ઉત્તર કોરિયાની નવી ધમકી: એક જ અઠવાડિયામાં બીજી ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ, કિમ જોંગે પુત્રી સાથે બેસીને કર્યું મોનિટર

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

ઉત્તર કોરિયાની શક્તિનું પ્રદર્શન: કિમ જોંગ ઉને પુત્રી સાથે રહીને કર્યું ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ

ઉત્તર કોરિયાએ ફરી એકવાર પોતાની સૈન્ય તાકાત બતાવીને વિશ્વને ચોંકાવી દીધું છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને એક નવા 5,000 ટનના શક્તિશાળી યુદ્ધજહાજ પરથી છોડવામાં આવેલી ક્રૂઝ મિસાઈલ પરીક્ષણનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ વાત એ છે કે, આ પરીક્ષણ દરમિયાન તેમની પુત્રી પણ તેમની સાથે હાજર રહી હતી. નમ્ફો કિનારેથી કુલ છ મિસાઈલો છોડવામાં આવી હતી, જેણે લાંબા સમય સુધી હવામાં ઉડાન ભરીને લક્ષ્યાંકને સચોટ રીતે વીંધ્યું હતું.

north.jpg

3 કલાક સુધી હવામાં ઉડતી રહી મિસાઈલો

અહેવાલ મુજબ, આ પરીક્ષણનો મુખ્ય હેતુ યુદ્ધ જેવી સ્થિતિમાં કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમની કાર્યક્ષમતા તપાસવાનો હતો. ‘નંબર-51 ચોએ હ્યોન’ નામના નવા ડિસ્ટ્રોયર જહાજ પરથી આ મિસાઈલો છોડવામાં આવી હતી. આ મિસાઈલો કોરિયાના પશ્ચિમ સમુદ્રમાં લગભગ 169 મિનિટ (અંદાજે 3 કલાક) સુધી ઉડતી રહી હતી અને ત્યારબાદ ટાપુઓ પર બનાવેલા ટાર્ગેટ પર ત્રાટકી હતી. સ્ટેટ ટીવી પર પ્રસારિત વીડિયોમાં જોઈ શકાય છે કે જહાજની વર્ટિકલ લોન્ચ સિસ્ટમ (VLS) માંથી એક પછી એક છ મિસાઈલો પશ્ચિમ દિશા તરફ દાગવામાં આવી હતી.

- Advertisement -

પરમાણુ શક્તિનો સંદેશ

આ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારોને લઈને ભારે તણાવ ચાલી રહ્યો છે. હાલમાં જ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ, ઉત્તર કોરિયાએ આ પરીક્ષણ દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે પોતાની પરમાણુ ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એક જ અઠવાડિયામાં આ પ્રકારનું બીજું પરીક્ષણ છે. આ પહેલા 4 માર્ચના રોજ પણ આ જ જહાજ પરથી પાંચ મિસાઈલો છોડવામાં આવી હતી.

north1.jpg

- Advertisement -

કિમ જોંગ ઉને વ્યક્ત કર્યો સંતોષ

પરીક્ષણની સફળતા પર ખુશી વ્યક્ત કરતા કિમ જોંગ ઉને જણાવ્યું હતું કે, આનાથી દેશના વ્યૂહાત્મક હથિયારોની વિશ્વસનીયતા સાબિત થઈ છે. તેમણે ઉમેર્યું કે ઉત્તર કોરિયાની પરમાણુ તાકાત હવે એવા તબક્કે પહોંચી ગઈ છે જ્યાં તેનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. કિમના મતે, આ ક્ષમતા કોઈપણ સંભવિત યુદ્ધને રોકવા માટે દેશને વધુ મજબૂત બનાવશે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.