વિઝાના નામે છેતરપિંડી કરનારાઓની હવે ખેર નથી! કેનેડાએ કડક કર્યા નિયમો

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
3 Min Read

કેનેડામાં ઇમિગ્રેશન ફ્રોડ કરનારાઓને મોટો ઝટકો, દંડ સાથે જેલની પણ જોગવાઈ

કેનેડા જવાનું સપનું જોતા અને ત્યાંની નાગરિકતા કે ઇમિગ્રેશન પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો માટે એક ખૂબ જ મોટા અને અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ઇમિગ્રન્ટ્સ સાથે થતી ઠગાઈ, છેતરપિંડી અને શોષણ અટકાવવા માટે એક ઐતિહાસિક અને કડક પગલું ભર્યું છે.

હવે જો કોઈ ઇમિગ્રેશન એજન્ટ, વકીલ કે સલાહકાર નિયમો તોડશે કે ગેરરીતિ કરશે, તો તેણે ભારે-ભરખમ દંડનો સામનો કરવો પડશે. આવો જાણીએ કે કેનેડા સરકારના આ નવા નિયમો શું છે અને તેનાથી ફ્રોડ એજન્ટો પર કેવી રીતે લગામ કસાશે.

- Advertisement -

Immigration Scam

૧.૫ મિલિયન કેનેડિયન ડૉલર (અંદાજે ₹૧૦.૨૦ કરોડ) સુધીનો દંડ

‘ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા’ (IRCC) દ્વારા જારી કરાયેલી સત્તાવાર પ્રેસ રિલીઝ મુજબ, આ નવા નિયમો ૨૮ ઓક્ટોબરથી અમલમાં આવી ગયા છે. આ નવા જોગવાઈઓ હેઠળ જો કોઈ અધિકૃત પ્રતિનિધિ કે એજન્ટ ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરે છે, તો તેના પર ૧૫ લાખ કેનેડિયન ડૉલર (ભારતીય ચલણ મુજબ આશરે ₹૧૦.૨૦ કરોડ) સુધીનો મોટો દંડ ફટકારી શકાય છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એવામાસૂમ લોકોને બચાવવાનો છે જે વિદેશ જવાની લાલચમાં આવા ઠગોના જાળમાં ફસાઈ જાય છે.

- Advertisement -

કયા લોકો પર લાગુ થશે આ કડક નિયમો?

કેનેડા સરકારના આ નવા ડાયરામાં વિવિધ પ્રકારના વ્યાવસાયિકો અને વ્યક્તિઓ સામેલ છે:

  • લાયસન્સ પ્રાપ્ત પ્રતિનિધિઓ: જેમાં કેનેડાના રજિસ્ટર્ડ ઇમિગ્રેશન એજન્ટ્સ અને વકીલો સામેલ છે.

  • અનધિકૃત એજન્ટ્સ (ફ્રોડ કન્સલટન્ટ્સ): એવા લોકો કે જેઓ કોઈપણ કાનૂની પરવાનગી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે પૈસા લઈને ઇમિગ્રેશન કે નાગરિકતાની સલાહ આપે છે.

Immigration Scam

નવા નિયમો હેઠળ, જો કોઈ વ્યક્તિ પરવાનગી વગર પૈસા લઈને સલાહ આપે કે અરજીમાં મદદ કરે, તો તેના પર શરૂઆતમાં ૫,૦૦૦ કેનેડિયન ડૉલર નો દંડ થઈ શકે છે. વળી, જે લોકો જાણી જોઈને કોઈ અરજદારના ફોર્મ કે દસ્તાવેજોમાં ખોટી અને ભ્રામક માહિતી ભરે છે, તેમને ૧૫,૦૦ડ કેનેડિયન ડૉલર સુધીનો દંડ ભરવો પડી શકે છે.

- Advertisement -

વારંવાર ભૂલ કરવા પર વધશે સકંજો

જો કોઈ ફ્રોડ કે ખોટી અરજીના આધારે કોઈનો વિઝા કે એપ્લિકેશન મંજૂર થઈ જાય છે, તો સરકાર વધારાનો દંડ પણ વસૂલી શકે છે. આ ઉપરાંત, જો કોઈ એજન્ટ અથવા વ્યક્તિ વારંવાર આ નિયમો તોડે છે, તો દંડની આ રકમ વધીને કુલ ૧.૫ મિલિયન કેનેડિયન ડૉલર સુધી પહોંચી શકે છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આવા અપરાધીઓ સામે કોઈપણ પ્રકારની નરમી રાખવામાં આવશે નહીં.

જલ્દી આવશે ઓનલાઈન રજિસ્ટ્રી, ઠગોના નામ થશે જાહેર

ફ્રોડ એજન્ટો પર પૂરેપૂરી લગામ કસવા માટે IRCC એ વધુ એક મોટી જાહેરાત કરી છે. સરકારે જાહેરાત કરી છે કે સજા પામનાર અથવા નિયમ તોડનાર આવા તમામ લોકોના નામ અને તેમના દ્વારા કરવામાં આવેલા ઉલ્લંઘનની વિગતો જાહેર કરવામાં આવશે.

આ સાથે જ, વર્ષ ૨૦૨૭માં એક નવી ઓનલાઈન રજિસ્ટ્રી શરૂ થવાની સંભાવના છે. આ પોર્ટલની મદદથી કેનેડા જવા ઈચ્છુક લોકો સરળતાથી ચકાસી શકશે કે તેમનો સલાહકાર ભરોસાપાત્ર છે કે નહીં, અથવા શું તેના પર અગાઉ ક્યારેય કોઈ શિસ્તભંગની કાર્યવાહી કે દંડ થયો છે કે નહીં. જેનાથી લોકો ઠગાઈનો ભોગ બનવાથી બચી શકશે.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.