વલસાડ જિલ્લામાં આવતીકાલે, ૩૧ જાન્યુઆરીએ ૧૯,૫૫૪ વિદ્યાર્થીઓ CET પરીક્ષા આપશે

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
1 Min Read

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત CET પરીક્ષા: વલસાડ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષા તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ (શનિવાર)ના રોજ વલસાડ જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાનાર છે. CET પરીક્ષાનો સમય બપોરે ૧:૦૦ વાગ્યેથી ૩:૩૦ વાગ્યા સુધીનો રહેશે.

State Tax Inspector Exam Gujarat 2.png

- Advertisement -

આ પરીક્ષા માટે વલસાડ જિલ્લામાં કુલ ૬૭ બિલ્ડિંગોમાં પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી માધ્યમના કુલ ૬૧ કેન્દ્રોમાં ૧૮,૩૮૬ વિદ્યાર્થીઓ તથા અંગ્રેજી માધ્યમના ૬ કેન્દ્રોમાં ૧,૧૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ રીતે કુલ ૧૯,૫૫૪ વિદ્યાર્થીઓ CET પરીક્ષામાં ભાગ લેશે. ધો. ૫ માં અભ્યાસ કરતા તમામ પાત્ર વિદ્યાર્થીઓ CET પરીક્ષા આપવા માટે લાયક છે. પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ પરીક્ષા પારદર્શક, ન્યાયસંગત અને શિસ્તબદ્ધ રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ દ્વારા જરૂરી તમામ આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અગાઉ સ્થળ સંચાલકશ્રીઓ તથા સરકારી પ્રતિનિધિઓ માટે માર્ગદર્શન બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

PGVCL Recruitment Exam Rajkot 1.png

- Advertisement -

વિદ્યાર્થીઓ તથા વાલીઓને અપીલ કરવામાં આવે છે કે, તેઓ પરીક્ષા દિવસે સમયસર પોતાના નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે, પ્રવેશપત્ર સાથે જરૂરી ઓળખપત્ર લાવે તથા પરીક્ષા દરમિયાન આપવામાં આવેલી તમામ સૂચનાઓનું કડક પાલન કરે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.