ગ્રેજ્યુએટ માટે બેંકમાં નોકરીની તક! ₹54 હજારથી વધુ પગાર, આજે છેલ્લી તક
જો તમે બેંકિંગ સેક્ટરમાં લાંબા સમયથી સારી નોકરીની શોધ કરી રહ્યા છો અને તમારી પાસે યોગ્ય લાયકાત છે, તો તમારા માટે એક મહત્વપૂર્ણ અને ખુશખબર સમાન અપડેટ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા મુંબઈ સ્થિત પોતાના મુખ્ય કાર્યાલય માટે વિવિધ નિયમિત (Regular) જગ્યાઓ માટે ભરતી ગઈ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ સર્વર એડમિનિસ્ટ્રેટર, આસિસ્ટન્ટ અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ જેવા મહત્વના પદો પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

જો કે, આ તક ઝડપી લેવા માટે હવે સમય ખૂબ જ ઓછો બચ્યો છે. જે પણ ઉત્સાહી અને લાયક ઉમેદવારોએ હજુ સુધી પોતાનું અરજીપત્રક નથી ભર્યું, તેઓ આજે જ રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધીમાં સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે, કારણ કે આજે અરજી કરવાની અંતિમ તારીખ છે.
ભરતી માટેની મહત્વની તારીખો અને સમય મર્યાદા
આ ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ મહત્વની તારીખો પર નજર કરીએ તો, IBPS દ્વારા આ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓની શરૂઆત ગત ૨૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ કરવામાં આવી હતી. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આજ એટલે કે ૧૨ નવેમ્બર, ૨૦૨૬ છે.
માત્ર અરજી જ નહીં, પરંતુ પરીક્ષા ફી જમા કરવાની અંતિમ તારીખ પણ આજની જ છે. આ ઉપરાંત, જો તમારા ફોર્મમાં કોઈ ભૂલ થઈ હોય અને તેમાં સુધારો (Correction) કરવાનો હોય, તો તેની ડેડલાઈન પણ આજની જ નક્કી કરવામાં આવી છે. જોકે, અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ લેવા માટે ઉમેદવારો ૨૭ નવેમ્બર, ૨૦૨૬ સુધી ડાઉનલોડ કરી શકશે. જ્યાં સુધી ઓનલાઈન પરીક્ષા અને ઇન્ટરવ્યુની તારીખોનો સવાલ છે, તો IBPS દ્વારા આગામી સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
પદોની વિગતો અને આકર્ષક પગાર ધોરણ
જાહેરાત ક્રમાંક IBPS/2026-27/06 હેઠળ મુંબઈના (પૂર્વ) સ્થિત આઈબીપીએસ કાર્યાલય માટે અલગ-અલગ જગ્યાઓ ભરાઈ રહી છે. જેમાં ગ્રેડ ‘ડી’ અને ગ્રેડ ‘બી’ ના પદો સામેલ છે. પદ પ્રમાણે મળવાપાત્ર પગાર અને ભથ્થાની વિગતો નીચે મુજબ છે:
સર્વર એડમિનિસ્ટ્રેટર (ગ્રેડ ડી): આ પદ પર પસંદગી પામનારા ઉમેદવારો માટે પ્રારંભિક મૂળ વેતન (Basic Salary) ₹૩૫,૪০০ નક્કી કરવામાં આવ્યું છે. તમામ પ્રકારના ભથ્થાં અને બેનિફિટ્સ જોડીને આ પદ પર અંદાજિત માસિક પગાર આશરે ₹૭૩,૦૨૦ રૂપિયા સુધીનો રહેશે.
આસિસ્ટન્ટ (ગ્રેડ બી): આ પદ માટે પ્રારંભિક બેઝિક સેલેરી ₹૨૫,૫০০ છે, જ્યારે માસિક અંદાજિત પગાર આશરે ₹૫૪,૨૧૦ રૂપિયા આસપાસ મળી રહેશે.
પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (ગ્રેડ બી): આ પદ પર પણ શરૂઆતની બેઝિક સેલેરી ₹૨૫,૫০০ રહેશે અને અંદાજિત માસિક પગાર આશરે ₹૫૪,૨૧૦ રૂપિયા સુધી મળવાપાત્ર બનશે.
આ તમામ પદો પર નિયુક્ત થનાર ઉમેદવારોએ સંસ્થા સાથે જોડાતી વખતે ૨ વર્ષનો સર્વિસ બોન્ડ (Service Bond) પણ ભરવો પડશે, જેની શરતો IBPS ના નિયમો અનુસાર રહેશે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ સંબંધિત આવશ્યક શરતો
આ ભરતીમાં અલગ-અલગ પદો માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત (Educational Qualification) અને અનુભવ માંગવામાં આવ્યા છે, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
સર્વર એડમિનિસ્ટ્રેટર (ગ્રેડ ડી): આ ટેકનિકલ પદ માટે ઉમેદવારે કમ્પ્યુટર સાયન્સ, આઈટી (IT) અથવા ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં B.E./B.Tech અથવા MCA/M.Sc ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. આ સાથે જ લિનક્સ સર્વર એડમિનિસ્ટ્રેશન અને નેટવર્કિંગ મેનેજમેન્ટ ક્ષેત્રે ઓછામાં ઓછો ૩ થી ૫ વર્ષનો સક્રિય અનુભવ હોવો અનિવાર્ય છે.
આસિસ્ટન્ટ (ગ્રેડ બી): આ પદ માટે ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા ૬૦% ગુણ સાથે સ્નાતક (Graduation) થયેલા હોવા જોઈએ. ઉમેદવારને એડવાન્સ એમએસ એક્સેલ (MS Excel) નું સારું જ્ઞાન હોવું જોઈએ તથા ઓફિસ એડમિનિસ્ટ્રેશન અથવા ડેટા પ્રોસેસિંગ ક્ષેત્રે ૨ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (ગ્રેડ બી): આ પદ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે B.Sc (IT), BCA, B.Sc (કમ્પ્યુટર સાયન્સ) અથવા કમ્પ્યુટર સાયન્સ/IT માં એન્જિનિયરિંગ ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત, યુનિક્સ/લિનક્સ ઓપરેશન્સ અને પ્રોગ્રામિંગ ક્ષેત્રે ૨ વર્ષનો કાર્યાત્મક અનુભવ હોવો જોઇએ.
કેવી રીતે કરશો અરજી?
જો તમે ઉપરોક્ત તમામ લાયકાત ધરાવો છો અને મુંબઈમાં બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છો છો, તો સમય ગુમાવ્યા વગર આજે જ IBPS ની અધિકૃત વેબસાઇટ પર જાઓ. ઓનલાઈન પોર્ટલ પર જઈને નિર્ધારિત ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને સમય મર્યાદા (આજ રાત્રે ૧૧:૫૯ વાગ્યા પહેલા) અગાઉ ફી ભરીને તમારી અરજીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી લો. છેલ્લી ઘડીની ટેકનિકલ મુશ્કેલીઓથી બચવા માટે વહેલી તકે ફોર્મ સબમિટ કરી દેવું હિતાવહ રહેશે.
