અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનપદે ISSO નેશનલ ગેમ્સ ચેસ સ્પર્ધા ૨૦૨૬નું આયોજન

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
3 Min Read

અમદાવાદમાં રાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધાનો પ્રારંભ, દેશભરના યુવા પ્રતિભાઓ લેશે ભાગ

શાળાકીય રમતોની ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા સંકલ્પબદ્ધ, અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ (ADIS)ના યજમાનપદે અમદાવાદમાં બે દિવસની ઇન્ડિયન સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન (ISSO) નેશનલ ગેમ્સ ચેસ કોમ્પિટિશન ૨૦૨૬ના થયેલા આયોજનમાં ૧૦થી વધુ રાજ્યોની ૧૦૦થી અધિક શાળાઓના ૪૨૫ કરતા યુવા ચેસ ખેલાડીઓ ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રશિક્ષકો અને શાળાના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

National Chess Competition 2026

- Advertisement -

ખેલાડીઓને દેશભરના સાથી ખેલાડીઓ સામે સ્પર્ધા કરવાની તક પૂરી પાડતી આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ૧૧, ૧૪, ૧૭ અને ૧૯ વર્ષની નીચેની વયના ખેલાડીઓ મળી ચાર વયની શ્રેણીનો સમાવેશ થાય છે. ચેસના મૂળભૂત સિદ્ધાંતોનું પરીક્ષણ કરતી ચેસની સ્પર્ધાત્મક રમતમાં સ્પર્ધકની એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતાથી લઈ દબાણ હેઠળ શાંત રહેવાની ક્ષમતાની કસોટી સમાયેલી છે.

ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંધ અને ISSOના સલાહકાર બોર્ડના સભ્ય અને પ્રયોજક અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના શ્રીમતી નમ્રતા અદાણીની હાજરીમાં ચેમ્પિયનશિપનો આરંભ થયો હતો. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ પ્રોત્સાહક હાજરી આપી હતી આ વેળા ભાગ લેનારા વિદ્યાર્થીઓ સાથે તેમણે કરેલા સંવાદમાં સ્પર્ધાત્મક રમત અને રમતગમતના મૂલ્યો પર કેન્દ્રિત ચેમ્પિયનશિપની ભાવનાની સમજ આપી હતી.

- Advertisement -

National Chess Competition 2026આ પ્રસંગે શ્રીમતી નમ્રતા અદાણીએ કહ્યું હતું કે ચેસની રમત યુવાનોને આગળ વિચારવા, ત્વરીત નિર્ણયો લેવા અને પરિણામ અનિશ્ચિત હોય ત્યારે શાંત રહેવાના ગુણો શીખવે છે. આ એવા ગુણો છે જે તેમને ચેસબોર્ડથી ઉપર જીવનમાં ઉપયોગી બને છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ જીતે કે હારે તેને નજર અંદાજ કરી આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને શિસ્તબધ્ધ તૈયારી કરવાનો, આત્મવિશ્વાસ સાથે સ્પર્ધા કરવા અને પ્રત્યેક રમતમાંથી શીખવાનો અનુભવ આપે છે.

વિવિધ શાળાઓ અને રાજ્યોના વિદ્યાર્થીઓને એક ટેબલ પર લાવતી આ ચેમ્પિયનશિપ ખેલાડીને સ્પર્ધા કરવા ઉપરાંત એકબીજા પાસેથી શીખવાની અને રમતમાં જુસ્સાના સહિયારા પ્રદર્શન

National Chess Competition 2026મારફત અરસપરસ જોડવાની તક આપે છે. આ સંબંધો રમતવીરોના અનુભવ અને વ્યક્તિગત પરિણામોથી આગળ વધીને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તાલાવેલી અને મિત્રતા સુધી વિસ્તરે છે.

- Advertisement -

શિક્ષણમાં રમતગમતની ભૂમિકાને મજબૂત કરવા માટેની વ્યાપક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતા ADIS પ્રેરીત ISSO રાષ્ટ્રીય ચેસ સ્પર્ધાના આયોજન હેતુ રમતગમત પ્રત્યે શાળાઓનો અભિગમ કેળવવા અને વિદ્યાર્થીઓને સ્પર્ધા કરવાની અર્થપૂર્ણ તકો ઉપલબ્ધ કરાવીને વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ, સ્થિતિસ્થાપકતા, નેતૃત્વશક્તિ અને રમતગમતનું કૌશલ્ય વિકસાવવામાં મદદ કરવાનો છે. જે તેમની ભાવિ કારકિર્દીમાં ઉપયોગી બને છે. ચાલી રહેલી આ સ્પર્ધામાં ખેલાડીઓ હવે ટુર્નામેન્ટના રાઉન્ડમાંથી આગળ વધી રહ્યા છે ત્યારે દરેક રમતની તૈયારી, નિર્ણય અને સંયમશક્તિનું પરીક્ષણ કરવામાં આવશે.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.