શું 2011નો ઇતિહાસ ફરી દોહરાવાશે? જો આવું થયું તો ટીમ ઇન્ડિયાનું ચેમ્પિયન બનવું નક્કી!

3 Min Read

T20 વર્લ્ડ કપ 2026: શું 2011નો ઈતિહાસ ફરી દોહરાવાશે? જો આ સંયોગ સાચો પડ્યો તો ટીમ ઈન્ડિયાનું ચેમ્પિયન બનવું નક્કી!

ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમ ફાઈનલ સુધી પહોંચી ગઈ છે. હવે આખી દુનિયાની નજર રવિવારે રમાનારા મહાજંગ પર છે. પરંતુ, શું તમે જાણો છો કે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી જે કંઈ પણ થઈ રહ્યું છે, તે વર્ષ 2011ના વનડે વર્લ્ડ કપની યાદ અપાવી રહ્યું છે? જો આ અનોખો સંયોગ ચાલુ રહેશે, તો ભારતનું ફરી એકવાર વિશ્વ વિજેતા બનવું નિશ્ચિત જણાઈ રહ્યું છે.

2011ના વર્લ્ડ કપમાં પણ દક્ષિણ આફ્રિકા સામે મળી હતી હાર

વર્ષ 2011 ભારતીય ક્રિકેટ માટે સુવર્ણ અક્ષરે લખાયેલું વર્ષ છે. એમ.એસ. ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 28 વર્ષ બાદ વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટૂર્નામેન્ટમાં પણ એક ખાસ વાત હતી ભારતીય ટીમ આખા વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચ હારી હતી અને તે મેચ દક્ષિણ આફ્રિકા સામે હતી. આ સિવાય એક મેચ ઈંગ્લેન્ડ સામે ટાઈ રહી હતી, બાકીની તમામ મેચો જીતીને ભારતે ફાઈનલમાં શ્રીલંકાને હરાવી ખિતાબ જીત્યો હતો.

- Advertisement -

 ind.jpg

2026માં પણ દક્ષિણ આફ્રિકાએ જ રોકી ભારતની વિજયકૂચ

વર્ષ 2026ના આ ટી-20 વર્લ્ડ કપમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળની ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ સુપર-8ના પ્રથમ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવીને તેની વિજયકૂચ રોકી હતી. 2011ની જેમ જ આ વર્ષે પણ ભારત અત્યાર સુધી માત્ર દક્ષિણ આફ્રિકા સામે જ હાર્યું છે. આ હાર બાદ ભારતે જોરદાર વાપસી કરી ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ અને પછી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

- Advertisement -

શું 8 માર્ચે સર્જાશે ઈતિહાસ?

દક્ષિણ આફ્રિકા સામેની હાર એ ભારત માટે ‘લકી ચાર્મ’ સાબિત થશે કે કેમ, તે તો 8 માર્ચે જ ખબર પડશે. રસપ્રદ વાત એ છે કે, ભારતે 2024નો ટી-20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકાને ફાઈનલમાં હરાવીને જીત્યો હતો. હવે 2026માં ભારતનો સામનો ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે થવાનો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં ભારત 2011ના ઈતિહાસનું પુનરાવર્તન કરીને ટ્રોફી જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.

ind1.jpg

અજેય ન્યુઝીલેન્ડ સામે ભારતનો પડકાર

ભારતીય ટીમ ભલે એક મેચ હારી હોય, પરંતુ ન્યુઝીલેન્ડની ટીમ પણ અત્યારે જોરદાર ફોર્મમાં છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે આ તેમની પ્રથમ આઈસીસી ટૂર્નામેન્ટ છે અને જો તેઓ ખિતાબ જીતવામાં સફળ રહે છે, તો તે ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત હશે.

- Advertisement -
Share This Article