રક્ષાબંધનના દિવસે ગ્રહણ, 8 રાશિઓ પર અસર! જાણો કોને રાખવી પડશે સૌથી વધુ સાવચેતી
વર્ષ ૨૦૨૬નું અંતિમ અને બીજું ચંદ્રગ્રહણ ટૂંક સમયમાં જ સર્જાવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર બંનેની દ્રષ્ટિએ આ ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ચંદ્રગ્રહણ શ્રાવણ મહિનાની પૂર્ણિમા અને રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જ સર્જાવા જઈ રહ્યું છે. જોકે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, છતાં જ્યોતિષીય ગણતરીઓ મુજબ તેની પરોક્ષ અસર તમામ ૧૨ રાશિઓ પર જોવા મળશે.

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, વર્ષનું આ બીજું ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં આકાર લેશે. આ ગ્રહણના કારણે ૧૨ માંથી ૮ રાશિના જાતકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોના કરિયર, માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં ઉથલપાથલ જોવા મળી શકે છે. ઓફિસમાં સિનિયર્સ કે બોસ સાથેના સંબંધો વણસી શકે છે, કામમાં સહયોગ ન મળવો, માનસિક તણાવ કે ડિપ્રેશન જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
આ ૮ રાશિઓ પર પડશે ચંદ્રગ્રહણની નકારાત્મક અસર
આવો વિગતવાર જાણીએ કે કઈ ૮ રાશિના જાતકોએ આ ચંદ્રગ્રહણ દરમિયાન ખાસ સાવચેતી રાખવી પડશે:
૧. મેષ રાશિ
ચંદ્રગ્રહણના પ્રભાવથી મેષ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં અચાનક ફેરફારો આવી શકે છે. તમે ધારેલા કામો સહેલાઈથી પૂરા નહીં થાય અને કોઈ પણ સફળતા મેળવવા માટે સામાન્ય કરતાં ઘણી વધારે મહેનત કરવી પડશે. આ સમયગાળા દરમિયાન તમારું મન શાંત રાખવું અને ક્રોધ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે.
૨. વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોના કરિયર માટે આ ચંદ્રગ્રહણ બહુ સાનુકૂળ સંકેત આપતું નથી. ઓફિસમાં તમારા બોસ કે ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી બચવું, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. નોકરીમાં સ્થાન બદલાવ અથવા નવી જવાબદારી મળી શકે છે. કરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લેવો પડે તેવી પરિસ્થિતિ સર્જાશે.
૩. મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ ગ્રહણ પારિવારિક જીવનમાં તણાવ અને ક્લેશ લાવી શકે છે. અંગત સંબંધોમાં ખટાસ ન આવે તે માટે ગુસ્સામાં બોલવાને બદલે ધીરજ અને સંયમથી કામ લેવું હિતાવહ છે. પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે તેમની તબિયત લથડી શકે છે. આ ઉપરાંત ઓફિસમાં પણ કામનું ભારણ વધશે.
૪. સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોએ પણ આ સમયે ખૂબ સંભાળીને ચાલવું પડશે. નાણાકીય નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે, તેથી કોઈ પણ નવું રોકાણ કરવાનું હાલ પૂરતું ટાળવું. વેપારીઓએ સોદા કરતી વખતે સાવધાની રાખવી. કામમાં સતત અવરોધો આવી શકે છે. વાણી પર કાબૂ ન રહેવાના કારણે પરિવારમાં ઝઘડા થઈ શકે છે.

૫. તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ સર્જનાત્મક અને ભાવનાત્મક ક્ષેત્રે ઉતાર-ચઢાવ લાવી શકે છે. તબિયતમાં નરમ-ગરમ સ્થિતિ રહેશે. ઉતાવળ કે અધીરાઈમાં લીધેલા નિર્ણયો બનેલા કામ બગાડી શકે છે. અતિ-આત્મવિશ્વાસથી દૂર રહેવું. કોઈ નવું સાહસ કે જોખમ લેવાનું ટાળવું અને મનની શાંતિ માટે યોગ તેમજ ધ્યાનનો સહારા લેવો.
૬. મકર રાશિ
મકર રાશિના જાતકોને આ ગ્રહણ આર્થિક રીતે પરેશાન કરી શકે છે. આ સમયે કોઈને નાણાં ઉધાર આપવા કે રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તમારા પૈસા ફસાઈ જવાની શક્યતા છે. વાતચીત કરતી વખતે સ્પષ્ટતા રાખવી, નહિતર તમારી વાતનો ગલત અર્થ કાઢીને કોઈ તમને નુકસાન પહોંચાડી શકે છે.
૭. કુંભ રાશિ
આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં જ થઈ રહ્યું હોવાથી આ રાશિના જાતકો પર તેની નકારાત્મક અસર સૌથી વધુ જોવા મળી શકે છે. તમારી માન-પ્રતિષ્ઠા કે સામાજિક છબીને નુકસાન પહોંચે તેવું કોઈ પણ કામ ન કરવું. ખોટા આક્ષેપો કે બદનામીથી બચવા માટે પોતાના કામથી કામ રાખવું. સાથે જ શારીરિક સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકાર ન રહેવું.
૮. મીન રાશિ
મીન રાશિના જાતકોને ગ્રહણના દિવસે અચાનક મોટા બિનજરૂરી ખર્ચાઓ આવી શકે છે, જેનાથી તમારું બેંક બેલેન્સ ખોરવાઈ શકે છે. બિનજરૂરી ખર્ચ પર લગામ નહિ રાખો તો ઉધાર લેવાની નોબત આવી શકે છે. જો કોઈ કોર્ટ-કચેરી કે કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો આ સમયે વિશેષ સતર્ક રહેવું.
ગ્રહણની નકારાત્મક અસર દૂર કરવાના સરળ ઉપાયો
શાસ્ત્રો મુજબ, ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા માટે કેટલાક આસાન ઉપાયો બતાવવામાં આવ્યા છે. ગ્રહણ પૂર્ણ થયા પછી આ ૮ રાશિના જાતકોએ શ્વેત (સફેદ) વસ્તુઓનું દાન કરવું જોઈએ.
દાન: ગ્રહણ પૂર્ણ થયા બાદ ચોખા, ખાંડ, દૂધ કે સફેદ વસ્ત્રોનું જરૂરિયાતમંદ લોકોને દાન કરવું.
મંત્ર જાપ: આ દિવસે ભગવાન શિવના મંત્રો (જેમ કે મહામૃત્યુંજય મંત્ર) નો જાપ કરવો અતિ ઉત્તમ માનવામાં આવે છે.
