ભીલાડની સરકારી કોલેજના વિદ્યાર્થીઓ બાવન માં રમતોત્સવમાં ઝળક્યા

1 Min Read

ગોળા ફેંક, બરછી ફેંક અને લાંબી કુદ સહિતની સ્પર્ધામાં ખેલાડીઓએ મેડલ મેળવ્યા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન શ્રી બિરસા મુંડા ૫૨ મો એથ્લેટિક ખેલકૂદ રમોત્સવનું તા. ૨૮ જાન્યુ. થી ૩૧ જાન્યુ. ૨૦૨૬ સુધી સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામની ભીલાડ ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના કુલ ૧૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

IMG 20260202 WA0002

- Advertisement -

કોલેજની વિદ્યાર્થિની માલકરી દામિનીએ બહેનોની ગોળાફેંકની સ્પર્ધામાં ૭.૫૯ મીટર ગોળો ફેંકી તથા બરછી ફેંકની સ્પર્ધામાં ૨૫.૦૨ મીટર બરફી ફેંકી યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમે રહી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો તેમજ ભાઈઓની લાંબીકુદની સ્પર્ધામાં રાઠોડ રોહિતે ૬.૨૫ મીટરનો લાંબો કૂદકો મારી યુનિવર્સિટીની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો તથા દિવ્યાંગ બહેનોની સ્પર્ધામાં કોલેજની વિદ્યાર્થિની રવિદાસ નીલુ એ જીવનમાં સૌ પ્રથમવાર રમતગમતમાં ભાગ લઈ ૫૦ મીટર દોડ અને લાંબીકુદમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ તથા ગોળાફેંકમાં દ્રિતીય ક્રમ મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરી કુલ ૩ મેડલ મેળવ્યા હતા. કોલેજના વિજેતા વિદ્યાર્થીઓ તથા શારીરિક શિક્ષણ વિભાગના ડૉ.ભગીરથ પટેલ ને ૬ મેડલ મેળવવા બદલ કોલેજના પ્રિ. ડૉ.કે.એ.ભોયે સમગ્ર કોલેજ પરિવાર અભિનંદન પાઠવ્યા હતા.

Share This Article