નવી દિલ્હી | ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬
Gold and Silver Rate ભારતીય સર્રાફા બજારમાં અત્યારે ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો ‘ક્રેશ’ (Gold Silver Crash) જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં માત્ર થોડા જ કલાકોમાં ૩,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારો અને લગ્નની સીઝન માટે ઘરેણાં ખરીદનારા ગ્રાહકોમાં ભારે ચર્ચા જાગી છે. બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે વૈશ્વિક સ્તરે થઈ રહેલા ફેરફારો અને નફાખોરી (Profit Booking)ને કારણે કિંમતો પર દબાણ વધ્યું છે.
સોનું તેના રેકોર્ડ હાઈથી કેટલું સસ્તું થયું?
૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સોનાએ અત્યાર સુધીનો સૌથી ઊંચો સ્તર સ્પર્શ્યો હતો, ત્યારે ૨૪ કેરેટ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧,૯૩,૦૯૬ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જોકે, ત્યારબાદ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના ઘટાડા બાદ સોનું તેના ઓલ-ટાઈમ હાઈ લેવલથી અંદાજે ૩૮,૩૩૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સસ્તું થઈ ગયું છે. મંગળવારે વાયદા બજારમાં પણ સોનું ૧.૪૪% ઘટીને ૧,૫૨,૫૩૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું.
ચાંદીમાં મોટો કડાકો: એક સમયે ₹4.20 લાખ હતી, હવે ક્યાં પહોંચી?
ચાંદીના ભાવમાં પણ જે રીતે ઘટાડો આવ્યો છે તે ચોંકાવનારો છે. એક સમયે ચાંદી ૪.૨૦ લાખ રૂપિયાના રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહી હતી, જે હવે ઘટીને ૨.૩૦ લાખ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ આવી ગઈ છે. એટલે કે ચાંદી તેના ઉચ્ચ સ્તરથી લગભગ ૨ લાખ રૂપિયા જેટલી સસ્તી થઈ છે. ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જળવાઈ હોવા છતાં, હાલમાં રોકાણકારો સોના-ચાંદીને બદલે શેરબજાર તરફ વળ્યા હોવાથી કિંમતોમાં ગાબડું પડ્યું છે.
તમારા શહેરમાં સોનાનો આજનો ભાવ (૨૪ કેરેટ – ૧૦ ગ્રામ):
દેશના મુખ્ય શહેરોમાં આજના ભાવ નીચે મુજબ નોંધાયા છે:
-
મુંબઈ: ₹૧,૫૪,૯૫૦
-
દિલ્હી: ₹૧,૫૪,૬૮૦
-
અમદાવાદ/કોલકાતા: ₹૧,૫૪,૭૪૦
-
ચેન્નાઈ: ₹૧,૫૫,૪૦૦ (દક્ષિણ ભારતમાં માંગ વધુ હોવાથી અહીં ભાવ ઉંચા રહ્યા છે)
ખરીદી માટે આ યોગ્ય સમય છે?
બજારના નિષ્ણાતો આ ઘટાડાને ‘માર્કેટ કરેક્શન’ તરીકે જોઈ રહ્યા છે. ડોલર મજબૂત થવાને કારણે અને ભૌગોલિક તણાવમાં થોડી રાહત મળતા સેફ હેવન (સુરક્ષિત રોકાણ) તરીકે સોનાની માંગમાં ઘટાડો થયો છે. જે લોકો લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગે છે અથવા લગ્ન પ્રસંગ માટે ઘરેણાં ખરીદવા માંગે છે, તેમના માટે આ ઘટાડો એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે. જોકે, બજારમાં હજુ પણ થોડી અસ્થિરતા રહેવાની શક્યતા હોવાથી વિચારીને રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે.