CWG 2026: ભારત માટે 9મો દિવસ બન્યો ઐતિહાસિક, મેડલનો કુલ આંકડો 23 પર પહોંચ્યો

3 Min Read

ગ્લાસગોમાં ભારતીય રમતવીરોનો દબદબો: ૯મા દિવસે મેડલનો વરસાદ, ભાલા ફેંકમાં નીરજ અને યશવીરનો કમાલ

૨૦૨૬ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ પોતાની શાનદાર રમતથી ઇતિહાસ રચી રહ્યા છે. સ્પર્ધાનો ૯મો દિવસ ભારત માટે અત્યંત ઐતિહાસિક અને યાદગાર સાબિત થયો છે. એક જ દિવસમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દેશ માટે મેડલ્સની ઝડી વર્સાવી દીધી છે. આ સાથે જ ભારતની કુલ મેડલની સંખ્યા ૨૩ પર પહોંચી ગઈ છે, જેનાથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.

ભાલા ફેંક (Javelin Throw): નીરજ ચોપરાને સિલ્વર, યશ વીર સિંહને બ્રોન્ઝ

ભારત માટે સૌથી વધુ રોમાંચક ક્ષણો ટ્રેક અને ફીલ્ડ સ્પર્ધામાંથી આવી હતી. ભાલા ફેંક (જેવલિન થ્રો) ફાઇનલમાં ભારતે એક નહીં પરંતુ બે-બે મેડલ પોતાના નામે કર્યા.

- Advertisement -

niraj0.jpg

નીરજ ચોપરા: બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા પાસેથી દેશને ગોલ્ડની આશા હતી, પરંતુ આકરા મુકાબલા વચ્ચે તેમણે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. નીરજે પોતાના અનુભવ અને સચોટ થ્રો વડે ફરી એકવાર સાબિત કર્યું કે તે વિશ્વના શ્રેષ્ઠ એથ્લેટ્સમાંના એક છે.

- Advertisement -

યશ વીર સિંહ: નીરજની સાથે સાથે યુવા એથ્લેટ યશ વીર સિંહે પણ શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભાલા ફેંકમાં બે ભારતીય ખેલાડીઓનું પોડિયમ પર હોવું એ દેશ માટે ગર્વની ક્ષણ બની રહી.

જુડોમાં ભારતીય ખેલાડીઓનો ગોલ્ડન ધમાકો

આજના દિવસે સૌથી મોટું સરપ્રાઇઝ અને સફળતા જુડોના મેદાન પરથી મળી. ભારતીય જુડોકાઓએ પોતાના કૌશલ્ય અને તાકાતથી વિરોધીઓને માત આપીને ત્રણ મોટા મેડલ દેશની ઝોળીમાં નાખ્યા:

અસ્મિતા ડે (Asmita Dey): મહિલા વર્ગમાં અસ્મિતાએ અદ્ભુત રમત બતાવીને દેશ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો.

- Advertisement -

હર્ષ સિંહ (Harsh Singh): પુરુષ વર્ગમાં હર્ષ સિંહે પણ પોતાની તમામ મેચોમાં વર્ચસ્વ જાળવી રાખીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

યામિની મૌર્ય (Yamini Mourya): યામિનીએ પણ ફાઇનલ સુધી પહોંચીને જોરદાર લડત આપી અને ભારત માટે મહત્વપૂર્ણ સિલ્વર મેડલ સર કર્યો.

જુડોમાં મળેલા આ બે ગોલ્ડ અને એક સિલ્વરે ભારતને મેડલ ટેલીમાં મોટી છલાંગ લગાવવામાં મદદ કરી છે.

તેજસ્વિન શંકરની ડેકેથલોનમાં શાનદાર વાપસી

એથ્લેટિક્સમાં ભારતની આશાઓ ડેકેથલીટ તેજસ્વિન શંકર પર પણ ટકેલી છે. દિવસની શરૂઆતમાં જ તેણે ૧૧૦ મીટર હર્ડલ્સ (વિઘ્ન દોડ)ની બીજી હીટમાં બીજું સ્થાન મેળવ્યું હતું. આ પ્રદર્શનથી તેણે ડેકેથલોનમાં પોડિયમ ફિનિશ (મેડલ જીતવા)ની પોતાની શક્યતાઓને વધુ મજબૂત બનાવી દીધી છે. તેજસ્વિનનું આ પ્રદર્શન બતાવે છે કે તે આ માનસિક અને શારીરિક રીતે અતિ મુશ્કેલ સ્પર્ધામાં મેડલ જીતવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.

niraj.jpg

બોક્સિંગ રિંગમાં આજે ‘ગોલ્ડન ચાનસ’: ૧૦ ભારતીયો મેદાનમાં

આજના દિવસનો સૌથી મોટો રોમાંચ હજુ બાકી છે. બોક્સિંગમાં ભારત માટે આજનો દિવસ એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. કુલ ૧૦ ભારતીય બોક્સરો રિંગમાં ઉતરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

બોક્સિંગ રિંગની મોટી ક્ષણ:

ઓલિમ્પિક મેડલ વિજેતા લવલીના બોર્ગોહેન (Lovlina Borgohain) પર સૌની નજર રહેશે. તે આજે પોતાના પંચનો પાવર બતાવવા રિંગમાં ઉતરશે. જો ભારતીય બોક્સરો આ તમામ મેચોમાં વિજયી બનશે, તો ભારત પાસે બોક્સિંગમાંથી જ ૧૦ ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક રહેલી છે.

Share This Article