ્થિત સરકારી નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ ધમકીભર્યા ફોન બાદ સુરક્ષાકર્મીઓએ જરા પણ વિલંબ કર્યા વગર વડાપ્રધાનને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. હાલમાં સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને પોલીસની સ્પેશિયલ ટીમ આવાસની તપાસ કરી રહી છે.

સુરક્ષિત લોકેશન પર ખસેડાયા વડાપ્રધાન

અહેવાલ મુજબ, વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. રાત્રિના સમયે જ ઓપરેશન હાથ ધરીને પીએમ અલ્બાનીઝને આવાસમાંથી રેસ્ક્યુ કરીને કોઈ ગુપ્ત અને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ પીએમ આવાસની આસપાસની તમામ ગલીઓ સીલ કરી દીધી છે અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -

autrial.jpg

હાઈ-પ્રોફાઈલ મુલાકાત પહેલા સુરક્ષામાં ચૂક?

આ ધમકી એવા સમયે મળી છે જ્યારે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની ટૂંક સમયમાં જ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવવાના છે. એક વિદેશી રાષ્ટ્રાધ્યક્ષની મુલાકાત પહેલા દેશના વડાપ્રધાનના નિવાસસ્થાનને નિશાન બનાવવાની ધમકી મળવી તે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે. પોલીસ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ફોન ક્યાંથી આવ્યો હતો અને તેની પાછળ કોનો હાથ છે.

- Advertisement -

અગાઉ પણ મળી ચૂકી છે જાનથી મારી નાખવાની ધમકી

આ પહેલીવાર નથી જ્યારે ઓસ્ટ્રેલિયાના પીએમ સુરક્ષાના જોખમમાં આવ્યા હોય. અગાઉ માર્ચ 2025માં પણ એન્થોની અલ્બાનીઝને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. એ સમયે પોલીસે 36 વર્ષના એક યુવકની ધરપકડ કરી હતી. જોકે, તપાસમાં બહાર આવ્યું હતું કે તે યુવક નશાનો આદી હતો અને તેની માનસિક સ્થિતિ સ્થિર નહોતી. આ સિવાય ચાલુ મહિનાની શરૂઆતમાં પણ પીએમ આવાસની નજીક હુમલાની એક ઘટના બની હતી, જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી.

autrial2.jpg

કેનબેરામાં સઘન ચેકિંગ

હાલમાં પીએમ આવાસ અને તેની આસપાસના મહત્વના સરકારી મકાનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે જ્યાં સુધી સમગ્ર આવાસની તપાસ પૂરી ન થાય અને તેને સુરક્ષિત જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી વડાપ્રધાન પોતાના આવાસ પર પરત ફરશે નહીં. સામાન્ય જનતા માટે પણ પીએમ આવાસ તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.